નોન કમર્શિયલ નવરાત્રિ મંડળો માટે ડિપોઝિટની રકમ માત્ર ₹ ૧૦૦
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ શહેરના લગભગ ૧,૨૦૦થી વધુ નવરાત્રી મંડળોને આ વર્ષે નવરાત્રીની ઊજવણી માટે ઊભા કરવામાં આવતા મંડપ સહિતના આયોજન માટે મુંબઈ મહાનગરપાલિકાના માત્ર ૧૦૦ રૂપિયાની ડિપોઝિટ ચૂકવવાની રહેશે. મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલયમાં બુધવારે શહેરના નવરાત્રી મંડળો સાથે બેઠક યોજાઈ…
ડ્રગ્સ માફિયા લલિત પાટીલ સાથેના ઉદ્ધવ ઠાકરેનો ફોટો વાયરલ
નાસિક: ડ્રગ્સ માફિયા લલિત પાટીલ સાથેના ઉદ્ધવ ઠાકરેના ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યાં છે. તેથી હવે આ ફોટો અંગે તપાસ થવી જોઇએ તેવી માંગણી શિવસેના શિંદે જૂથ દ્વારા થઇ રહી છે. તો બીજી બાજુ ફોટોમાં દેખાઇ રહેલા…
ફિલ્મ ફેર ઍવોર્ડ્સ રાજ્યના સિને અને ટૂરિઝમ ઉદ્યોગ માટે ઐતિહાસિક અવસર સાબિત થશે : ભૂપેન્દ્ર પટેલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતની ક્ષમતાઓ અને સંભાવનાઓ પર વિશેષ ચર્ચા માટે આયોજિત પ્રિ-ઇવેન્ટ સમિટ દરમિયાન કહ્યું હતું કે, વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં રાજ્યમાં થયેલા સર્વાંગી વિકાસે પ્રવાસન ક્ષેત્રે નવી તકોના દ્વારા ખોલ્યા…
બ્રાન્ડેડ કંપનીના ₹ ૩.૨૬ કરોડના ડુપ્લિકેટ સ્પોર્ટ્સ શૂઝ જપ્ત: ત્રણ પકડાયા
મુંબઈ: ક્રાઇમ બ્રાન્ચના પ્રોપર્ટી સેલે બાંદ્રા પશ્ર્ચિમમાં ત્રણ શોપ અને ગોદામમાં રેઇડ પાડી બ્રાન્ડેડ કંપનીના રૂ. ૩.૨૬ કરોડની કિંમતના ડુપ્લિકેટ સ્પોર્ટ્સ શૂઝ જપ્ત કર્યા હતા. પોલીસે આ પ્રકરણે ત્રણ જણને ઝડપી પાડ્યા હતા, જેમની વિરુદ્ધ ખાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ…
વાશીમાં ₹ ૧.૦૧ કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ પકડાયું: યુવકની ધરપકડ
થાણે: નવી મુંબઈના વાશી વિસ્તારમાં પોલીસે રૂ. ૧.૦૧ કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ પકડી પાડીને ૨૯ વર્ષના યુવકની ધરપકડ કરી હતી. નવી મુંબઈ પોલીસના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) મંગળવારે ડ્રગ્સ સાથે પકડી પાડેલા યુવકની ઓળખ શમશુદ્દીન અબ્દુલ કાદર એતિંગલ તરીકે થઇ હતી,…
૧૬ વર્ષની કિશોરી ગર્ભવતી: વડીલો અને ‘પતિ’ સામે ગુનો
થાણે: બિહારની ૧૬ વર્ષની સગીરાના ૩૫ વર્ષના પુરુષ સાથે કથિત ‘લગ્ન’ કરાવવા બદલ નવી મુંબઈ પોલીસે સગીરાના વડીલો સહિત ત્રણ જણ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. સગીરા ગર્ભવતી હોવાનું તબીબી તપાસમાં જણાતાં પોલીસે બળાત્કારનો પણ ગુનો નોંધ્યો હતો. અધિકારીના જણાવ્યા…
જો મણિપુર જેવી ઘટના બને તો રસ્તા પર ઉતરવું: શરદ પવાર
મુંબઈ: એનસીપીના પ્રમુખ શરદ પવારે બુધવારે પક્ષની મહિલા પાંખના સભ્યોને જણાવ્યું હતું કે મણિપુર જેવો બનાવ બને તો કેસ નોંધાવાની ચિંતા કર્યા વિના રસ્તા પર ઉતરવું જોઈએ. એનસીપી મહિલા પાંખના સભ્યોને સંબોધતા પવારે જણાવ્યું હતું કે તેમની સરકાર દ્વારા અગાઉ…
- નેશનલ

ગુજરાત દેશના વિકાસનું રાહબર: ભૂપેન્દ્ર પટેલ
બુલેટ ટ્રેનથી મુંબઈ-ગુજરાત સંબંધ વધુ દૃઢ થવાની આશા ‘રોકાણકારોની પ્રથમ પસંદગી ગુજરાત’ વાઈબ્રન્ટ ગુજરાત: મુંબઈમાં બુધવારે ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ગુજરાતના પ્રતિનિધિમંડળ સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ. (એજન્સી) મુંબઈ: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બુધવારે અહીં દાવો કર્યો હતો…
છ રાજ્યમાં એનઆઇએના દરોડા
નવી દિલ્હી: એનઆઇએએ બુધવારે પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા (પીએફઆઇ) વિરુદ્ધ મહારાષ્ટ્ર સહિત છ રાજ્યમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) એ જુલાઈ ૨૦૨૨માં પટનાના ફુલવારી શરીફ પોલીસ સ્ટેશન દ્વારા પીએફઆઇ કેડર વિરુદ્ધ વડા પ્રધાનની મુલાકાત દરમિયાન…
રાજસ્થાનમાં ચૂંટણીની તારીખ બદલાઈ
નવી દિલ્હી: રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીની તારીખ ૨૩ નવેમ્બરથી બદલીને પચીસ નવેમ્બર કરવાનો ચૂંટણી પંચે બુધવારે નિર્ણય લીધો હતો. ૨૩ નવેમ્બરે રાજ્યમાં મોટા પ્રમાણમાં થનારાં લગ્નો અને સામાજિક કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું. ચૂંટણી પંચ…
