- સુરત

સુરતનો પરિવાર લગ્નમાં મગ્ન હતો ત્યારે ચોર 9 લાખની માલમત્તા લઈ ભાગી ગયો
અમદાવાદઃ સુરતમાં એક પરિવારના લગ્નના આનંદમાં ખલેલ પડી હતી કારણ કે પરિવારના રૂ. 9 લાખ જેટલી કિંમતના સોનાના દાગીના અને રોકડ ભરેલો થેલો ચોરાઈ ગયો હતો. અહીંના સણિયા-હેમાદ ગામના એક ફાર્મમાં લગ્ન આયોજિત કરવામાં આવ્યા હતા. અહીં રૂ. 9.7 લાખની…
- અમદાવાદ

આંતરારાજ્ય સાઈબર ફ્રોડ કેસમાં ભાવનગરના એનએસયુઆઈ પ્રમુખની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદઃ શહેરની સાયબર ક્રાઇમ શાખાએ ભાવનગર જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ અર્શમાન ખાન જોરાવર ખાન શુક (બલુચ) ની ધરપકડ કરી હતી, જે કથિત રીતે આંતરરાજ્ય સાયબર છેતરપિંડીના ગુનામાં સંકળાયેલો છે. અર્શમાનએ કથિત રીતે આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ સિન્ડિકેટને બેંક ખાતા…
- અમરેલી

વિદ્યાર્થીઓને હતાશામાંથી બહાર કાઢતાં શિક્ષિકાએ આત્મહત્યા કરી લેતા ચકચાર
અમરેલી: સૌરાષ્ટ્રના ઉનામાં એક ખૂબ જ દુઃખદ બનાવ બન્યો હતો. અહીંના જાફરાબાદની સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી 30 વર્ષીય મહિલા કાજલ તેજાભાઈ વાઢેર કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો. મહત્વની વાત તો એ છે કે કાજલબેન મનોવિજ્ઞાનના વિદ્યાર્થી રહી ચૂક્યા…
- ભાવનગર

ભાવનગરમાં માતાનાં કથિત પ્રેમસંબંધે 17 વર્ષીય સગીરનો જીવ લીધો
અમદાવાદઃ ભાવનગર જિલ્લામાં બનેલી એક ઘટનામાં માતાના કથિત પ્રેમસંબંધનો ભોગ 17 વર્ષીય કિશોર બન્યો હતો. જિલ્લાના મહુવામાં આવેલી માલણ નદીના કિનારે કૂવામાંથી એક સગીરની લાશ મળી આવી હતી. આ કેસમાં ફરિયાદ બાદ પોલીસ તપાસ થતાં હાલમાં માતાના પ્રેમીએ હત્યા કર્યાનું…
- અમદાવાદ

પોલીસકર્મી પત્ની પર પેટ્રોલ છાંટી, માતા સાથે રૂમમાં પૂરી ગેસનો નૉબ ખુલ્લો મૂક્યો અને…
અમદાવાદઃ ભુજ શહેરના એરપોર્ટ રોડ પર ૩૬ ક્વાર્ટર નામના પોલીસ રહેણાંક વિસ્તારમાં રહેનારાં કોન્સ્ટેબલ પતિએ તેની કોન્સ્ટેબલ પત્ની પર પેટ્રોલ છાંટી, સાસુ (પત્નીની માતા) સાથે રૂમમાં બંધ કરીને રાંધણ ગેસના ચુલાના નોબ ચાલુ કરીને નાસી છૂટ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર…
- અમદાવાદ

ધોરડોના શ્વેત રણ અને રોડ ટુ હેવન આસપાસના પ્રાકૃતિક વિસ્તારને ‘નો સ્પિટિંગ ઝોન’ જાહેર કરાયો
અમદાવાદઃ ટુરિસ્ટ હોટસ્પોટ બની ચૂકેલું ધોરડોનું સફેદ રણ અને આ રણને પુરાતન શહેર ધોળાવીરા સાથે જોનારા અદભુત રોડ ટુ હેવન આસપાસના વિસ્તારોનું પ્રાકૃતિક સૌદર્ય જળવાઇ રહે તે માટે કચ્છ કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને આ બંને વિસ્તારોને આગામી ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૬…
- અમદાવાદ

બાવળા-બગોદરા હાઈ વે પર અકસ્માતમાં ચારના જીવ ગયા
અમદાવાદઃ અમદાવાદ નજીક આવેલા બાવળા-બગોદરા હાઈ વે પર રામનગર નજીક પિક અપ વેન અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં ચાર જણના મોત નિપજ્યા હતા જ્યારે બેને ઈજા થઈ હતી. ગુરવારે સવારે કેટરિંગ સર્વિસની એક પિકઅપ વેન રોડ પર ઊભેલી ટ્રકમાં ઘુસી જતા…
- વડોદરા

વડોદરાના જાહેર બગીચાઓમાં રજિસ્ટ્રેનનના નિયમથી નાગરિકો નારાજ, કૉંગ્રેસે વિરોધ નોંધાવ્યો
અમદાવાદઃ વડોદરામાં જાહેર બગીચાઓમાં આવતા તમામ મુલાકાતીઓને પોતાની માહિતી આપી, રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ પ્રવેશ આપવાની મહાનગરપાલિકાના નિયમને નાગરિકોએ વખોડી કાઢ્યો છે. બુધવારથી અહીંના ચાર જાણીતા બગીચા કમાટીબાગ, હરણી બાગ, ગોત્રી બાગ અને લાલબાગમાં આ રજિસ્ટ્રેશનનો નિયમ લાગુ પાડવામાં આવ્યો હતો.…
- ગીર સોમનાથ

ગીર-ગઢડા તાલુકામાં બે વર્ષની બાળકીને સિંહણે ફાડી ખાધી, બે દિવસમાં ત્રીજી ઘટના
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ સાસણ-ગીર, અમરેલી અને નજીકના વિસ્તારોમાં સિંહ દ્વારા શિકાર કરવાના કિસ્સા વધી રહ્યા છે. મંગળવારે અમરેલીના બગસરામાં એક પાંચ વર્ષના બાળકને સિંહે ફાડી ખાધો હતો ત્યારે ફરી ગીર ગઢડામાં માત્ર બે વર્ષની બાળકીને સિંહણ ઉઠાવી ગઈ હતી અને…









