એનસીપીની ચૂંટણી પંચ સમક્ષ છઠ્ઠીએ સુનાવણી
મુંબઇ: વિભાજન બાદ શરદ પવાર અને તેમના ભત્રીજા તથા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર વચ્ચે પાર્ટીના નામ અને ચિહ્ન પરના દાવાને લઈને ઘર્ષણ વધી ગયું છે. બંને જૂથોએ પક્ષના નામ અને ચૂંટણી ચિન્હ પર નિયંત્રણ જાળવી રાખવા માટે ચૂંટણી પંચમાં…
સેલિબ્રિટીઓની સટ્ટાબાજીની જાહેરાતો વિરુદ્ધ હાઈ કોર્ટમાં જનહિત અરજી
મુંબઈ: એક તરફ રાજ્ય સરકારનું કહેવું છે કે સામાન્ય લોકો રમી, પોકર જેવી ઓનલાઈન ગેમ્બલિંગ એપ અને ક્રિકેટ સંબંધિત સટ્ટાની જાહેરાતોથી પ્રભાવિત ન થાય. બીજી તરફ કલાકારો અને ક્રિકેટરો ઘણીવાર ઑનલાઇન રમીની જાહેરાત કરતા જોવા મળે છે. તેથી લોકોને ઓનલાઈન…
- નેશનલ
નાંદેડની સરકારી હૉસ્પિટલમાં 24 કલાકમાં 12 નવજાત બાળક સહિત 24નાં મૃત્યુ
હાફકિન ઇન્સ્ટિટ્યૂટે ઔષધ ખરીદી બંધ કરતા સરકારી હૉસ્પિટલોમાં દવાની તીવ્ર અછત નાંદેડ: થાણાની પાલિકા હૉસ્પિટલમાં એક જ દિવસમાં 18 જણનું મૃત્યુ થયું હતું એ દુર્ઘટનાની યાદ હજુ તાજી છે ત્યાં મહારાષ્ટ્રના નાંદેડમાંથી એવા જ ચોંકાવનારા સમાચાર આવ્યા છે. નાંદેડ સરકારી…
બિહારમાં 63 ટકા પછાત લોકો: સવર્ણો કરતાં મુસ્લિમો વધુ
જૈનો, શીખો અને અન્ય ધર્મ-જાતિના લોકો એક ટકાથી પણ ઓછા પટણા: બિહારમાં નીતીશ કુમારની સરકારે સોમવારે બહાર પાડેલા જાતિ પર આધારિત વસતિગણતરીના આંકડા મુજબ રાજ્યની કુલ વસતિના 63 ટકા એટલે કે અંદાજે બે-તૃતીયાંશ લોકો અન્ય પછાત જાતિ (અધર બૅકવર્ડ ક્લાસ…
હિમાચલના હજારો લોકોએ ક્રિપ્ટો કૌભાંડમાં 200 કરોડ ગુમાવ્યા
સિમલા: હિમાચલ પ્રદેશના હજારો લોકોએ વર્ષ 2018થી અત્યાર સુધીમાં ક્રિપ્ટોકરન્સી છેતરપિંડીમાં રૂ. 200 કરોડ કરતા પણ વધુ ગુમાવ્યા છે. જોકે, આ છેતરપિંડીના માસ્ટરમાઈન્ડને શોધી કાઢવામાં પોલીસને હજુ સુધી સફળતા નથી મળી. ક્રિપ્ટોમાં રોકાણ કરનારને ટૂંકાગાળામાં જ વધુ વળતર આપવાની લાલચ…
કોવિડ વૅક્સિન તૈયાર કરનારા બે વૈજ્ઞાનિકને મેડિસિનનો નોબેલ
સ્ટોકહોમ: કોવિડ-19 સામેની અસરકારક એમઆરએનએ વેક્સિન તૈયાર કરવામાં ભાગ ભજવનારા બે વૈજ્ઞાનિકને મેડિસિન માટેના નોબેલ પુરસ્કાર વિજેતા જાહેર કરાયા હતા. યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયા સાથે સંકળાયેલા કેટેલિન કેરિકો અને ડ્રુ વેઈસમેનને આ અવોર્ડ આપવાનું સોમવારે જાહેર કરવામાં આવ્યું હતું. નોબેલ પ્રાઈઝનો…
અમેરિકાએ ભારતને લૉસ ઍન્જલસમાં એલચી કચેરી ખોલવાની વિનંતી કરી
નવી દિલ્હી: લૉસ ઍન્જલસના મેયર અને અમેરિકાસ્થિત ભારતીય સમુદાયના લોકોએ ભારત સરકારને અમેરિકાના બીજા ક્રમાંકના સૌથી મોટા શહેર અને વિશ્વની મનોરંજનની રાજધાની ગણાતા લૉસ ઍન્જલસમાં એલચીકચેરી ખોલવાની વિનંતી કરી છે. વર્તમાનમાં અમેરિકાના ન્યૂ યૉર્ક, સૅન ફ્રન્સિસ્કો, શિકાગો, હ્યૂસ્ટન અને ઍટલાન્ટા…
ગાંધીજી, લાલબહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ અપાઇ
શ્રદ્ધાંજલિ: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિત્તે સોમવારે દિલ્હીના રાજઘાટ ખાતે ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી રહેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ. (એજન્સી) નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રના પ્રધાનો સહિત દેશના અનેક મહાનુભાવોએ મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને સોમવારે શ્રદ્ધાંજલિ આપી હતી.…
પારસી મરણ
સામ સાવક મોરેના તે મરહુમો મની તથા સાવક મોરેનાના દીકરા, તે કેશમીરા નૌશીરવાન ભાથેનાના ભાઈ. તે બુરઝીન નૌશીરવાન ભાથેનાના મામાજી. તે મરહુમ નૌશીરવાન ર. ભાથેનાના સાલાજી. તે અરનાવાઝ ફ. પટેલ, સામ મ. મોરેના તથા ફરોખ મ. મોરેનાના કઝીન. (ઉં.વ.70) ઠે:…
હિન્દુ મરણ
કોળી પટેલગામ કછોલી નિવાસી (હાલ મલાડ) સ્વ. સવિતાબેન તથા સ્વ. ડાહ્યાભાઈના સુપુત્ર પ્રમોદભાઈ (ઉં. વ. 47) તા. 29-9-23 ના રોજ દેવલોક પામ્યા છે. તે પુષ્પાબેનના પતિ, ગૌરવ તથા સ્મિતના પપ્પા, લક્ષ્મીબેન તથા અશ્વિનભાઈના ભાઈ, મેઘાબેનના જેઠ, તક્ષના મોટા પપ્પા. ગામ…