Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 837 of 928
  • આમચી મુંબઈ

    ભાસ્કર ભોજકનું હાર્ટ એટેકથી નિધન

    ગુજરાતી રંગમંચનો યુવા તારલો ખરી પડ્યો દાહોદ (ગુજરાત) : દેશભરમાં યુવાનોમાં હાર્ટ એટેકથી મૃત્યુ થવાના કેસમાં દિન-પ્રતિદિન ઉછાળો આવી રહ્યો છે. હવે ગુજરાતના દાહોદમાં નાટક ભજવવા આવેલા ગુજરાતી રંગભૂમિના આશાસ્પદ યુવા કલાકારનું હાર્ટ એટેકથી અવસાન થતા લોકોમાં ગમગીનીનો માહોલ ફેલાઇ…

  • અંધેરીથી દહીસર સુધીમાં આવેલા નાળાઓની ભીંતોનું થશે સમારકામ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરી (પશ્ર્ચિમ)થી દહીસર સુધીમાં નાળાઓને લાગીને આવેલી ભીંત તૂટી પડવાનું પ્રમાણ વધી ગયું છે. તેથી આ દુર્ઘટનાઓને ટાળવા માટે તમામ ભીંતોનું સમારકામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં આવેલા નાળાઓના સમારકામની સાથે જ ભીંતના સમારકામ પાછળ…

  • માલગાડી ટ્રેક પરથી ખડી પડી દિવા સ્ટેશન પર પ્રવાસીઓનું રેલ રોકો

    થાણા: ગુડ્સ ટ્રેન પાટા પરથી ખડી પડતા બહારગામ જતી એક્સપ્રેસ ટ્રેન અટકાવી એના વિરોધમાં થાણા જિલ્લાના દીવા સ્ટેશન પર પ્રવાસીઓએ દેખાવો કરતા મધ્ય રેલવેની મેઈન લાઈન ત્રણ સર્વિસ ૪૫ મિનિટ માટે રવિવારે ખોરવાઈ ગઈ હતી એમ એક અધિકારીએ જણાવ્યું હતું.…

  • નવી મુંબઈ પાલિકાનું પ્રોપર્ટી ટેક્સનું લક્ષ્યાંક ૮૦૦ કરોડ રૂપિયા

    નવી મુંબઈ: સપ્ટેમ્બરના મધ્યભાગ સુધીમાં પ્રોપર્ટી ટેક્સ પેટે ૨૩૫ કરોડ રૂપિયા એકઠા કરવામાં નવી મુંબઈ મહા નગરપાલિકાને સફળતા મળી છે અને નાણાકીય વર્ષના અંત સુધીમાં નક્કી કરેલા લક્ષ્ય કરતાં વધુ કર વસૂલી કરવાની ધારણા છે. લેણી નીકળતી રકમ વસૂલ કરવા…

  • નેશનલ

    એશિયન ગેમ્સમાં ભારતે એક જ દિવસમાં જીત્યા ૧૫ મેડલ્સ

    સાબળેએ સ્ટીપલચેઝમાં ભારતને પ્રથમવાર ગોલ્ડ મેડલ અપાવ્યો વિઘ્નદોડમાં વિજયી: હોંગઝાઉમાં રમાઈ રહેલી ૧૯મી એશિયન ગેમ્સમાં ભારતના અવિનાશ મુકુંદ સાબળેએ પુરુષોની ૩,૦૦૦ મીટરની વિઘ્નદોડની ફાઈનલ જીતીને સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. (એપી) હોંગઝોઉ: ચીનના હોંગઝોઉમાં રમાઇ રહેલી એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન…

  • સપ્ટેમ્બરમાં જીએસટી કલેકશન ૧૦% વધ્યું

    નવી દિલ્હી: સપ્ટેમ્બર મહિનામાં ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (જીએસટી) કલેકશન ૧૦ ટકા વધીને રૂ. ૧.૬૨ લાખ કરોડનો આંકડો પાર કર્યો હતો. વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં કુલ ચાર વાર ૧.૬ લાખ કરોડનો આંકડો પાર થયો છે. સપ્ટેમ્બર મહિનામાં કુલ જીએસટી આવક…

  • હવે લંડનમાં ખાલિસ્તાનવાદીઓની આતંકી હરકત

    શીખ રેસ્ટોરન્ટના માલિકની કાર પર ગોળીબાર, પરિવાર પર પણ હુમલો લંડન: લંડનના એક શીખ રેસ્ટોરન્ટના માલિકે દાવો કર્યો છે કે પશ્ર્ચિમ લંડનમાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ તેમની કાર પર ગોળી મારી હતી અને તોડફોડ કરી હતી. આ એ જ શીખ વ્યક્તિ છે…

  • અમેરિકામાં શટડાઉન કામચલાઉ ટળ્યું

    ૧૭ નવેમ્બર સુધીનું ભંડોળ ફાળવાયું વૉશિંગ્ટન: અમેરિકાના પ્રમુખ જૉ બાઇડને શનિવારે મોડી રાતે કામચલાઉ ફંડિંગ બિલ પર સહી કરીને સરકારી કર્મચારીઓનું શટડાઉન અંદાજે ૪૫ દિવસ માટે ટાળ્યું હતું.કૉંગ્રેસે યુક્રેનને આપવા માટેની આર્થિક સહાય રોકીને ‘ફેડરલ ડિઝાસ્ટર આસિસ્ટન્સ’માં ૧૬ અબજ ડૉલરનો…

  • નેશનલ

    ‘સ્વચ્છ અને સ્વસ્થ’ ભારતનું નિર્માણ જ ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલિ છે: મોદી

    સ્વચ્છતા કાર્યક્રમ: ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ હેઠળ રવિવારે (શ્રમદાન) કરવાના ખાસ સ્વચ્છતા કાર્યક્રમ હેઠળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રેસલર અંકિત બૈયનપુરિયા સાથે ચોગાન સાફ કરવા હાથમાં ઝાડુ પકડ્યું હતું. (પીટીઆઈ) નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘સ્વચ્છતા…

  • તામિલનાડુમાં ટૂરિસ્ટ બસ ખીણમાં ખાબકી: નવનાં મોત

    ચેન્નાઇ: તામિલનાડુના નીલગિરી જિલ્લામાં કુન્નુર પાસે એક પ્રવાસી બસ ખીણમાં પડતાં નવ લોકોનાં મોત થયાં હતાં. પોલીસના જણાવ્યા અનુસાર, બે ડ્રાઈવર સહિત ૫૯ મુસાફરોને લઈને એક પ્રવાસી બસ શુક્રવારે સાંજે કુન્નુરથી તેનકસી જઈ રહી હતી ત્યારે ખીણમાં પડી ગઈ હતી.…

Back to top button