- જામનગર

જામનગરમાં સયાણા ગામમાં જૂથ અથડામણમાં એક આધેડનું મોત, સખત બંદોબસ્ત
અમદાવાદઃ જામનગરના સયાણા ગામમાં બે જૂથ વચ્ચે સંઘર્ષ થયો હતો. બન્ન જૂથની હિંસક અથડામણમાં એક આધેડે જીવ ગુમાવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ ઘટનામાં પૈસાની લેતીદેતી મામલે બે જૂથ સામસામે આવી ગયા હતા અને હુમલાખોરોએ પાઈપ અને હથિયારો વડે એક…
- અમદાવાદ

આ બે દિવસ અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ બોરીવલી સ્ટેશન ઊભી નહીં રહે
અમદાવાદઃ બોરીવલીથી અમદાવાદ આવવાનો તમારો આ મહિનામાં પ્લાન હોય અને તમે અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસમાં આવવાનો વિચાર કરતા હો, તો આ ન્યૂઝ તમારી માટે છે.અમદાવાદ રેલવે મંડળના જણાવ્યા અનુસાર કાંદિવલી-બોરીવલી સેક્શન પર છઠ્ઠી લાઇનનું કામ પૂર્ણ કરવા માટે ૧૮ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી…
- અમદાવાદ

ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સાયબર હુમલાઓ સામે સજ્જ કરવા ટાસ્ક ફોર્સ
અમદાવાદઃ રાજ્યના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સાયબર હુમલાઓ સામે સજ્જ કરવા માટે રાજ્ય સરકારે કોર કમિટી અને ટાસ્કફોર્સની રચના કરી છે. આ કોર કમિટી અને ટાસ્કફોર્સ રાજ્યના ઊર્જા ક્ષેત્રમાં સાયબર સુરક્ષા અંગે જરૂરી કામગીરી, તાલીમ, વિવિધ સંસ્થાઓની ભાગીદારી અને સાયબર જાગરૂકતા કાર્યક્રમો…
- અમદાવાદ

સોના,ચાંદી, મિલકત વગેરેની તપાસ કરતા ઈડીને જે જાણમાં આવ્યું તે તમારે પણ જાણવા જેવું
અમદાવાદઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ઝોનલ ઓફિસે ગુજરાતમાં એક મોટા શેરબજાર રોકાણ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો, જેમાં રોકાણકારોને અવાસ્તવિક રીતે ઊંચા વળતરનું વચન આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. ઈડી (ED)એ છેતરપિંડી કરેલા નાણાને સોના, ચાંદી, રોકડ અને સ્થાવર મિલકતો…
- અમદાવાદ

પોલીસની નોકરી આપવાના બહાને કરોડો ઉઘરાવનાર ડ્રામેબાજ ઝડપાયો
અમદાવાદઃ નવાગામના પશુપાલક પાસેથી છેતરામણી કરી રૂ. 1.48 કરોડ જેવી માતબર રકમ પડાવી લેનારા વિવેક ઉર્ફે વિક્કીને પાલીતાણા ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો હતો. વિક્કી આઈપીએસ ઓફિસર બની રોબ જમાવતો હતો અને પોતાની આસપાસ બાઉન્સર રાખી બહુ મોટો અને વગદાર અધિકારી…
- મનોરંજન

ફિલ્મ નિર્દેશક રાજકુમાર સંતોષીને કોર્ટે વિદેશ જવાની પરવાનગી આપી
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે ફિલ્મ ડિરેક્ટર રાજકુમાર સંતોષીને 5 જાન્યુઆરી સુધી વિદેશ પ્રવાસની છૂટ આપી હતી. સંતોષીની ફિલ્મ લાહોર 1947ના પ્રમોશન માટે આ રાહત તેમને મળી હતી. કોર્ટે ડિરેક્ટરની ચેક રિટર્ન કેસમાં બાકી રહેલી રકમ જમા કરવા પણ ફરમાન કર્યું હતું.…
- આપણું ગુજરાત

ગુજરાતમાં એક વર્ષમાં 500 કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ…
અમદાવાદઃ સિવિલ મેડિસીટીની કિડની ઈન્સ્ટિટ્યૂટે નવો વિક્રમ સ્થાપિત કરતાં વર્ષ 2025માં 500 કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું હતું.ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ સતત કાર્યરત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝિસ એન્ડ રીસર્ચ સેન્ટર એક જ વર્ષમાં ૫૦૦…
- અમદાવાદ

જામનગરમાં રાજકીય અદાવતમાં એક કોર્પોરેટરે બીજા કોર્પોરેટર પર કર્યો જીવલેણ હુમલો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ સૌરાષ્ટ્રના શાંત શહેરોમાં ગણાતા જામનગરમાં ગુનાખોરી વધી રહી હોય તેમ જણાઈ રહ્યું છે. અહીં બે કોર્પોરેટર વચ્ચેની અદાવતનો એક કિસ્સો બહાર આવ્યો છે, જેમાં જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના પૂર્વ નેતા અને હાલમાં જ આમ આદમી પક્ષમાં જોડાયેલા કોર્પોરેટર…
- વડોદરા

વડોદરામાં અજાણ્યા વાહને ટક્કર મારતા સ્કૂટરસવાર બે યુવાનના ઘટનાસ્થળે જ મોત
અમદાવાદઃ વડોદરાના ડેસર તાલુકામાં અકસ્માતની ઘટનામાં બે યુવાનના મોત થયા હતા. અહીંના અમરેશ્વર ગામ પાસે સ્કૂટર પર જતા બે યુવાનને હડફેટે લીધા હતા અને બન્નેના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાઈ…









