- ઇન્ટરનેશનલ
ઇઝરાયલ ગાઝાની હોસ્પિટલોને નિશાના બનાવી રહ્યું છે! ગાઝામાં 3300થી વધુ બાળકોના મોતનો દાવો
ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે 23મો દિવસ છે. ઈઝરાયલની સેના ગાઝામાં સતત હુમલા કરી રહી છે. સોમવારે વહેલી સવારે ઇઝરાયલે ઉત્તરી ગાઝાની બે મોટી હોસ્પિટલોની આસપાસ હવાઈ અને જમીની હુમલાઓનો કર્યા હોવાનો દાવો હમાસે કર્યો હતો. ઈઝરાયલની સેના ગાઝા…
- IPL 2024
બર્મી આર્મીએ ઉડાવી વિરાટ કોહલીની મજાક, ભારતીય ફેન આર્મીએ આપ્યો જોરદાર જવાબ
ICC મેન્સ વર્લ્ડ કપ 2023ની 29મી મેચમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 100 રનથી હરાવી ટૂર્નામેન્ટમાં સતત છઠ્ઠી જીત મેળવી હતી. રવિવારે લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં વિરાટ કોહલી ખાતું ખોલાવ્યા વિના શૂન્ય પર આઉટ થઇ ગયો હતો.…
- નેશનલ
મનીષ સિસોદિયાને રાહત નહીં, સુપ્રીમ કોર્ટે જામીન આરજી ફગાવી
દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની જામીન અરજી પર આજે સોમવારે સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સિસોદિયા દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભાટીની ખંડપીઠે સુનાવણી કરી હતી.સુનાવણી…
- નેશનલ
શ્રીલંકાના નૌકાદળે તામિલનાડુના 37 માછીમારોની ધરપકડ કરી
શ્રીલંકાના નૌકાદળે શનિવારે મોડી રાત્રે તમિલનાડુના 37 માછીમારોની ધરપકડ કરી હતી અને સાથે માછીમારી માટેની પાંચ બોટ પણ જપ્ત કરી હતી. રાજ્યના મત્સ્ય વિભાગના એક અધિકારીએ રવિવારે આ અંગે માહિતી આપી હતી. શ્રીલંકાના નૌકાદળે શનિવારે રાત્રે એક ઓપરેશનમાં માછીમારોને પકડ્યા…
- નેશનલ
કેરળ બોમ્બ વિસ્ફોટ: 12 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત, મૃત્યુઆંક ત્રણ થયો
કેરળના એર્નાકુલમમાં રવિવારે સવારે થયેલા બ્લાસ્ટમાં મૃત્યુઆંક વધીને ૩ થયો છે. બ્લાસ્ટમાં ગંભીર રીતે ઘવાયેલી 12 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું. સોમવારે સવારે કલામાસેરી સરકારી મેડિકલ કોલેજની હોસ્પિટલમાં બાળકીનું મોત નીપજ્યું હતું. સુત્રોના જણાવ્યા મુજબ રવિવારે થયેલા વિસ્ફોટમાં…
- નેશનલ
આંધ્રપ્રદેશમાં ટ્રેન દુર્ઘટના: મૃત્યુઆંક વધીને 13 થયો, વળતરની જાહેરાત
આંધ્રપ્રદેશના વિજિયાનગરમ જિલ્લામાં રવિવારે સાંજે બે પેસેન્જર ટ્રેનો અથડાઈ જતા મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. આજે સોમવાર સવારે આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 13 થયો હતો, જ્યારે 40થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. ઘાયલોને વિશાખાપટ્ટનમ અને વિજિયાનગરમની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા…
- નેશનલ
મણિપુર હિંસા દરમિયાન લૂંટાયેલા હથિયારોમાંથી માત્ર 25 ટકા જ રિકવર થઇ શક્યા
મણિપુરમાં હિંસા ફાટી નીકળ્યાના લગભગ છ મહિના થઇ ચુક્યા છે, હિંસા દરમિયાન ટોળાએ સેના અને પોલીસના હથિયારો લુંટી લીધા હતા. હવે રાજ્યમાં ધીમે ધીમે સ્થિતિ સામાન્ય થઇ રહી છે ત્યારે રાજ્ય સરકાર હિંસાના દરમિયાન ચોરાયેલા હથિયારોના 25 ટકા હથિયારો જ…
- નેશનલ
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ એમએસ ધોનીને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા
દિવાળી પહેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)એ દિગ્ગજ ભારતીય ક્રિકેટર અને પૂર્વ ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યા છે.એસબીઆઈના ચેરમેન દિનેશ ખરાએ કહ્યું કે અમે એસબીઆઈના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એમએસ ધોનીને નિયુક્ત કરતા ખૂબ જ…
- નેશનલ
કેરળ બોમ્બ વિસ્ફોટ: યુપી હાઈ એલર્ટ પર, કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ અને કેરળ પોલીસનો સંપર્ક કર્યો
કેરળના એર્નાકુલમમાં ઈસાઈ સમુદાયના કન્વેન્શન સેન્ટરમાં બોમ્બ વિસ્ફોટ બાદ ઉત્તર પ્રદેશ(યુપી)માં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. યુપી એન્ટી ટેરરીઝમ સ્કવોડ(એટીએસ) અને તમામ જિલ્લાઓની પોલીસ વડાને વધુ સતર્કતા દાખવવા અને શંકાસ્પદોની ઓળખ કરવા સૂચના આપવામાં આવી છે. તેમજ ઈઝરાયેલ-પેલેસ્ટાઈનને લગતા…
- નેશનલ
કેરળ: એર્નાકુલમમાં વિસ્ફોટ થયા એ સમયે સીએમ વિજયન ગાઝામાં યુદ્ધવિરામ માટેના પ્રદર્શનમાં હતા
આજે રવિવારે સવારે કેરળના એર્નાકુલમના કલામસેરીમાં ઈસાઈ સમુદાયના ધાર્મિક સંમેલનની પ્રાર્થના સભા દરમિયાન વિસ્ફોટો થયા હતા. આજે સવારે જયારે વિસ્ફોટો થયા ત્યારે કેરળના સીએમ પિનરાઈ વિજન અને તેમની સાથે માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPM) નેતા સીતારામ યેચુરી ઈઝરાયેલ-હમાસ યુદ્ધનો વિરોધના કાર્યક્રમમાં…