ઉત્તરકાશી ટનલ દુર્ઘટના: 5 દિવસથી ટનલમાં ફસાયેલા 40 કામદારો, બચાવ અભિયાનમાં હજુ 2-3 દિવસ લાગશે
દહેરાદૂન: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન ટનલનો એક ભાગ ધરાશાયી થતા 40 કામદારો પાંચ દિવસથી ફસાયેલા છે. 12 નવેમ્બરની સવારે ટનલનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. અંદર ફસાયેલા મજૂરોને બહાર કાઢવા માટે ગુરુવારે સવારે અમેરિકન ઓગર મશીન લગાવીને નવેસરથી બચાવ કામગીરી…
- ટોપ ન્યૂઝ
ED એ ન્યૂઝક્લિક ફંડિંગ કેસમાં વિદેશ મંત્રાલયના માધ્યમથી નેવિલ રોય સિંઘમને સમન્સ પાઠવ્યું
નવી દિલ્હી: કથિત ન્યૂઝ ક્લિક ફંડિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અમેરિકન કરોડપતિ નેવિલ રોય સિંઘમને વિદેશ મંત્રાલય દ્વારા સમન્સ મોકલ્યા છે. નેવિલ રોય હાલમાં ચીનમાં છે. દિલ્હીની એક કોર્ટે ED માટે લેટર ઓફ રોગેટરીનો જાહેર કર્યો હતો. અગાઉ ચીને સિંઘમને સમન…
- ટોપ ન્યૂઝ
રાજસ્થાનને ભાજપની રેવડી: મેનિફેસ્ટોમાં 12 પાસ માટે સ્કૂટી, કેજીથી પીજી સુધીનું મફત શિક્ષણની ઘોષણા
જયપુર: ભારતીય જનતા પાર્ટીના વડા જગત પ્રકાશ નડ્ડાએ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. ભાજપે મેનિફેસ્ટોને વિકાસનો રોડમેપ ગણાવ્યો છે. ભાજપનો મેનીફેસ્ટો જાહેર કરતા નડ્ડાએ કહ્યું કે તેમની પાર્ટી દરેકને સમર્થન આપશે અને રાજ્યમાં દરેકનો વિકાસ કરશે.…
- ટોપ ન્યૂઝ
અશ્નીર ગ્રોવરે કરોડો રૂપિયાના નકલી ઇનવોઇસ બનાવીને છેતરપિંડી કરી હતી
દિલ્હી: ભારતીય ફિનટેક કંપની BharatPeના કો-ફાઉન્ડર અને ભૂતપૂર્વ CEO અશ્નીર ગ્રોવરની મુશ્કેલીઓ વધી શકે છે. દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સીસ વિંગ (EOW) અશ્નીર ગ્રોવર અને તેની પત્ની માધુરી જૈન ગ્રોવર સામે છેતરપિંડીના આરોપોની તપાસ કરી રહી છે. આ તપાસના આધારે દિલ્હી…
- નેશનલ
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા, અહિયાં જ ટનલમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે
દહેરાદૂન: મધ્યરાત્રિએ જ્યારે લોકો ગાઢ ઊંઘમાં હતા ત્યારે ઉત્તરાખંડના ઉત્તરકાશી વિસ્તારની આસપાસ ધરતી ધ્રુજી હતી. ઉત્તરકાશી આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.1 માપવામાં આવી હતી. જો કે…
- નેશનલ
‘પોતાનું શાસન સ્થાપિત કરીશું’ મણીપુરના આદિવાસી સંગઠની ચેતવણી
ઇમ્ફાલ: મણિપુરમાં કુકી-જો આદિવાસીઓની અગ્રણી સંસ્થા ઈન્ડિજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (આઈટીએલએફ) એ બુધવારે સ્વ-શાસિત અલગ વહીવટ સ્થાપવાની ચેતવણી ઉચ્ચારી હતી. સંગઠને બુધવારે એવી ચેતવણી આપી હતી કે જ્યાં આ આદિવાસીઓ બહુમતીમાં છે તેવા વિસ્તારોમાં અલગ સ્વ-શાસિત વહીવટીતંત્ર સ્થાપશે. સંગઠને કહ્યું…
- નેશનલ
જ્ઞાનવાપી ASI સર્વેઃ આજે જ્ઞાનવાપીમાં વૈજ્ઞાનિક સર્વે પૂર્ણ થશે, આવતીકાલે કોર્ટમાં રિપોર્ટ રજૂ કરાશે
વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં આર્કીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા(ASI)ના સર્વેનું કામ આજે પૂર્ણ થશે. શુક્રવારે ASI વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સીલબંધ પરબિડીયામાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે. ASIએ કલેક્ટર કચેરીની તિજોરીમાં સંકુલની અંદરથી મળેલા 250 થી વધુ અવશેષો સુરક્ષિત રાખ્યા છે. ASI આજે અન્ય…
- ઇન્ટરનેશનલ
એક વર્ષ બાદ શી જિનપિંગ અને જો બાઈડેન વચ્ચે બેઠક થઇ, તાઈવાન મુદ્દે થઇ ચર્ચા
વોશીંગ્ટન ડીસી: યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ચીનાના રાષ્ટ્રપતિ શી જિનપિંગ લગભગ એક વર્ષ પછી બુધવારે પ્રથમ વખત સામસામે મળ્યા હતા. બંને નેતાઓની મુલાકાત એશિયા-પેસિફિક ઈકોનોમિક કોઓપરેશન સમિટ દરમિયાન સાન ફ્રાન્સિસ્કોના ફિલોલી એસ્ટેટમાં થઈ હતી. બંને નેતાઓની આ મુલાકાત એવા…
ઉત્તરકાશી ટનલ દુર્ઘટના: કામદારોને બચાવવા નવા એડવાન્સ મશીનથી ડ્રિલિંગ શરુ, આજે સફળતાની આશા
દેહરાદુન: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારા અને દાંડલગાંવ વચ્ચે નિર્માણાધીન ટનલનો એક ભાગ રવિવારે વહેલી સવારે ધરાશાયી થતા 40 જેટલા કામદારો ફસાયા છે. કામદારોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશનમાં ભૂસ્ખલનને કારણે સાતત બાધાઓ આવી રહી છે. ટેકનિકલ નિષ્ણાતોના જણાવ્યા…
- નેશનલ
ચંદ્રયાન-3ના લોન્ચ વ્હીકલનો અનિયંત્રિત ભાગ પૃથ્વીના વાતાવરણમાં પરત ફર્યો: ઈસરો
બેંગલુરુ: ગત 14 જુલાઈના રોજ ચંદ્રયાન-3 અવકાશયાનને નિયુક્ત ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક છોડ્યા બાદ એલવીએમ-૩ એમ-4 લોન્ચ વ્હીકલનો ‘ક્રાયોજેનિક’ ઉપરનો ભાગ ગઈ કાલે બુધવારે પૃથ્વીના વાતાવરણમાં અનિયંત્રિત થઈને પરત ફર્યો હતો. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ અંગે જાણકારી આપી હતી. ઈસરોના…