- મહારાષ્ટ્ર

શાહપુરમાં વૃદ્ધાની હત્યા બાદ લૂંટના કેસમાં યુવકની ધરપકડ
થાણે: શાહપુરના ફાર્મહાઉસમાં ઘૂસેલા લૂંટારાઓએ 75 વર્ષની વૃદ્ધાની કથિત હત્યા કરી લૂંટ ચલાવી હતી. આ હુમલામાં વૃદ્ધાની વયોવૃદ્ધ માતા પણ ગંભીર રીતે ઘવાઈ હતી. પોલીસે તપાસ હાથ ધરી ગુનામાં સંડોવાયેલા યુવકની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ શાહપુર તાલુકાના ગાંડુળવાડ…
- મહારાષ્ટ્ર

રમતાં રમતાં પાણીની ટાંકીમાં પડી ગયેલા બાળકનું મૃત્યુ
પાલઘર: હાઉસિંગ કૉમ્પ્લેક્સમાં રમતાં રમતાં પાણીની ખુલ્લી ટાંકીમાં પડી ગયેલા છ વર્ષના બાળકનું ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાની કરુણ ઘટના પાલઘર જિલ્લામાં બની હતી. પોલીસના જણાવ્યા મુજબ ઘટના ગુરુવારે ઉમરોલીના શાલિગ્રામ વિસ્તારમાં બની હતી. છ વર્ષનો બાળક ઘર નજીક રમતો…
- મહારાષ્ટ્ર

મોદી માટે ‘વાંધાજનક’ પોસ્ટ: તેજસ્વી યાદવ સામે એફઆઈઆર
ગઢચિરોલી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે કથિત વાંધાજનક પોસ્ટ ટ્વીટ કરવા બદલ બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ વિરુદ્ધ ગઢચિરોલી પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ગઢચિરોલીના ભાજપના વિધાનસભ્ય મિલિંદ નરોટેએ આરજેડીના નેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, એવું વરિષ્ઠ પોલીસ…
- આમચી મુંબઈ

નોકરી ઇચ્છુકોને છેતરીને તેમનાં બૅન્ક ખાતાંનો ઉપયોગ સાયબર ફ્રોડમાં કરનારા પકડાયા…
થાણે: નોકરી અપાવવાની લાલચે જરૂરિયાતમંદોને કથિત રીતે છેતરીને તેમનાં નામનાં બૅન્ક ખાતાં અને સિમ કાર્ડનો ઉપયોગ ગેરકાયદે પ્રવૃત્તિઓમાં કરવાના સાયબર ફ્રોડના રૅકેટનો પર્દાફાશ કરી થાણે પોલીસે સાત જણની ગોવાથી ધરપકડ કરી હતી.પકડાયેલા આરોપીઓની ઓળખ આનંદ અશોક મેઘવાણી (34), સૌરભ શર્મા…
- આમચી મુંબઈ

રેલવે સ્ટેશનના સ્ટૉલ પરથી ખરીદી કરતી વખતે ખાસ ચેતજો!
યોગેશ સી. પટેલ મુંબઈ: મુંબઈના રેલવે સ્ટેશનો પરના સ્ટૉલ પરથી ખરીદી પછી ઑનલાઈન પેમેન્ટ કરતી વખતે મુસાફરોએ ખાસ ચેતવા જેવી ઘટનાઓ હાલમાં જ સામે આવી છે. ટર્મિનસો પર સક્રિય દિલ્હીની ટોળકીના સભ્યો ઑનલાઈન પેમેન્ટ વખતે પાસવર્ડ નોંધી લે છે અને…
- આમચી મુંબઈ

લોનની સગવડને બહાને 1.35 કરોડ રૂપિયા પડાવ્યા: ચાર વિરુદ્ધ ગુનો
થાણે: બાંધકામ પ્રોજેક્ટ માટે લોનની સગવડ કરવાની ખાતરી આપીને નવી મુંબઈના ટૅક્સ ક્ધસલ્ટન્ટ સાથે ચાર જણે 1.35 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.ફરિયાદને આધારે થાણે પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 420 (છેતરપિંડી) હેઠળ ચાર જણ વિરુદ્ધ ગુનો…
- આમચી મુંબઈ

સાયબર ફ્રોડ માટે બૅન્ક ખાતાં અને સિમ કાર્ડ ખરીદીને ઍક્ટિવેટ કરનારી ટોળકી પકડાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાયબર ફ્રોડ કરનારી ટોળકી માટે બૅન્ક ખાતાં અને સિમ કાર્ડ ખરીદીને તેને ઍક્ટિવેટ કરી આપનારી ટોળકીને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડી હતી. આ ટોળકી બોગસ નામે કંપની ખોલીને તેના આધારે બૅન્ક એકાઉન્ટ ખોલાવતી અને પછી સિમ કાર્ડ પર…
- આમચી મુંબઈ

ડિજિટલ અરેસ્ટની ધાકે વૃદ્ધા પાસેથી 7.8 કરોડ રૂપિયા પડાવવાના કેસમાં યુવકની ધરપકડ
મુંબઈ: ‘ડિજિટલ અરેસ્ટ’ની ધાકે દક્ષિણ મુંબઈમાં રહેતી 81 વર્ષની વૃદ્ધા પાસેથી 7.8 કરોડ રૂપિયા પડાવવાના ફ્રોડમાં કથિત રીતે સંડોવાયેલા મલાડના યુવકની સાયબર પોલીસે ધરપકડ કરી હતી.પકડાયેલા આરોપીની ઓળખ કાર્તિક ચૌધરી (21) તરીકે થઈ હતી. મલાડના માલવણી વિસ્તારમાં રહેતા ચૌધરીએ આ…
- આમચી મુંબઈ

માતાના નામે બોગસ સ્નેપચૅટ એકાઉન્ટ ખોલી દીકરીને ધમકાવનારા વિરુદ્ધ ગુનો
મુંબઈ: ઑસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતી યુવતી પર નજર રાખવા યુવાને યુવતીની જ માતાને નામે બોગસ સ્નેપચૅટ એકાઉન્ટ ખોલ્યું હતું. પછી યુવતીને અશ્ર્લીલ તસવીરો વાયરલ કરવાની ધમકી આપનારા યુવાન વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. પવઈમાં રહેતી અને હાલમાં ઑસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતી 23…
- આમચી મુંબઈ

47.32 કરોડ રૂપિયાના જીએસટી ક્રેડિટ ફ્રોડમાં વેપારીની ધરપકડ
થાણે: થાણેમાં 47.32 કરોડ રૂપિયાના જીએસટી (ગૂડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ) ક્રેડિટ ફ્રોડમાં કથિત ભૂમિકા બદલ વેપારીની ધરપકડ કરવામાં આવી હતી. સેન્ટ્રલ જીએસટીના થાણે કમિશનરેટ દ્વારા જારી કરાયેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર આંતરિક સ્તરે વિકસિત ઈન્ટેલિજન્સ અને એડ્વાન્સ ડેટા એનાલિસીસ…









