- ટોપ ન્યૂઝ
જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળો બે આતંકવાદીઓને ઠાર કર્યા, સર્ચ ઓપરેશ ચાલુ
જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાના અલશીપોરા વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. એન્કાઉન્ટર બાદ જમ્મુ-કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. કાશ્મીર પોલીસે…
- ઇન્ટરનેશનલ
‘યુદ્ધ હમાસે શરૂ કર્યું, પરંતુ તેને ખતમ અમે કરીશું’, ઇઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહુનો લલકાર
આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ પર રોકેટ મારો કર્યા બાદ 7મી ઓક્ટોબરથી ઈઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. અહેવાલ મુજબ આ 3 દિવસમાં પેલેસ્ટાઇનના ગાઝા અને વેસ્ટ બેંકમાં યુદ્ધના કારણે 704 લોકોના મોત થયા છે અને 2,616 લોકો ઘાયલ…
- સ્પેશિયલ ફિચર્સ
આજનું રાશિફળ (10-10-2023): આજે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે, જાણો આજનો મંગળવાર તમારી રાશિને કેવું ફળ આપશે
મેષ: આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામો લઇને આવશે. ઘરના વડિલો પ્રત્યે આદર અને સન્માન વધશે. ભાઇ બહેનો વચ્ચે પ્રેમ વધશે. તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. તમને તમારા કુટુંમ્બના કોઇ સભ્ય પાસેથી સારા સમાચાર સાંભળવા મળશે. જો તમે કોઇ…
- નેશનલ
ડોક્ટરોએ સાઈન બોર્ડથી લોકોને ભ્રમિત ન કરવા જોઈએ, મેડિકલ કમિશનની ડોકટરોને સલાહ
નેશનલ મેડિકલ કમિશન(NMC) એ તેના કેટલાક નિર્ણયોની એક ઈ-બુકલેટ બહાર પાડી છે, જેમાં કમીશનને પહેલાં મળેલી ફરિયાદો પર ડૉક્ટરોની તરફેણમાં કે વિરુદ્ધમાં નિર્ણયો આપવામાં આવ્યા છે. જેના એક ભાગમાં કહેવામાં આવ્યું છે કે ડોક્ટરોએ મોટા સાઈનબોર્ડ ન લગાવવા જોઈએ, કેમિસ્ટની…
- ઇન્ટરનેશનલ
પેલેસ્ટાઈન બાદ હવે લેબેનને ઈઝરાયલ પર રોકેટ છોડ્યા, ઈઝરાયલનો વળતો જવાબ
ઇઝરાયલ અને પેલેસ્ટાઇન સંઘર્ષ વચ્ચે ઇઝરાયલ પર ઉત્તર તરફથી પણ હુમલાનો કરવામાં આવ્યો છે. પાડોશી દેશ લેબનન તરફથી ઇઝરાયેલના કેટલાક વિસ્તારો પર મિસાઇલો અને મોર્ટાર છોડવામાં આવ્યા હતા. અહેવાલો મુજબ લેબનોન તરફથી છોડવામાં આવેલી મિસાઈલો માઉન્ટ ડોવ વિસ્તારમાં પડી હતી.…
- નેશનલ
હિંદુ રાષ્ટ્રવાદની વાત કરનારાઓ નેપાળ જઈ શકે, તુષાર ગાંધીનું વિચિત્ર નિવેદન
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ શનિવારે દેશમાં ‘હિંદુઓ જોખમમાં છે’ અને રામ મંદિર જેવા મુદ્દાઓ પર રાજકારણ કરી સત્તા પર આવતી સરકારો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે કેટલાક બૌદ્ધિકો હિંદુ રાષ્ટ્રવાદની વાત કરી રહ્યા છે. મારા મતે…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયેલ પેલેસ્ટાઇન સંઘર્ષ અંગે આજે યુએનની સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠક, ઇસ્લામિક દેશોએ હમાસને સમર્થન આપ્યું
પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠન હમાસે ગઈકાલે શનિવારે વહેલી સવારે ઈઝરાયેલના શહેરો પર લગભગ 5,000 રોકેટ છોડ્યા હતા. ત્યાર બાદ ઇઝરાયેલે યુદ્ધની સ્થિતિની જાહેરાત કરી હતી. યુદ્ધના ભયને ધ્યાનમાં રાખીને આજે રવિવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠક મળવાની છે. મીડિયા રિપોર્ટ્સ…
- નેશનલ
ઈસરો દરરોજ 100 થી વધુ સાયબર એટેકનો સામનો કરી રહ્યું છે: ઈસરો પ્રમુખ એસ સોમનાથ
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના અધ્યક્ષ એસ સોમનાથે એક કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે દેશની સ્પેસ એજન્સી દરરોજ 100થી વધુ સાઈબર એટેકનો સામનો કરી રહી છે. કોચી, કેરળમાં બે દિવસીય આંતરરાષ્ટ્રીય સાયબર કોન્ફરન્સ સી0સી0એનની 16મી આવૃત્તિના સમાપન સત્રમાં બોલતા એસ…
- નેશનલ
મહિલાઓ સામેના ગુનાના કેસોમાં અદાલતો સંવેદનશીલ બને તેવી અપેક્ષા: સુપ્રીમ કોર્ટ
એક કેસની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે નીચેની અદાલતોને સલાહ આપી હતી કે મહિલાઓ વિરુદ્ધ અપરાધ સંબંધિત મામલામાં અદાલતો સંવેદનશીલતા દાખવે. ઉત્તરાખંડ હાઈકોર્ટે એક પુરુષ અને તેની માતાને તેની પત્ની સાથે ક્રૂર વર્તન કરવા બદલ દોષી ઠેરવ્યા હતા, જેની સામે સુપ્રીમ…
- નેશનલ
દિવાળી પહેલા જ દિલ્હીમાં શ્વાસ લેવું બન્યું મુશ્કેલ, આનંદ વિહારમાં AQI 281
દિવાળીને હજુ એક મહિનો બાકી છે પરંતુ એ પહેલા દિલ્હીમાં હવાની ગુણવત્તા ખરાબ સ્તરે પહોંચી ગઈ છે. દિલ્હી સરકાર દાવો કરી રહી છે કે તેણે પ્રદૂષણ ઘટાડવા માટે એક્શન પ્લાન શરૂ કરી દીધો છે. દિલ્હી સરકારે કહ્યું કે અધિકારીઓને તબક્કાવાર…