- અમદાવાદ
નડિયાદ-કપડવંજ હાઈવે બે આખલા યુદ્ધે ચડ્યા, રખડતા ઢોર પકડવામાં તંત્ર નિષ્ફળ
નડિયાદ: નડિયાદ શહેરમાં આવેલા બિલોદરા ગેટ નજીક મુખ્ય હાઇવે પર બે બળદ અચાનક લડવા લાગ્યાં હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બંને બળદ રસ્તાની વચ્ચે જ ઝગડવા લાગ્યાં હતાં. જેના કારણે રસ્તા સંપૂર્ણ ટ્રાફિક જામ થઈ ગયો હતો.…
- સુરત
સુરતમાં ગેસ-સિલિન્ડરમાં બ્લાસ્ટ; આગને કાબૂમાં લેવા જતા બે ફાયર જવાનો દાઝ્યા, હાલત ગંભીર
સુરત: સુરતમાં ગેસ લીકેજના કારણે આગ લાગ્યાની ઘટના બની હતી. પુણા વિસ્તારમાં આવેલી વિક્રમ સોસાયટીમાં ઘર નંબર 50ના ત્રીજા માળે એક રૂમમાં ગેસ લીકેજ થતાં આગ લાગ હતી. આગ લાગ્યાની જાણ થા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.…
- ભુજ
કચ્છમાં બે કરુણ ઘટના: મુંદરામાં 25 ફૂટની ઊંચાઈએથી પટકાતાં પરપ્રાંતીય શ્રમજીવીનું મોત, ભચાઉમાં યુવકની આત્મહત્યા
ભુજ: કચ્છના મુંદરા તાલુકાના ગુંદાળા ખાતે આવેલી એક કંપનીમાં વેલ્ડિંગનું કામ કરતા મૂળ ઉત્તર પ્રદેશના સુભાન મહેરબાન ઉર્ફે દિલાવર અયુબ ગાડે (ઉંમર વર્ષ 22) નામના શ્રમજીવી યુવકનું ઊંચાઇએથી નીચે પટકાવાથી મોત થયું હતું. શ્રમજીવી યુવકનુ મોત થયા તેના પરિવારમાં ભારે…
- ભુજ
વર્લ્ડ મોન્યુમેન્ટ વોચ ડે: ઐતિહાસિક હમીરસર તળાવના જળમાર્ગોનો વિશેષ પ્રવાસ યોજાશે
ભુજઃ વર્લ્ડ મોન્યુમેન્ટ્સ વોચ દ્વારા વૈશ્વિક સ્તરે ઐતિહાસિક જળ વ્યવસ્થાઓના પસંદ કરાયેલા વિશ્વના 25 સ્થળોમાં ભુજ શહેરની ઓળખસમા લગભગ 450 વર્ષ પુરાણા હમીરસર તળાવનો વર્ષ 2025ના જોવા લાયક સ્થળોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી 10મી ઓક્ટોબરના રોજ ભુજ ખાતે પ્રથમ…
- સુરત
સુરત ભાજપના કાર્યાલયમાં ‘મારામારી’નો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો: પોલીસ ફરિયાદ થઈ
સુરત: સુરતમાં ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે મારામારીની ઘટના બની હતી તેની નોંધ લેતા પાર્ટીએ બંને જણાને ભાજપ પ્રમુખે નોટિસ પાઠવી ત્રણ દિવસમાં ખુલાસો આપવા કહ્યું હતું. એટલું જ નહીં પરંતુ મહત્વની વાત તો એ છે કે શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલિયા સામે…
- ઇન્ટરનેશનલ
‘ઓપરેશન સિંદૂર’માં બરબાદ થયેલું જૈશ-એ-મોહમ્મદ મહિલાઓની કરશે ભરતીઃ મસૂદ અઝહરની બહેન કરશે નેતૃત્વ
કરાચીઃ ભારતના દોસ્ત કરતા દુશ્મનો વધારે છે, કેટલાય એવા આંતકી સંગઠનો છે જે ભારતમાં અશાંતિ ફેલાવવા માટે સતત પ્રવૃત્ત રહેતા હોય છે. આવું જ એક સંગઠન જૈશ-એ-મોહમ્મદ પણ હવે વધારે સક્રિય થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે…
- નેશનલ
ઉત્તર પ્રદેશમાં વિમાન દુર્ઘટના ટળી! ઉદ્યોગપતિને લઈને જતું મિની જેટ રનવે પરથી નીચે સરકી ગયું
ફરુખાબાદ: આજે ગુરુવારે ઉત્તર પ્રદેશના ફરુખાબાદ જીલ્લામાં એક વિમાન દુર્ઘટના બનતા બનતા રહી ગઈ. ફરુખાબાદ જિલ્લાના ખિમસેપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી એર સ્ટ્રીપ પર પ્રાઈવેટ મીની જેટ વિમાન ટેક ઓફ કરતી વખતે રનવે પરથી લપસી ગયું હતું અને બાજુમાં આવેલી ઝાડીઓમાં…
- નેશનલ
કાનપુર બ્લાસ્ટ: ખાલિસ્તાની સંગઠન ‘ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ’એ Email કરીને લીધી જવાબદારી, સુરક્ષાતંત્રની ઊંઘ હરામ!
કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુરમાં માર્કેટમાં પાર્ક કરેલા બે સ્કૂટરમાં બ્લાસ્ટ થયા પછી સુરક્ષાતંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે. વિસ્ફોટના કેસ મુદ્દે હવે ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. કેટલીક મીડિયા ચેનલોને મેઈલ આવ્યો અને તેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ…
- નેશનલ
આંધ્ર પ્રદેશમાં લક્ષ્મી ગણપતિ ફટાકડાની ફેક્ટરીમાં લાગી આગ, 6 લોકોના મોત
કોનસીમાઃ આંધ્ર પ્રદેશના આંબેડકર કોનસીમા જિલ્લાના રાયવરમ મંડલના કોમરીપાલેમ ગામમાં આગની ઘટના પ્રકાશમાં આવી છે. કોમરીપાલેમ ગામમાં આવેલી લક્ષ્મી ગણપતિ ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હોવાથી 6 લોકોનું મોત થયું છે, જ્યારે આઠથી પણ વધારે લોકો ઘાયલ થયાં છે. વડા પ્રધાન…
- નેશનલ
કાનપુરમાં વિસ્ફોટ: બે સ્કૂટરમાં બ્લાસ્ટ થતા 8 જણ ઘાયલ, ષડયંત્ર કે પછી…
કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુરમાં બે સ્કૂટરમાં વિસ્ફોટ થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. રસ્તાની બાજુમાં પાર્ક કરેલા બે સ્કૂટરમાં અગમ્ય કારણોસર વિસ્ફોટ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં આઠથી વધારે લોકો ઘાયલ પણ થયાં છે. તમામ ધાયલ લોકોને સત્વરે સારવાર…