- નેશનલ
ન્યૂ યોર્કમાં દાયકાનો ભારે વરસાદ: હજારો નાગરિક અટવાયા
વરસાદને કારણે ન્યૂ યોર્ક જળબંબાકાર વરસાદનો કહેર: ન્યૂ યૉર્કના બ્રૂકલિન બૉરો ખાતે શુક્રવારે પૂરનાં પાણીનો નિકાલ કરી રહેલો માણસ. ભારે વરસાદે શુક્રવારે ન્યૂ યૉર્ક વિસ્તારને ધમરોળ્યો હતો જેને કારણે રસ્તાઓ, હાઈ વે અને સબવેમાં પાણી ભરાઈ ગયાં હતાં. (એજન્સી) ન્યૂ…
રાષ્ટ્રપતિ મુર્મૂએ મહિલા અનામત ખરડાને મંજૂરી આપી
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મહિલા અનામત ખરડાને મંજૂરી આપી છે. લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓને ૩૩ ટકા અનામત આપવાની ખરડામાં જોગવાઈ છે. રાષ્ટ્રપતિએ ગુરુવારે આ ખરડાને મંજૂરી આપી હતી તેવું કાયદા મંત્રાલયે ૨૯મી સપ્ટેમ્બરે બહાર પાડેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું…
વડા પ્રધાન મોદીએ સંકલ્પ સપ્તાહની શરૂઆત કરાવી
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ભારત મંડપમ ખાતેથી ‘સંકલ્પ સપ્તાહ’ની શરૂઆત કરાવી. ‘સંકલ્પ સપ્તાહ’ એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ (અઇઙ) ના અસરકારક અમલીકરણ સાથે સંકળાયેલ છે. આ ઉદઘાટન કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ લોકો સાથે વાત પણ કરી હતી. તેમણે કહ્યું કે…
‘પોક્સો’ ધારામાંની લઘુતમ વય નહિ ઘટાડવા કાયદા પંચની સલાહ
નવી દિલ્હી: કાયદા પંચે સરકારને બાળકો સામેના જાતીય ગુના રોકવા માટેના કાયદા ‘પ્રૉટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (પોક્સો)’ ઍક્ટમાંની ‘સંમતિ’ માટેની લઘુતમ વય ૧૮ વર્ષથી ઘટાડવા સામે ચેતવણી આપી હતી. કાયદા પંચે જણાવ્યું હતું કે ‘પોક્સો’ હેઠળ સંમતિ માટેની…
એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સમાં ૭૧ ટકાનો ઉછાળો
મુંબઈ: સેક્ધડરી માર્કેટ સુસ્ત હોવા છતાં મૂડીબજારમાં સારો ધમધમાટ ચાલી રહ્યો છે. વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં એસએમઇ આઇપીઓ ઇમર્જ ઇન્ડેક્સ ૭૧ ટકા વધ્યો છે જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ સમાન સમયગાળા દરમિયાન ૨૮ ટકા વધ્યો છે. નાના અને મધ્યમ કદના એન્ટરપ્રાઈઝની…
કચ્છમાં સ્વાઇન ફલૂની દસ્તક: ભુજ અને ધાણેટીમાં એક-એક દર્દીઓ સંક્રમિત
માસ્ક પહેરવાની તબીબોની સલાહ: તહેવારો બગડવાની ભીતિ સીમાવર્તી જિલ્લા કચ્છમાં એક તરફ ઋતુજન્ય રોગચાળો વકરી રહ્યો છે ત્યારે આજથી છ વર્ષ અગાઉ કાળો કેર વર્તાવનારા સ્વાઈન ફ્લૂનો પણ પગપેસારો થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે.જાણવા મળતી હકીકતો અનુસાર, ભુજ શહેર…
ગુજરાતની ૨૦૦થી વધુ ટ્રેનના સમયમાં ૧લી ઓક્ટોબરથી ફેરફાર
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: પશ્ર્ચિમ રેલવે દ્વારા ૧લી ઓક્ટોબરથી અમદાવાદ ડિવિઝનની મોટાભાગની ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં સાત ટ્રેનોના સમયમાં હાલના સમયની સરખામણીએ વહેલો સમય નક્કી કરવામાં આવ્યો છે, જયારે શરૂઆતના સ્ટેશનથી મોડી રવાના થનારી ૨૫ સહિત કુલ ૧૮૦થી…
અમદાવાદમાં નિર્માણાધીન ઇમારતના ૧૩મા માળથી પટકાતાં ત્રણ શ્રમિકનાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરના સરખેજ વિસ્તારમાં નિર્માણાધિન બિલ્ડિંગ સાઇટ પર ૧૩માં માળથી નીચે પટકાતા ત્રણ શ્રમિકનાં મોત નિપજ્યાં હતાં. મોડી રાતે સાઈટ પર કામ કરવાની પરમિશન હતી. સેફ્ટીનું ધ્યાન રખાયું હતું કે કેમ, તે તમામ સવાલો ઉઠ્યા છે. ઘટનાની જાણ…
ગુજરાતમાં ૨૬ હજાર કરોડથી વધુ ₹૨૦૦૦ની નોટ જમા થઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રૂ.૨૦૦૦ના મૂલ્યની ગુલાબી નોટ હવે ભૂતકાળ બની જશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આ નોટને ચલણમાંથી પરત ખેંચવા નિર્ણય લીધો હતો પરંતુ ચલણમાં જારી રાખી આ નોટ બૅન્કમાં જમા કરાવવા તારીખ ૩૦-૯-૨૦૨૩ની મુદત અપાઈ હતી. જે મુદત આજે…
ખાનગી શાળાઓની ફી વધારાની તૈયારી: નવી મર્યાદા નક્કી કરવા સરકારે કમિટી રચી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ખાનગી સ્કૂલોની ફી માટેના ફી રેગ્યુલેશન એક્ટ ૨૦૧૭ અંતર્ગત હાલના ફી મર્યાદાના સ્લેબમાં સુધારો કરવા માટે અનેકવાર સંચાલક મંડળે કરેલી રજૂઆતને પગલે સરકારે ફી સુધારા માટે કમિટી રચી છે. જેના રિપોર્ટ અને ભલામણોને આધારે સરકારે એક્ટ લાગુ…