- નેશનલ
તહેવારની તૈયારી:
કોલકાતામાં દુર્ગાપૂજા અગાઉ શુક્રવારે હાવરા બ્રિજ પર રંગોળી તૈયાર કરી રહેલો કલાનો વિદ્યાર્થી. (એજન્સી)
- નેશનલ
રોડ શૉ:
ભોપાલના ગોવિંદપૂરા વિધાનસભા મતદાર સંઘના ભાજપના ઉમેદવાર ક્રિષ્ણા ગૌરના સમર્થનમાં મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે શુક્રવારે યોજાયેલા રોડ શૉમાં હાજરી આપી હતી. (એજન્સી)
‘આપ’ના સાંસદ સંજયસિંહને ૨૭ ઑક્ટોબર સુધી જેલ
નવી દિલ્હી: દિલ્હીની એક અદાલતે આમ આદમી પાર્ટી (આપ)ના નેતા સંજય સિંહને કાળાં નાણાં ધોળાં કરવાની પ્રવૃત્તિને સંબંધિત દિલ્હી આબકારી જકાત નીતિ (ઍક્સાઇઝ પૉલિસી) કૌભાંડના સંબંધમાં ૨૭ ઑક્ટોબર સુધી અદાલતી કસ્ટડીમાં રાખવાનો શુક્રવારે આદેશ આપ્યો હતો. એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)ની કસ્ટડીની…
રામ મંદિરના નિર્માણ માટે પોતાના જીવનું બલિદાન આપનારને શ્રદ્ધાંજલિ અપાશે
અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિર બાંધવા માટે ૫૦૦ વર્ષ સુધી સંઘર્ષ ચાલ્યો ત્યારે આ આંદોલનો દરમિયાન કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે રામમંદિરના નિર્માણ માટે જીવ આપનાર તમામને રામ મંદિર દ્વારા આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. રામ મંદિર ટ્રસ્ટે જાહેરાત કરી…
પાકિસ્તાનના સુકાની બાબર આઝમને વિશ્ર્વાસ: ભારતને ચોક્કસ હરાવીશું
અમદાવાદ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપ ૨૦૨૩માં ભારત સામેની મેચની પૂર્વ સંધ્યાએ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મીડિયા સાથે વાત કરતા બાબર આઝમે કહ્યું હતું કે, વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધી જે કંઈ…
આજે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ મેચ
શુભમન ગિલની વાપસી પર સસ્પેન્સ અમદાવાદ: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રસપ્રદ ટક્કર જોવા મળશે. બંન્ને ટીમો વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં છે. અત્યાર સુધી ભારત અને પાકિસ્તાન સતત બે મેચમાં જીત મેળવી ચૂક્યા છે…
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું આગમન
ભારત-પાક. મેચ સામે તોળાતું જોખમ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારે ભારત પાકિસ્તાનની મેચની પૂર્વસંધ્યાએ જૂનાગઢ, અમરેલી અને મોરબી સહિતના કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ જોવા મળ્યો હતો. અચાનક વરસાદ પડતા…
જમીન માર્ગે હુમલો કરવાની ઈઝરાયલની તૈયારી
જેરુસલેમ: ઈઝરાયલની સેનાએ દસ લાખ જેટલા પેલેસ્ટાઈનવાસીઓને સુરક્ષિત સ્થળે ખસી જવાનો શુક્રવારે આદેશ આપ્યો હતો. હમાસના આતંકવાદીઓ શાસિત ગાઝા વિસ્તાર પર જમીન માર્ગે અપેક્ષિત હુમલો કરતા અગાઉ ઈઝરાયલે ગાઝાના લગભગ અડધોઅડધ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસી જવાનો અસાધારણ આદેશ આપ્યો હતો.…
ઉત્તર કોરિયાની અણુશો વાપરવાની ધમકી
સૉલ: અમેરિકાનું વિમાનવાહક યુદ્ધ જહાજ દક્ષિણ કોરિયા આવતા ઉત્તર કોરિયાએ તેની સામે વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે અમેરિકા અને દક્ષિણ કોરિયા અમને સ્વરક્ષણ માટે અણુશો વાપરવા માટે ઉશ્કેરી રહ્યા છે. અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાનના નૌકાદળ આંતરરાષ્ટ્રીય દરિયાઇ…
દિલ્હી હાઇ કોર્ટે ન્યૂઝક્લિકના સ્થાપકના જામીન નકાર્યા
નવી દિલ્હી: ન્યૂઝક્લિકના સ્થાપક પ્રબિર પૂરકાયસ્થ અને મેનેજર અમીત ચકવર્તીની ધરપકડ અને પોલીસ રિમાન્ડના મામલામાં હસ્તક્ષેપ કરવા દિલ્હી હાઇ કોર્ટે શુક્રવારે ઇન્કાર કર્યો હતો. ત્રાસવાદ વિરોધી કાયદા યુએપીએ (અનલોકૂલ એક્ટિવિટિસ પ્રિવેન્શન એક્ટ) હેઠળ બન્ને સામે કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસના…