- ઇન્ટરનેશનલ

શાંતિ સ્થપવા યુક્રેને પહેલ કરી; ઝેલેન્સકીએ રશિયાને વાટાઘાટો માટે પ્રસ્તાવ મોકલ્યો
કિવ: રશિયા અને યુક્રેન વચ્ચે સાડા ત્રણ વર્ષ પહેલા શરુ થયેલા યુદ્ધ(Russia-Ukraine war)ને કારણે બંને પક્ષે હજારો લોકોના મોત થયા છે અને વૈશ્વિક અર્થતંત્રને પણ માઠી અસર પહોંચી છે. આ યુદ્ધ રોકવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, યુએસ દ્વારા…
- સ્પોર્ટસ

WCL 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ; આ ભારતીય ખેલાડીઓએ રમવાનો ઇનકાર કર્યો
લંડન: વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની બીજી સીઝન હાલ યુકેમાં રમાઈ રહી (WCL 2025) છે, જેમાં નિવૃત થઇ ગયેલા દિગ્ગજ ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. આ સિઝનની પહેલી મેચ 18 જુલાઈના રોજ રમાઈ હતી, ટુર્નામેન્ટની ચોથી મેચ આજે 20 જુલાઈના રોજ…
- નેશનલ

મધ્યપ્રદેશ સરકારનો હિન્દીમાં MBBS પ્રોજેક્ટ ફેઈલ! ત્રણ વર્ષમાં એક પણ વિદ્યાર્થીએ પરીક્ષા ન આપી
ભોપાલ: કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિ અંતર્ગત ઉચ્ચ અભ્યાસ માતૃભાષામાં પણ મળી રહે એ માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. MBBSનો અભ્યાસ હિન્દી ભાષામાં થઇ શકે એ માટે મધ્યપ્રદેશમાં પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો હતો, જો કે તાજેતરના અહેવાલમાં જાણવા મળ્યું…
- ભુજ

સ્વચ્છ સર્વેક્ષણમાં ગાંધીધામનું શરમજનક પ્રદર્શન; રાષ્ટ્રીય સ્તરે આટલામા ક્રમે
ભુજ: ભારત સરકારે તજેતરમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25માં સ્વચ્છતા બાબતે શહેરોની રેકિંગ જાહેર કરી હતી. જેમાં કચ્છના ઔદ્યોગિક પાટનગર અને તાજેતરમાં મહાનગરપાલિકા બનેલા ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોને સાફ-સુથરું રાખવામાં વહીવટી તંત્ર સદંતર ઊણું ઊતર્યું હોવાનું સાબિત થયું છે. સફાઈના નામે દર મહિને…
- ઇન્ટરનેશનલ

કેનેડામાં વિમાન હાઇજેક થતા ખળભળાટ, અમેરિકાએ ફાઇટર જેટ રવાના કર્યા; જાણો પછી શું થયું
ઓટાવા: એવિએશન સેક્ટર છેલ્લા ઘણા સમયથી સતત ચર્ચામાં છે. એવામાં કેનેડાના વાનકુવર આઇલેન્ડ પ્રદેશમાંથી વિમાન હાઇજેક થઇ જતાં ખળભળાટ (Plane hijack in Canada) મચી ગયો હતો. એક નાનું વિમાન વાનકુવર ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ જઈ રહ્યું ત્યારે હાઈજેક થઇ ગયું હતું.…
- સ્પોર્ટસ

BCCI માટે IPL બની સોનાની ખાણ! BCCIની રેકોર્ડબ્રેક કમાણીમાં IPLનો સિંહફાળો
મુંબઈ: વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત અને લોકપ્રિય ક્રિકટ લીગ ઇન્ડિયન પ્રિમયર લીગ(IPL) બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI)ને જબરી કમાણી કારવાઈ રહી છે. તાજેતરમાં જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ નાણાકીય વર્ષ 2023-24 માટે BCCIએ રેકોર્ડતોડ 9,741.7 કરોડ રૂપિયાની આવક (BCCI revenue)…
- ઇન્ટરનેશનલ

અમેરિકામાં ટ્રમ્પ વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો! લાખો લોકો વિરોધ પ્રદર્શન માટે રસ્તા પર ઉતર્યા
વોશિંગ્ટન ડી સી: ગત ફેબ્રુઆરી મહિનામાં યુએસના રાષ્ટ્રપતિનું પદ સાંભળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક વિવાદાસ્પદ નિર્ણયો લઇ રહ્યા છે, જેના કારણે તેઓ સતત ચર્ચામાં રહે છે. રિપબ્લિકન ટ્રમ્પના સાશનના હજુ પાંચ મહિના જ વીત્યા છે, એવામાં યુએસના લોકોનો…
- નેશનલ

‘મારા જીજાજીને હેરાન કરવામાં આવી રહ્યા છે’ EDની કર્યવાહી સામે રાહુલ ગાંધીએ વાડ્રાનું સમર્થન કર્યું
નવી દિલ્હી: ગુરુગ્રામમાં એક જમીનના સોદા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસ બાબતે એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ(ED)એ કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ અને જાણીતા ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાને સામે ચાર્જશીટ દાખલ (ED charge sheet on Robert Vadra) કરી છે. તાજેતરમાં જ રોબર્ટ વાડ્રા દિલ્હીમાં…
- નેશનલ

દિલ્હી AAPના નેતા ફરી જેલમાં જશે! EDએ આ ત્રણ કૌભાંડ મામલે કેસ દાખલ કર્યા
નવી દિલ્હી: દિલ્હીમાં સત્તા ગુમાવ્યા બાદ આમ આદમી પાર્ટી(AAP)ની મુશ્કેલીઓ સતત વધી રહી છે. અહેવાલ મુજબ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ દિલ્હી આપના ત્રણ વરિષ્ઠ નેતાઓ સામે મની લોન્ડરિંગ કેસ દાખલ કર્યા (ED registered case against AAP leaders) છે. દિલ્હીમાં AAPના સાશન દરમિયાન…
- ઇન્ટરનેશનલ

ઇઝરાયલે ગાઝાના એક માત્ર કેથલિક ચર્ચ પર હુમલો કર્યો; ત્રણના મોત; નેતન્યાહૂએ માફી માંગી
નવી દિલ્હી: ઓક્ટોબર 2023થી ઇઝાયલી ડિફેન્સ ફોર્સિઝ(IDF) ગાઝામાં નરસંહાર કરી રહી છે, જેમાં લગભગ 59,000 પેલેસ્ટીનિયન નગરિકોના મોતની પુષ્ટિ થઇ છે, મૃતકોમાં 18,000 બાળકોનો સમાવેશ થાય છે. જયારે 2 લાખથી વધુ લોકો હજુ લાપતા છે, નાકાબંધીને કારણે હજારો લોકો ખોરાક…









