- મહારાષ્ટ્ર

પાલઘર પોલીસનો ગુના ઉકેલનો દર 89 ટકા
પાલઘર: 2025માં પાલઘર જિલ્લા પોલીસનો ગુના ઉકેલવાનો દર 89 ટકા સુધી પહોંચી ગયો હતો અને વર્ષ દરમિયાન માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામવાની ઘટનામાં પણ ઘટાડો નોંધાયો હોવાનું વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પાલઘર પોલીસનો વાર્ષિક અહેવાલ રજૂ કરતાં સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ…
- આમચી મુંબઈ

કર્ણાટકના વેપારીને બંધક બનાવી 2.17 કરોડ રૂપિયા વસૂલવાના કેસમાં મુખ્ય આરોપી પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વ્યવસાયમાં આર્થિક રોકાણની લાલચે મીરા રોડમાં બોલાવ્યા પછી પિસ્તોલ-ચાકુની ધાકે કર્ણાટકના વેપારીને ત્રણ દિવસ સુધી બે હોટેલમાં બંધક બનાવી રાખી 2.17 કરોડ રૂપિયા વસૂલવાના કેસમાં કાશીમીરા ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપીને પકડી પાડ્યો હતો.ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-1ના ઇન્ચાર્જ ઈન્સ્પેક્ટર…
- આમચી મુંબઈ

થાણે લોકઅદાલતે 2025માં 3.07 લાખ કેસનો નિવેડો લાવી 754.85 કરોડનું વળતર અપાવ્યું
થાણે: થાણે લોકઅદાલતે વીતેલા વર્ષમાં 3,07,255 કેસનો નિવેડો લાવી 754.85 કરોડ રૂપિયાનું વળતર અપાવ્યું હોવાનું એક અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું. કોર્ટોમાં સમજૂતી અને સમાધાન માટે પડતર અને જેની સુનાવણી હજુ ચાલુ ન થઈ હોય તેવાં પ્રકરણોની ઝડપી અને સસ્તી પતાવટ…
- આમચી મુંબઈ

તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરનારો આરોપી નેપાળ સરહદે પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પગાર ન આપવામાં આવતાં રોષે ભરાયેલા કાર્પેન્ટરે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી સાથીની હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના ખારમાં બની હતી. ઘટના બાદ ફરાર થઈ ગયેલા આરોપીને પોલીસે નેપાળ સરહદેથી પકડી પાડ્યો હતો.ખાર પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ…
- આમચી મુંબઈ

ડોમ્બિવલીના ઘરમાંથી માનવી ખોપડી અને હાડપિંજર મળ્યું
થાણે: ડોમ્બિવલીના અવાવરુ ઘરમાંથી માનવી ખોપડી અને હાડપિંજર મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.માનપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ત્રીજી જાન્યુઆરીએ ડોમ્બિવલીના સોનારપાડા વિસ્તારમાંના મ્હાત્રે નગર ખાતેના રૉ ટેનામેન્ટમાંના એક ઘરમાં પડેલા હાડપિંજર પર સ્થાનિક રહેવાસીની નજર પડી…
- નેશનલ

છત્રપતિ સંભાજીનગરમાં ભૂતપૂર્વ સાંસદ ઇમ્તિયાઝ જલીલ પર ટોળાનો હુમલાનો પ્રયાસ
છત્રપતિ સંભાજીનગર: છત્રપતિ સંભાજીનગરમાં બુધવારે એઆઇએમઆઇએમના ભૂતપૂર્વ સાંસદ ઇમ્તિયાઝ જલીલને લઇ જતા વાહન પર લોકોના ટોળાએ હુમલાનો પ્રયાસ કર્યો હતો.જલીલ આગામી પાલિકાની ચૂંટણી માટે પક્ષના ઉમેદવારો માટે બુધવારે બપોરે પ્રચાર કરી રહ્યા હતા ત્યારે જિન્સી વિસ્તારમાં આ ઘટના બની હતી.અહીંના…
- મહારાષ્ટ્ર

‘જાતીય ઇરાદો’ છતો ન થતો હોવાનું નોંધી કોર્ટે સગીરાની સતામણીના કેસમાં યુવકને નિર્દોષ છોડ્યો
થાણે: પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ મહત્ત્વનું તત્ત્વ છે ‘જાતીય ઇરાદો’, જે આ કેસમાં છતો થતો નથી, એવી નોંધ કરી થાણે કોર્ટે સગીરાનો પીછો કરી તેની જાતીય સતામણી કરવાના કેસમાં યુવકને નિર્દોષ જાહેર કર્યો હતો.મજૂરી કરતો…









