- મનોરંજન
મંગલ બેલા આઈઃ દીકરીના લગ્ન પ્રસંગે આમિર-રીનાનું ઘર ફૂલો અને રોશનીથી ચમક્યું, આ તારીખે ગ્રાન્ડ રિસેપ્શન
નવી દિલ્હીઃ આમિર ખાન અને રીના દત્તાની દીકરી ઈરા ખાન 3 જાન્યુઆરીએ એટલે કે આવતીકાલે લગ્નના બંધે બંધાઈ રહી છે. સ્વાભાવિક રીતે શુભ દિવસો આવ્યા છે ત્યારે માતા-પિતાના ઘરે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આમિર અને રીનાના મુંબઈના ઘરને ફૂલો…
- આપણું ગુજરાત
weather: કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નથી દેખાતું, આ છે કારણ
અમદાવાદઃ સરદાર વલ્લભભાઈ પટેલનું ભવ્ય સ્મારક કેવડીયામાં એન્ટર થતા જ દેખાય જાય છે, પરંતુ હાલમાં તો આ પરિસરની નજીકથી પણ નથી દેખાતું અને તેનું કારણ બીજું કંઈ નહીં, પણ ગાઢ ધુમ્મસ છે. કેવડીયા સહિત ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વહેલી સવારથી…
- નેશનલ
રામ મંદિરને મુદ્દે આજે BJP-RSSની મહત્વની બેઠક, લોકસભા ચૂંટણીની તૈયારીઓ પર પણ થશે ચર્ચા
નવી દિલ્હી: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ અને ચૂંટણીની તૈયારીઓને લઈને આજે બીજેપી હેડક્વાર્ટર ખાતે એક મહત્વપૂર્ણ બેઠક થવા જઈ રહી છે. આ બેઠકમાં બીજેપી અધ્યક્ષ…
- નેશનલ
Rammandir: માતાને પણ નથી બતાવી રામલલ્લાની મૂર્તિ, જાણો શિલ્પકાર વિશે
અયોધ્યાઃ અયોધ્યામાં ભગવાન રામના અભિષેક માટે કર્ણાટકના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજની પ્રતિમાની પસંદગી કરવામાં આવી છે. શિલ્પકાર યોગીરાજની માતાએ તેને ખુશીની ક્ષણ ગણાવી છે.મીડિયા સાથે વાત કરતા યોગીરાજની માતા સરસ્વતીએ કહ્યું, કે આ અમારા માટે ખુશીની ક્ષણ છે. હું તેને…
- નેશનલ
તો પ. બંગાળમાં ભત્રીજો સીએમ મમતાને પછાડી દેશે……..
કોલકાતાઃ તૃણમૂલ કોંગ્રેસની રચનાને સોમવારે 26 વર્ષ પૂર્ણ થયા છે. પક્ષમાં હવે એવી ચર્ચા ચાલી રહી છે કે શું પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ યુવા પેઢી માટે રસ્તો બનાવવો જોઈએ? મુખ્ય પ્રધાન મમતા બેનરજી અનુભવી નેતાઓને ટેકો આપી રહ્યા છે જ્યારે તેમના…
- ટોપ ન્યૂઝ
દેશમાં ટ્રક-બસ ડ્રાઇવરની હડતાળને કારણે જીવન જરૂરી ચીજ વસ્તુઓના પુરવઠાને અસર
અમદાવાદઃ દેશભરમાં ડ્રાઇવર હડતાળ પર ઉતર્યા છે અને ઠેર ઠેર ચક્કાજામ જેવી સ્થિતિ છે. સરકારે બહાર પાડેલા નવા કાયદાનો વિરોધ કરવા માટે ડ્રાઇવર્સે રાષ્ટ્રવ્યાપી હડતાળ જાહેર કરી છે અને સરકાર કાયદામાં કરેલી નવી જોગવાઈ રદ કરે તેવી માગણી કરી છે.…
- નેશનલ
કોણ છે એ લોકો જેઓ રૂ. 9330 કરોડના મૂલ્યની રૂ. 2000ની નોટો દબાવીને બેઠા છે? આરબીઆઇએ જાહેર કર્યા આંકડા
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા લગભગ 8 મહિના પહેલા દેશમાં 2000 રૂપિયાની ગુલાબી નોટો ચલણમાંથી હટાવી લેવામાં આવી હતી, પરંતુ હજુ સુધી આરબીઆઇ પાસે 100 ટકા નોટ પાછી આવી નથી. RBI એ 2000 રૂપિયાની આ નોટોને લઈને અપડેટ…
- સ્પોર્ટસ
યાદ કીયા દિલ ને… : દેશનો સૌથી સ્ટાઈલિસ્ટ ક્રિકેટર જે ક્રિકેટના મેદાનમાં જ…
ઘણા લોકોનું જીવન ખૂબ જ ટૂંકુ હોય છે તે લાંબુ જીવતા નથી, પરંતુ લોકોના હૃદયમાં હંમેશાં વસેલા રહે છે. ક્રિકેટરોમાં પણ ઘણા એવા ક્રિકેટર્સ છે જેમણે ભલે ઓછી મેચ કે ઓછી ઈનિંગ્સ રમી હોય પણ તે એવી રમી હોય કે…
- ટોપ ન્યૂઝ
Japan earthquake: જાપાનમાં ભૂકંપના 155 ઝટકા બાદ ગંભીર સુનામીનો ખતરો
ટોક્યોઃ જાપાનમાં નવા વર્ષની શરૂઆત જોરદાર ભૂકંપ સાથે થઇ છે, જેમાં 18 કલાકમાં 155 ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેમાં 7.6ની તીવ્રતાના આંચકા અને 6થી વધુની તીવ્રતાના આંચકાનો સમાવેશ થાય છે. મોટાભાગના ભૂકંપની તીવ્રતા 3 થી વધુ હતી. મોટી વાત એ…