શ્રીલંકામાં ભારે વરસાદ અને પૂરના પગલે છ જણનાં મોત
કોલંબો: શ્રીલંકાના ઘણાં હિસ્સામાં ભારે વરસાદના પગલે પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. ભૂસ્ખલનની સંખ્યાબંધ ઘટનાઓ થતા અને વૃક્ષો તૂટી પડતાં છ જણનાં મોત થયાં હતાં. કેટલાક વિસ્તારોમાં શાળાઓ બંધ કરવામાં આવી હતી. એક સપ્તાહથી વધુ સમયથી ભારે વરસાદ પડી…
વિપક્ષને નબળું પાડવા ખોટા કેસ, દેશમાં ભયનું વાતાવરણ: કેજરીવાલ
કેન્દ્રની ભાજપ સરકાર પર સણસણતો પ્રહાર કરતા મુખ્ય પ્રધાન નવી દિલ્હી: વિપક્ષના નેતાઓ અને પક્ષોને દબાવવા અને ધમકાવવાના પ્રયાસરૂપે ખોટા કેસ કરવામાં આવી રહ્યા છે અને ડરનું વાતાવરણ ખડું કરવામાં આવ્યું છે. જે દેશ માટે સારું નથી, તેમ દિલ્હીના મુખ્ય…
સીરિયા: ડ્રોન હુમલામાં ૮૦નાં મોત, ૨૪૦ ઘાયલ
બેરૂત: સીરિયાના શહેર હોમ્સમાં લશ્કરી પદવીદાન સમારોહ વખતે ગુરુવારે થયેલા ડ્રોન હુમલામાં મૃત્યુઆંક વધીને ૮૦ અને ઘાયલોની સંખ્યા વધીને ૨૪૦ થઈ હોવાની સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી હતી. આ હુમલો તાજેતરના વર્ષોમાં સીરિયન સૈન્ય પરના સૌથી ઘાતક હુમલાઓમાંનો એક હતો.…
ભારતના સાર્વભૌમત્વ સામે પડકાર ઊભો કરવા ચીનથી ભંડોળ મોકલાયું હતું: દિલ્હી પોલીસ
નવી દિલ્હી: ભારતના સાર્વભૌમત્વ સામે પડકાર ઊભો કરવા અને દેશ સામે અસંતોષ ભડકાવવા ચીનથી મોટા પ્રમાણમાં ભંડોળ મોકલવામાં આવ્યું હતું, તેવુ દિલ્હી પોલીસની ઓનલાઈન ન્યૂઝપોર્ટલ ન્યૂઝકલીક સામેની એફઆઈઆરમાં કહેવામાં આવ્યું હતું. ન્યૂઝકલીક સામે ત્રાસવાદી વિરોધી કાયદો યુએપીએ (અનલોફૂલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન…
ટીન, બ્રાસ, ઝિન્ક અને કોપરની ચોક્કસ વેરાઈટીઓમાં સુધારો
મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે વિવિધ ધાતુઓમાં મિશ્ર વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ખાસ કરીને બ્રાસ, કોપર વાયરબાર, ઝિન્ક સ્લેબ અને ટીનમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ.…
હિન્દુ મરણ
મીતા દીલીપભાઇ ઠક્કર (ઉં. વ. ૪૦), તે નીલાબેન તથા દિલીપભાઇ ઠક્કરની સુપુત્રી અને અ. સૌ. પ્રીતીબેન જયકુમાર ઠક્કર તથા ચિ. વિરેનભાઇના બેન શુક્રવાર તા. ૬-૧૦-૨૩ના મુંબઇ મુકામે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.કોળી પટેલગામ ખરસાડ ઓરી…
જૈન મરણ
દશાશ્રીમાળી દેરાવાસી જૈનમાંગરોળ, હાલ ઘાટકોપર વિલાસબેન પારેખ (ઉં. વ. ૭૭), તેઓ જાંબુડા નિવાસી સ્વ. હેમકુંવરબેન કેશવલાલ ભાણજી ચિતલિયાના સુપુત્રી, તા. ૪/૧૦/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ધીરેન, નિપા અને તેજસના માતુશ્રી. નેહા, કેતન શાપરીયા, પ્રીતિના સાસુ. અમન, હેતા, કુણાલ આશી…
એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન: ૧૦૦ મેડલની નજીક ભારત
હોંગઝોંઉ: એશિયન ગેમ્સમાં ૧૩મા દિવસે ભારતે પુરુષ હોકીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે એક ગોલ્ડ, બે સિલ્વર અને છ બ્રોન્ઝ સહિત કુલ નવ મેડલ જીત્યાં હતાં. આ સાથે એશિયન ગેમ્સમાં અત્યાર સુધીમાં ભારતે ૯૫ મેડલ જીત્યાં હતાં જેમાં ૨૨ ગોલ્ડ,…
પાકિસ્તાને નેધરલેન્ડને ૮૧ રનથી હરાવ્યું
હૈદરાબાદ: હૈદરાબાદમાં રમાયેલી વર્લ્ડકપની બીજી મેચમાં પાકિસ્તાને નેધરલેન્ડને ૮૧ રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરીને પાકિસ્તાને ૨૮૬ રન કર્યા હતા, જેના જવાબમાં નેધરલેન્ડની ટીમ ૪૧ ઓવરમાં ૨૦૫ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. નેધરલેન્ડ તરફથી બાસ ડી લીડેએ ૬૭ રનની શાનદાર…
એશિયન ગેમ્સની ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, સેમિફાઇનલમાં બાંગ્લાદેશને નવ વિકેટે હરાવ્યું
હોંગઝોંઉ: ભારત સેમિફાઇનલ મેચમાં બાંગ્લાદેશને નવ વિકેટે હરાવીને એશિયન ગેમ્સ ૨૦૨૩ની ફાઇનલમાં પહોંચ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાનો ઓછામાં ઓછો સિલ્વર મેડલ નિશ્ર્ચિત થયો હતો. ફાઇનલમાં ભારતનો સામનો અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની મેચના વિજેતા સામે થશે. ઉલ્લેખનીય છે કે ભારતીય…