- નેશનલ
એશિયન ગેમ્સમાં મેડલ વિજેતાઓને મળ્યા વડા પ્રધાન મોદી, કહ્યું- પેરિસ ઓલિમ્પિકની તૈયારી કરો
ચંદ્રક વિજેતાઓની મુલાકાત: વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે એશિયન ગૅમ્સના ચંદ્રક વિજેતાઓને મળ્યા હતા. (એજન્સી) નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં હોંગઝાઉ એશિયન ગેમ્સમાં ભાગ લઈને પરત ફરેલી ભારતીય…
મોરબી બ્રિજ દુર્ઘટના ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને બે મેનેજર જવાબદાર
અમદાવાદ: ઓરેવા કંપનીની ગંભીર વહીવટીય અને તકનીકી ક્ષતિઓને કારણે ગત વર્ષે ગુજરાતના મોરબીમાં બ્રિજ દુર્ઘટના સર્જાઇ હોવાની વિગતો એસઆઇટીના રિપોર્ટમાં મંગળવારે ગુજરાત હાઇ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સહિત બે મેનેજરો જવાબદાર જણાઇ રહ્યા…
પુડુચેરીનાં એકમાત્ર મહિલા પ્રધાને રાજીનામું આપ્યું
પુડુચેરી: પુડુચેરીના એકમાત્ર મહિલા ધારાસભ્ય અને પ્રધાન, એસ ચંદીરા પ્રિયંગાએ મંગળવારે એઆઇએનઆરસી -ભાજપ ગઠબંધનવાળી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. એમણે જાતિવાદ અને લિંગ પૂર્વગ્રહનો સામનો કરવા ઉપરાંત કાવતરું અને પૈસાની શક્તિના રાજકારણનો આરોપ લગાવ્યો હતો. જોકે મુખ્ય પ્રધાન એન રંગાસામીએ આ…
આરએસએસના ટોચના દસ નેતાઓની તિરુવનંતપુરમમાં બેઠક
મોહન ભાગવત છેલ્લા અઠવાડિયાથી કેરળના પ્રવાસે હોવાથી લેવાયો નિર્ણય તિરુવનંતપુરમ: આરએસએસના પ્રમુખ મોહન ભાગવત અને મહાસચિવ દત્તાત્રેય હોસાબલે સહિત ટોચના ૧૦ નેતાએ અહીં બે દિવસીય બેઠક યોજી હતી, જેને સૂત્રો દ્વારા સંગઠનની બે કારોબારી બેઠકો વચ્ચે થતી નિયમિત બાબત તરીકે…
ઇઝરાયલના સંગીત ઉત્સવમાં આતંકવાદીઓએ ૨૬૦ને માર્યા
જેરુસલેમ: ઇઝરાયેલનાં સંગીત ઉત્સવમાં આતંકવાદીઓએ ઓછામાં ઓછા ૨૬૦ને માર્યા અને ઘણાને અપહરણ કર્યા હોવાની માહિતી પ્રત્યક્ષદર્શી બચી ગયેલા લોકો પાસેથી જાણવા મળી હતી.એ દિવસે ગાઝા સરહદ નજીક ઇઝરાયેલના વિશાળ મેદાનમાં હજારો યુવક-યુવતીઓ નૃત્ય કરવા માટે ભેગા થયા હતા. નોવા મ્યુઝિક…
- નેશનલ
જન્મજયંતી:
કોલકાતા ટ્રામવેની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે ટ્રામને દુર્ગા પૂજાના થીમથી શણગારવામાં આવી હતી. યુનેસ્કોએ આ ઉત્સવને હેરિટેજનો દરજ્જો આપ્યો છે. (એજન્સી)
વર્લ્ડ કપ: આજે અફઘાનિસ્તાન સામે ટકરાશે ભારત
શુભમન ગિલ વિના જ રમશે ટીમ ઇન્ડિયા નવી દિલ્હી: વન-ડે વર્લ્ડકપમાં આજે ભારત નવી દિલ્હી ખાતે ફિરોઝ શાહ કોટલાના મેદાનમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે બે વાગ્યે શરૂ થશે. પોતાની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત મેળવનારી…
હેમા ઉપાધ્યાય અને તેના વકીલની હત્યાના કેસમાં ચિંતન ઉપાધ્યાય સહિત ચારને આજીવન કેદ
મુંબઈ: અહીંની એક અદાલતે મંગળવારે કલાકાર ચિંતન ઉપાધ્યાયને તેની પત્ની હેમા ઉપાધ્યાયની હત્યાનું કાવતરું ઘડવા બદલ આજીવન કેદની સજા ફટકારી છે.હેમા અને તેના વકીલ હરેશ ભંભાણીની ૧૧ ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ હત્યા કરવામાં આવી હતી અને મૃતદેહોને કાર્ડબોર્ડ બોક્સમાં ભરીને મુંબઈના…
દશેરાએ શિવાજી પાર્કમાં ઉદ્ધવ ઠાકરે જૂથની સભા
શિંદે જૂથે અરજી પાછી ખેંચી લીધી મુંબઈ: શિવાજી પાર્ક પર દશેરાનો મેળાવડો કોનો એ સસ્પેન્સ પરથી પડદો ઊઠી ગયો છે. ઉદ્ધવ ઠાકરે જૂથ અને એકનાથ શિંદે જૂથ દ્વારા દોઢ મહિના પહેલા મહાનગરપાલિકા સમક્ષ અરજી કરવામાં આવી હતી. જોકે, હજુ સુધી…
ડોમ્બિવલી લોકલ માટે કતાર ધક્કામુક્કી રોકવા માટે વહેલી સવારે રેલવે સુરક્ષા દળના જવાનો તહેનાત
ડોમ્બિવલી: ડોમ્બિવલી લોકલ ડોમ્બિવલીકર મુસાફરો માટે હોવા છતાં, છેલ્લા કેટલાક મહિનાઓથી મુંબ્રા, દિવા વિસ્તારના મુસાફરો મુંબઈ તરફ મુસાફરી કરવા માટે રિવર્સ રૂટ દ્વારા મુસાફરી કરી રહ્યા છે. આ પ્રકારની સ્થિતિને કારણે ડોમ્બિવલીથી આવતા મુસાફરોને ડોમ્બિવલી લોકલમાં ઊભા રહેવાની જગ્યા મળતી…