- નેશનલ
NCBએ તમિલનાડુના DMK નેતા અને ફિલ્મ પ્રોડ્યુસરની ડ્રગ્સ રેકેટ કેસમાં ધરપકડ
નવી દિલ્હી: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) ના પૂર્વ નેતા અને તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રોડ્યુસર જાફર સાદિકની 2,000 કરોડ રૂપિયાના ડ્રગ હેરફેરના રેકેટના સંબંધમાં ધરપકડ કરી છે. NCBએ આ ડ્રગ્સ રેકેટના અંગે ગયા મહિને પર્દાફાશ કર્યો…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
હિમાચલમાં નવાજૂનીના એંધાણ, કોંગ્રેસના 6 સહિત 11 બળવાખોર ધારાસભ્યો ઉત્તરાખંડ પહોંચ્યા, જાણો વિગત
શિમલા: હિમાચલ પ્રદેશના કોંગ્રેસના 6 બળવાખોર ધારાસભ્યો સહિત 11 ધારાસભ્યો ઉત્તરાખંડ પહોંચ્યા હોવાના સમાચાર મળ્યા છે, મીડિયા અહેવાલ મુજબ કોંગ્રેસના ધારાસભ્યો ઉપરાંત 3 અપક્ષ ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે. આ તમામ ધારાસભ્યોએ તાજેતરમાં થયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની તરફેણમાં મતદાન…
- નેશનલ
લોકસભા ચૂંટણી: ગુજરાત અને યુપી માટે કોંગ્રેસને સક્ષમ ઉમેદવાર મળી રહ્યાં નથી, જાણો શું છે કારણ?
કોંગ્રેસે જે પહેલું લિસ્ટ જાહેર કર્યું તેમાં ઉત્તર ભારતની લોકસભા સીટોના ઉમેદવારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, તેનું કારણ કોંગ્રેસ પાસે ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોની અછત છે. ઉત્તર પ્રદેશમાં ભાજપ અને તેના એનડીએ ગઢબંધનના સાથી પક્ષોએ ઉમેદવારો મેદાનમાં ઉતારવાનું શરૂ કર્યું…
- મહારાષ્ટ્ર
મહિલા દિવસઃ મહારાષ્ટ્ર સરકારે ચોથી મહિલા નીતિ કરી જાહેર…
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે રાજ્યની ચોથી મહિલા નીતિ જાહેર કરી હતી. ૧૯૯૪થી ૨૦૧૪ વચ્ચે જાહેર કરાયેલી ત્રણ નીતિ પછીની આ ચોથી નીતિ આઠ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને મહિલાઓના સર્વગ્રાહી અને સર્વસમાવેશક વિકાસનો હેતુ ધરાવે છે.…
- ઇન્ટરનેશનલ
શોકિંગઃ કેનેડામાં એક વિદ્યાર્થીએ ચાકુ વડે હુમલો કરીને છ લોકોની કરી હત્યા
ટોરોન્ટોઃ કેનેડાની રાજધાની ઓટાવામાં ચાકુ મારવાની એક ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. અહીં એક ઘરમાં વિદ્યાર્થીએ ચાકુ વડે હુમલો કરીને છ લોકોની હત્યા કરી હતી. ઓટાવા પોલીસે જણાવ્યું હતું કે શ્રી લંકાના ૧૯ વર્ષીય વિદ્યાર્થી પર તેની સાથે રહેતા શ્રી…
- સ્પોર્ટસ
હૅઝલવૂડે બે કિવી પ્લેયરની 100મી મૅચનું સેલિબ્રેશન બગાડ્યું
ક્રાઇસ્ટચર્ચ: કેન વિલિયમસન અને ટિમ સાઉધી અહીં શુક્રવારે કરીઅરની 100મી ટેસ્ટ રમવા મેદાન પર ઊતર્યા ત્યારે તેમનું બહુમાન કરાયું હતું અને હજારો પ્રેક્ષકોએ તાળીઓથી તેમને અભિનંદન આપ્યા હતા.જોકે શ્રેણીની બીજી ટેસ્ટમાં તેમનું એ સેલિબ્રેશન થોડી જ વારમાં ઉદાસીનતામાં ફેરવાઈ ગયું…
- સ્પેશિયલ ફિચર્સ
એલર્ટઃ તમે આ બીમારીથી પીડાતા હો તો પહેલા ફાસ્ટ ફૂડ છોડો અને કસરત કરવા લાગો!
દેશમાં કિડનીની બીમારીને લઈને એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. ઉંમર વધ્યા બાદ વૃદ્ધ અવસ્થામાં આવ્યા બાદ લોકો કિડનીની બીમારીથી પીડતા હતા, પણ હવે નાની ઉંમરે જ યુવાનોમાં કિડની સંબંધિત બીમારીઓનું પ્રમાણ વધવાથી આ મુદ્દે ડૉક્ટરોએ ચિંતા વ્યક્ત કરી છે.…
- નેશનલ
એલ્વિશ યાદવે ફરી કરી મારપીટ, સીસીટીવી ફૂટેજ વાઇરલ
નવી દિલ્હીઃ જાણીતો યુ-ટ્યુબર અને સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર એલ્વિશ યાદવ ફરી એક વાર વ્યક્તિ સાથે મારપીટ કરવા બદલ વિવાદમાં સપડાયો છે. તાજેતરમાં એલ્વિશ યાદવ ‘બિગ બૉસ’ 17ના વિજેતા મુનવ્વર ફારુકી સાથે ક્રિકેટ રમતો જોવા મળ્યો હતો. ત્યાર બાદ આ વાતને…
- નેશનલ
ભારતે સરહદે વધુ 10 હજાર સૈનિકો તૈનાત કરતા ચીનના પેટમાં તેલ રેડાયું, આપી આ ધમકી
ભારત અને ચીન વચ્ચે સરહદ પર ફરી એક વખત સંઘર્ષ થાય તેવી પરિસ્થિતી સર્જાઈ રહી છે. ચીન એક તરફ ભારતને ઉશ્કેરે છે અને પછી જ્યારે ભારત કોઈ જવાબી કાર્યવાહી કરે ત્યારે ધમકીઓ આપવા લાગે છે. છેલ્લા ચાર વર્ષથી, તેણે વાસ્તવિક…
- નેશનલ
ભાજપ અને ટીડીપીએ આગામી ચૂંટણીમાં સાથે રહેવાનું નક્કી કર્યું છે: ટીડીપીના નેતા રવીન્દ્ર કુમાર
નવી દિલ્હી: તેલુગુ દેસમ પાર્ટી (ટીડીપી)ના સિનિયર નેતા અને રાજ્યસભાના સાંસદ કે. રવીન્દ્ર કુમારે શુક્રવારે એવો દાવો કર્યો હતો કે ભાજપ, જનસેના અને તેમની પાર્ટી આગામી લોકસભાની ચૂંટણીમાં સાથે રહેશે અને તેની કાર્યપદ્ધતી નિર્ધારિત કરવામાં આવી રહી છે.ટીડીપીના અધ્યક્ષ એન.…