- ટોપ ન્યૂઝ
2019માં શરદ પવારની સંમતિ બાદ જ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો દાવો
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી) પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. એક ટીવી ચેનલના કાર્યક્રમમાં તેઓ એનસીપી સાથે સરકાર બનાવવાના તેમના પ્રયાસના સમય અંગેના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે એનસીપીના…
- નેશનલ
વડા પ્રધાન મોદી આજે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની મુલાકાતે, જોધપુરમાં આઈઆઈટી કેમ્પસનું ઉદ્ઘાટન કરશે
રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યોમાં રાષ્ટ્રીય નેતાઓની આવનજાવન વધી રહી છે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી એક વાર રાજસ્થાન અને મધ્યપ્રદેશની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ મધ્યપ્રદેશમાં રૂ. 12,600 કરોડ અને રાજસ્થાનમાં…
- સ્પોર્ટસ
એશિયન ગેમ્સમાં ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, વડા પ્રધાને મોદી આનંદ વ્યક્ત કર્યો
ચીનના હાંગઝોઉમાં ચાલી રહેલી 19ની એશિયન ગેમ્સ ઇવેન્ટમાં આજે બુધવારે 4 ઓક્ટોબરની સવારે ભારતીય ખેલાડીઓએ વધુ 4 મેડલ જીત્યા. આ સાથે, આ એશિયન ગેમ્સમાં ભારતે પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. 19મી એશિયન ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં 73 મેડલ જીત્યા છે.…
- નેશનલ
‘એક રૂપિયો પણ નહિ મળે, 2024ની ચૂંટણીમાં હારનો ડર…’ EDની કાર્યવાહી પર સીએમ કેજરીવાલના પ્રહાર
કથિત લિકર પોલિસી કૌભાંડ કેસમાં આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) આમ આદમી પાર્ટીના(AAP)ના રાજ્યસભા સાંસદ સંજય સિંહની ઘરે દરોડા પડ્યા હતા. આ અંગે દિલ્હીના મુખ્ય પ્રધાન અને આપના વડા અરવિંદ કેજરીવાલે ઇડી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે…
- નેશનલ
સુપ્રીમ કોર્ટે EDને લગાવી ફટકાર, કહ્યું તમારી પાસેથી નિષ્પક્ષતાની અપેક્ષા, બદલો લેવાની નહીં
ગઈકાલે મની લોન્ડરિંગના કેસમાં બે ધરપકડોને રદ કરતી વખતે, સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી)ને ઠપકો આપતા કહ્યું કે તપાસ એજન્સીઓએ બદલો લેવાની ભાવનાથી કામ ના કરવું જોઈએ, તેમણે ઉચ્ચ સ્તરની નિષ્પક્ષતા સાથે કામ કરવું જોઈએ. સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં ગુરુગ્રામ…
- નેશનલ
Land For Job Case: લાલુ, રાબડી અને તેજસ્વીને મોટી રાહત, રાઉઝ એવન્યુ કોર્ટમાંથી જામીન મળ્યા
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે જમીનના બદલામાં નોકરી આપવાના કોભાંડ કેસમાં લાલુ પરિવારના સભ્યોને રાહત આપતા જામીન આપ્યા છે. આરજેડી સુપ્રીમો લાલુ યાદવ, બિહારના ઉપમુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ અને રાબડી દેવીને કોર્ટમાંથી જામીન મળી ગયા છે. ત્રણેય લોકોને 50 હજારના અંગત…
- નેશનલ
ED Raid: સંજય સિંહે દરોડો પાડવા પહોંચેલી ઇડીનું ઘરમાં આ રીતે સ્વાગત કર્યું, AAP એ ફોટો શેર કર્યો
દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે બુધવારે સવારે દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં આમ આદમી પાર્ટી (AAP) રાજ્યસભાના સાંસદ સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આ કેસના સંબંધમાં કેટલાક અન્ય લોકોના ઘરો પર પણ…
- નેશનલ
દિલ્હી પોલીસ પશ્ચિમ બંગાળના સાંસદો અને નેતાઓને ઢસડીને લઇ ગઈ, તૃણમૂલ કોંગ્રેસનો આરોપ
મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ આરોપ લગાવ્યો છે કે દિલ્હીમાં કેન્દ્ર પાસેથી ભંડોળની માંગણી અંગેના વિરોધ પ્રદર્શનના બીજા દિવસે પાર્ટીના સાંસદો અને નેતાઓ સાથે દિલ્હી પોલીસે દુર્વ્યવહાર કર્યો હતો. પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે નેતાઓને નિર્દયતાથી ઢસડવામાં આવ્યા.…
- મહારાષ્ટ્ર
Nanded hospital death case: શિવસેનાના સાંસદ હેમંત પાટીલ પર એટ્રોસિટીનો ગુનો દાખલ
નાંદેડ: નાંદેડની સરકારી હોસ્પિટલમાં દર્દીઓના મૃત્યુની ઘટના બાદ શિવસેનાના સાંસદ હેમંત પાટીલે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ સમયે હોસ્પિટમાં ફેલાયેલી ગંદકી અને અસ્વચ્છતા જોઇને ભડકેલા હેમંત પાટીલે સીધા હોસ્પિટલના ડીન પાસે જ શૌચાલય સાફ કરાવ્યું હતું. ત્યારે હવે આ હરકત…
- સ્પેશિયલ ફિચર્સ
આજનું રાશિફળ (04-10-2023): આજનો દિવસ આ રાશિના જાતકો માટે રહેશે ઉત્તમ, ગણેશજીની રહેશે કૃપા
મેષ: આજનો દિવસ તમારા માટે ખૂશીયોથી ભરપૂર રહેશે. કાર્યક્ષેત્રે તમે તમારી મહેનત અને લગનથી સારું સ્થાન પ્રાપ્ત કરશો. લાંબા સમયથી અટકેલું કામ આજે પૂર્ણ થતાં તમારી ખૂશીનો પાર નહીં રહે. તમે કેટલીક વાતો પરિવારના લોકો સાથે શેર કરશો. જો ક્યાંક…