- મહારાષ્ટ્ર

10 વર્ષના પુત્ર પર જાતીય હુમલાના કેસમાં માતા-મામાના જામીન મંજૂર…
થાણે: થાણેમાં 10 વર્ષના પુત્ર પર જાતીય હુમલાના આરોપસર ધરપકડ કરાયેલી માતા અને તેના ભાઈના થાણે કોર્ટે જામીન મંજૂર કર્યા હતા.બાળકના પિતાની ફરિયાદને આધારે આ મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો. માતા-પિતા અલગ થયાં પછી બાળક માતા સાથે થાણેના લોકમાન્ય નગરમાં…
- મહારાષ્ટ્ર

કોચિંગ સેન્ટરમાં વિદ્યાર્થીએ ચાકુ હલાવી ક્લાસમેટની હત્યા કરી…
પુણે: 10મા ધોરણના બે વિદ્યાર્થી વચ્ચે થયેલા વિવાદ બાદ એક વિદ્યાર્થીએ બીજા પર ચાકુથી હુમલો કર્યો હોવાની આંચકાજનક ઘટના પુણેના ખાનગી કોચિંગ સેન્ટરમાં બની હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા 16 વર્ષના વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું.ખેડ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું…
- આમચી મુંબઈ

દુબઈના તસ્કરને ઇશારે સાતારામાં ધમધમતી ડ્રગ્સ ફૅક્ટરીનો પર્દાફાશ: સાત પકડાયા
38 કિલો લિક્વિડ એમડી, 8 કિલો એમડી અને કાચો માલ મળી 115 કરોડની મતા જપ્ત (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દુબઈમાં બેસેલા ડ્રગ્સના મોટા તસ્કરને ઇશારે મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં મેફેડ્રોન (એમડી) ડ્રગ બનાવવાની ફૅક્ટરી ધમધમતી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી. ક્રાઈમ…
- આમચી મુંબઈ

બિલ્ડરની બે કરોડની રોકડ લૂંટનારો; ક્રાઈમ બ્રાન્ચનો નકલી અધિકારી પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈમાં બિલ્ડરના કર્મચારીને રસ્તામાં આંતરીને બે કરોડ રૂપિયા લૂંટનારા ક્રાઈમ બ્રાન્ચના નકલી અધિકારીને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ બે દિવસમાં જ પકડી પાડ્યો હતો. આરોપી પાસેથી 45 લાખની રોકડ હસ્તગત કરવામાં આવી હોઈ તેના સાથીની પોલીસ શોધ ચલાવી…
- મહારાષ્ટ્ર

પાંચ વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા: શકમંદ તાબામાં
પુણે: પુણેમાં ઘરની બહાર રમતી બાળકી અચાનક ગુમ થયા બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. દુષ્કર્મ બાદ બાળકીની હત્યા કરવામાં આવી હોવાનું તપાસમાં જણાતાં પોલીસે શકમંદને તાબામાં લીધો હતો.પોલીસના જણાવ્યા મુજબ માવળ તહેસીલમાંથી શનિવારે બાળકી ગુમ થઈ હતી. અચાનક બાળકી…
- મહારાષ્ટ્ર

નકલી સોનું આપી પચીસ લાખ રૂપિયા પડાવ્યા:ગાંધીનગરના દંપતી સહિત પાંચની ધરપકડ…
નાશિકના મંદિર પાછળ ખોદકામ વખતે સોનાના દાગીના મળ્યાનું જુઠ્ઠાણું ચલાવ્યું: ગુજરાતમાં પણ આ રીતે અનેકને છેતર્યા (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાશિકના મંદિર પાછળની જમીનમાં ખોદકામ વખતે મળેલા સોનાના દાગીના સસ્તી કિંમતે વેચવાને બહાને મલાડના વેપારીને નકલી સોનું પધરાવનારી આંતરરાજ્ય ટોળકીનો પોલીસે…
- આમચી મુંબઈ

વનવાસી કલ્યાણ આશ્રમ પર હુમલાનો કેસ:બચેલો એકમાત્ર આરોપી પણ દોષમુક્ત…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પાલઘર જિલ્લાના તલાસરી ખાતે 1991માં વનવાસી કલ્યાણ આશ્રમ પર હુમલો અને લૂંટના કેસમાં બચેલા એકમાત્ર આરોપીને પણ સેશન્સ કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો.તલાસરીમાં આવેલા આશ્રમમાં 14 ઑગસ્ટ, 1991ના રોજ 150થી વધુ લોકોના ટોળાએ પથ્થરો અને બામ્બુથી હુમલો…
- મહારાષ્ટ્ર

બળાત્કાર બાદ બાળકીની હત્યા: 18 વર્ષથી ફરાર આરોપી પકડાયો
પાલઘર: વસઈમાં પાંચ વર્ષની બાળકીની બળાત્કાર બાદ કરપીણ હત્યા કરવાના કેસમાં 18 વર્ષથી ફરાર આરોપીને આખરે ઉત્તર પ્રદેશમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડેલા આરોપીની ઓળખ નંદલાલ ઉર્ફે નંદુ રામદાસ વિશ્ર્વકર્મા તરીકે થઈ હતી. વધુ કાર્યવાહી માટે આરોપીને…
- આમચી મુંબઈ

પુત્રનાં લગ્ન નક્કી થયાં હોવાથી પિતા વિદેશથી આવ્યા: ઍરપોર્ટથી ઘરે જતી વખતે કાળ ભરખી ગયો
મુંબઈ: મુંબઈ-ગોવા નૅશનલ હાઈવે પર રાયગડ જિલ્લામાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં પિતા-પુત્રનાં મોત નીપજ્યાં હતાં. પુત્રનાં લગ્ન નક્કી થયાં હોવાથી પિતા વિદેશથી આવ્યા હતા, પરંતુ ઍરપોર્ટથી ઘરે જતી વખતે માર્ગમાં જ કાળ ભરખી ગયો હતો. કોલાડ પોલીસના જણાવ્યા મુજબ અકસ્માતની ઘટના…









