- ટોપ ન્યૂઝ
સપા નેતા આઝમ ખાનના ઠેકાણાઓ પર આવકવેરા વિભાગના દરોડા, 6 જગ્યાએ તપાસ ચાલુ
આવકવેરા વિભાગે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી (સપા)ના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેબિનેટ પ્રધાન આઝમ ખાનના ઘર સહીત અન્ય સ્થળોએ દરોડા પડ્યા છે. આ દરોડા અલ જૌહર ટ્રસ્ટ મામલે પાડવામાં આવ્યા છે. આવકવેરા વિભાગે રામપુર, લખનૌ, સહારનપુર, ગાઝિયાબાદ, સહારનપુરમાં દરોડા પાડ્યા…
- ટોપ ન્યૂઝ
ભાવનગરની બસનો રાજસ્થાનના ભરતપુરમાં અકસ્માત, 11નાં મોત અને 12 ઘાયલ
ભાવનગરથી મથુરા જઈ રહેલી બસને આજે વહેલી સવારે રાજસ્થાનના ભરતપુરમાં ગમખ્વાર અકસ્માત નડ્યો હતો, આ અકસ્માતમાં ગુજરાતના 11 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં 6 મહિલાઓ અને 5 પુરૂષોનો સમાવેશ થાય છે. ઘાયલોને…
- નેશનલ
જુનૈદ-નાસિર હત્યા કેસ: હરિયાણા પોલીસે ગૌરક્ષક મોનુ માનેસરની ધરપકડ કરી
હરિયાણાના ભિવાનીમાં રાજસ્થાનના બે લોકો નાસિર અને જુનૈદનું અપહરણ અને હત્યા કેસમાં આરોપી મોનુ માનેસરની હરિયાણા પોલીસે ધરપકડ કરી છે. ગૌ રક્ષક મોનુ માનેસર હરિયાણાના નૂહ વિસ્તારમાં હિંસા ભડકાવવાના કેસમાં પણ આરોપી છે. હરિયાણા પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું…
- ટોપ ન્યૂઝ
ડીઝલ કાર થશે મોંઘી, નીતિન ગડકરીએ 10 ટકા વધારાનો GST લાદવાનો પ્રસ્તાવ મૂક્યો
ટૂંક સમયમાં ભારતમાં ડીઝલ એન્જિન વળી કાર ખરીદવાનું મોંઘુ થઈ શકે છે. ડીઝલ વાહનો પર ટૂંક સમયમાં 10 ટકાનો વધારાનો ટેક્સ લાદવામાં આવી શકે છે. કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ ડીઝલ એન્જિન વાહનો પર 10 ટકા GST લાદવાનો પ્રસ્તાવ…
- આપણું ગુજરાત
ભાવનગર અને જામનગરને પણ મળ્યા નવા મેયર, આ નેતાઓને સોંપાઈ શહેરની કમાન
ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોની ટર્મ પૂર્ણ થતાં આગામી અઢી વર્ષની ટર્મ માટે નવા હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે.ભાવનગરના નવા મેયર તરીકે ભરત બારડ અને ડેપ્યુટી મેયર તરીકે મોના પારેખની વરણી કરવામાં…
- નેશનલ
Land For Job Scam: લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ વધી શકે છે, નવી ચાર્જશીટ માટે CBIને મળી મંજૂરી
RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ વધી શકે છે. સીબીઆઈએ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટને માહિતી આપી કે નોકરી માટે જમીન કૌભાંડ કેસમાં ભૂતપૂર્વ કેન્દ્રીય રેલ્વે પ્રધાન લાલુ પ્રસાદ યાદવ સામે નવી ચાર્જશીટ દાખલ કરવા ગૃહ મંત્રાલયે મંજુરી આપી દીધી છે.…
- નેશનલ
કેરળ હાઈકોર્ટે RSSને મંદિરમાં શાખા સ્થાપવા રોક લગાવી, હથિયારોની તાલીમ પર પ્રતિબંધ
કેરળ હાઈકોર્ટે ગઈ કાલે સોમવારે કહ્યું કે તિરુવનંતપુરમ જિલ્લાના સરકારા દેવી મંદિરના પરિસરમાં કોઈ સામુહિક કસરત અથવા હથિયારોની તાલીમની મંજૂરી આપવામાં નહિ આવે. મંદિરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રશિક્ષણ શિબિર વિરુદ્ધ બે શ્રદ્ધાળુઓએ અરજી કરી હતી. તેમનું કહેવું છે કે…
- આપણું ગુજરાત
સુરત અને રાજકોટને મળ્યા નવા મેયર, સુરતમાં દક્ષેશ માવાણી અને રાજકોટમાં નયના પેઢડિયાને કમાન સોંપાઈ
સુરત અને રાજકોટને નવા મેયર મળ્યા છે. સુરત મહાનગરપાલિકાના 38માં મેયર પદે દક્ષેશ માવાણીની વરણી કરવામાં આવી છે. જયારે રાજકોટમાં મેયર પદ માટે નયનાબેન પેઢડિયાને જાહેર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ગઈ કાલે સોમવારે અમદાવાદ અને વડોદરાના નવા મેયરની…
- નેશનલ
મોરોક્કોમાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 2800થી વધુ લોકોના મોત
મોરોક્કોમાં ગત શુક્રવારે આવેલા છ દાયકાના સૌથી ભયંકર ભૂકંપે વિનાશ વેર્યો, ભૂકંપને કરને મૃત્યુઆંક 2800ને પાર પહોંચ્યો છે. રાહત અને બચાવ દળો કાટમાળ નીચે દબાયેલા જીવિત લોકોની શોધી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ આશંકા વ્યક્ત કરી છે કે આ ભયાનક દુર્ઘટનામાં…
- નેશનલ
લીબિયામાં ડેનિયલ વાવાઝોડાએ વિનાશ વેર્યો, ડેરના શહેરમાં બે હાજર થી વધુના મોત, સેંકડો લાપતા
આફ્રિકા ખંડના ઉત્તરભાગમાં આવેલા દેશ લિબિયામાં વિનાશક વાવાઝોડા અને ત્યાર બાદ પૂરના કારણે ભારે તારાજી સર્જાઈ છે. દેશના પૂર્વી દરિયાકાંઠાના શહેરોમાં પૂરને કારણે બે હજારથી વધુ લોકોના મોત થયા છે અને હજુ પણ હજારો લોકો લાપતા છે. લિબિયના સૈન્યએ એ…