વેપાર

સોનામાં ₹ ૧૨૨નો અને ચાંદીમાં ₹ ૯૯૮નો ચમકારો

મુંબઈ: ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર ગઈકાલે ડૉલર ઈન્ડેક્સની નરમાઈ સાથે સોનાના ભાવમાં ચમકારો આવ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે વધ્યા મથાળેથી સાધારણ નરમાઈનું વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને વૈશ્ર્વિક ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલ અને સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ૨૧ પૈસા નબળો પડ્યો હોવાથી સોનાની આયાત પડતરોમાં વધારો થવાથી ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૧થી ૧૨૨નો ઉછાળો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૯૯૮નો ચમકારો આવ્યો હતો.

આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલીનું દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૯૯૮ના ચમકારા સાથે રૂ. ૯૪,૧૧૮ની સપાટીએ પહોંચ્યા હતા. વધુમાં આજે સોનામાં ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવા છતાં વૈશ્ર્વિક ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલ તેમ જ વિનિમય બજારમાં ડૉલર સામે રૂપિયો ૨૧ પૈસા જેટલો નબળો પડ્યો હોવાથી આયાત પડતરો વધવાને કારણે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૧ વધીને રૂ. ૭૨,૧૨૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૨૨ વધીને રૂ. ૭૨,૪૧૩ના મથાળે રહ્યા હતા.

આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૬૮ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩૪૪.૮૧ ડૉલર આસપાસ તથા વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧૯ ટકા વધીને ૨૩૫૯.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૬૯ ટકા વધીને ઔંસદીઠ ૩૧.૮૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત