બ્રેકિંગ ન્યૂઝ

બ્રેકિંગ ન્યૂઝ 6 Feb 2026

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.

    વર્લ્ડ કપની ફાઈનલમાં સૂર્યવંશીની આતશબાજી, ભારત સારી સ્થિતિમાં

    હરારેમાં ભારતે ઇંગ્લૅન્ડ સામે અન્ડર-19 વર્લ્ડ કપની ફાઈનલમાં ટૉસ જીતીને બૅટિંગ પસંદ કર્યા બાદ ચોથી જ ઓવરમાં ઓપનર આરોન જ્યોર્જ (નવ રન)ની વિકેટ ગુમાવ્યા પછી સ્થિતિ મજબૂત કરી હતી. વૈભવ સૂર્યવંશી (72 નોટઆઉટ, 43 બૉલ, પાંચ સિક્સર, સાત ફોર) અને કેપ્ટન આયુષ મ્હાત્રે (40 નોટઆઉટ, 39 બૉલ, એક સિક્સર, છ ફોર)ની જોડીએ ટીમને મુશ્કેલીમાંથી ઉગારી હતી. સૂર્યવંશીએ ત્રણ સિક્સર અને છ ફોરની મદદથી 32 બૉલમાં 50 રન પૂરા કર્યાં હતા. 16મી ઓવરને અંતે ભારતનો સ્કોર 1/127 હતો.

    સંબંધિત લેખો

    Back to top button