- આમચી મુંબઈ
યુવક પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા હાર્ટએટેકના દરદીને પ્રાથમિક સારવાર આપવા લાઈફ સપોર્ટ ટ્રેનિંગ કેમ્પનું આયોજન
મુંબઇ : હાલમાં હાર્ટએટેકના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સાંસદ મનોજ કોટક દ્વારા હાર્ટએટેક અંગે જાગૃતિ લાવવા અને આપાતકાલીન સ્થિતિમાં દર્દીને પ્રાથમિક સારવાર આપવા માટે યુવક પ્રેરણા ફાઉન્ડેશનના માધ્યમથી આ બેસીક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં…
ઇઝરાયલે હમાસના ખાતમા માટે બાંયો ચઢાવી
*ગાઝા પટ્ટી પર કાઉન્ટડાઉન શરૂ નાગરિકોને શહેર છોડવા ૩ કલાકનું અલ્ટીમેટમ ગાઝા: ગાઝા પટ્ટી પર ઇઝરાયલનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. ઇઝરાયલના સૈનિકોએ બોમ્બમારો રોકી દીધો છે અને નાગરિકોને શહેર છોડવા માટે ત્રણ કલાકનું અલ્ટીમેટમ જારી કરવામાં આવ્યું છે. આ…
સમૃદ્ધિ એક્સપ્રેસ વૅ પર અકસ્માત: ૧૨નાં મોત
મુંબઈ: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાંથી પસાર થતા સમૃદ્ધિ એક્સપ્રેસ વૅ પર મિની બસ ક્ધટેઈનર સાથે અથડાઈ જતા ૧૨ પ્રવાસીનાં મોત થયાં હતાં જ્યારે ૨૩ને ઈજા થઈ હતી. ખાનગી બસમાં ૩૫ પ્રવાસીઓ હતા. છત્રપતિ સંભાજીનગર જિલ્લાના વૈજાપુર વિસ્તારમાં શનિવારની મધ્યરાત્રિ પછી…
અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને હરાવી અપસેટ સર્જ્યો
નવી દિલ્હી: અહીંના અરુણ જેટલી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની ૧૩મી વનડે મેચમાં અફઘાનિસ્તાને અપસેટ સર્જયો છે, જેમાં ઇંગ્લેન્ડને ૬૯ રને હરાવીને નવો ઈતિહાસ રચ્યો છે. અફઘાનિસ્તાનની ટીમે વર્લ્ડ કપની સૌથી મજબૂત ટીમ ઈંગ્લેન્ડને હરાવીને અપસેટ સર્જ્યો છે.…
મની લોન્ડરિંગ કેસમાં ઇડીનો સપાટો એનસીપીના સાંસદની ₹ ૩૧૫ કરોડની મિલકત જપ્ત
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રવિવારે જણાવ્યું હતું કે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ, ઇશ્ર્વરલાલ શંકરલાલ જૈન લાલવાણી, રાજમલ લખીચંદ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, આરએલ ગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ અને મનરાજ જ્વેલર્સના પ્રમોટર પણ છે, તેમની સામે તથા તેમના પરિવાર અને વ્યવસાયો…
અમેરિકામાં દેખાયું ‘રિંગ ઑફ ફાયર’ ગ્રહણ, લોકોમાં ઉત્સાહ અને આનંદ
કાન્કુન (મેક્સિકો): શનિવારે અમેરિકામાં સૂર્યના દુર્લભ કંકણાકૃતિ ગ્રહણ જે ‘રિંગ ઓફ ફાયર’ તરીકે પણ ઓળખાય છે, દેખાતા લોકોમાં ઉત્સાહ અને આનંદ વ્યાપેલો જોવાયો હતો. સમગ્ર અમેરિકામાં લાખો લોકો માટે તે એક અદ્ભુત નજારો હતો, કારણ કે ચંદ્રના પડછાયામાં ઢંકાયેલા સૂર્યની…
તેલંગણા ચૂંટણી: બીઆરએસનો ચૂંટણીઢંઢેરો જાહેર
એલપીજી સિલિન્ડર ₹ ૪૦૦માં આપવાનું વચન હૈદરાબાદ: સામાજિક સુરક્ષા પેન્શનની રકમ વધારવી, ખેડૂતો માટે રાયથુ બંધુ રોકાણ સહાય યોજના હેઠળ આપવામાં આવતી નાણાકીય સહાયમાં વધારો અને ૪૦૦ રૂપિયાના દરે એલપીજી સિલિન્ડર પૂરા પાડવા એ આગામી વિધાનસભા માટે શાસક પક્ષ બીઆરએસ…
એપીએમસી માર્કેટમાં ચીની લસણની ધૂમ માગ
નવી મુંબઈ: ભારતીય કૃષિ ઉત્પાદનોના વેચાણ પર અસર ન જોવા મળે એ માટે ચીનના કૃષિ ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પરંતુ તેમ છતાં છેલ્લાં કેટલાક દિવસથી એપીએમસી માર્કેટમાં ચીનથી મોટા પ્રમાણમાં લસણ આવી રહ્યું છે. મહત્ત્વની વાત એ…
ફેબ્રુઆરીમાં હાફૂસની સાથે કેસર કેરી પણ બજારમાં આવશે
છત્રપતિ સંભાજીનગર: કેરીપ્રેમીઓ માટે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરથી ગુડ ન્યુઝ આવી રહ્યા છે. ઓક્ટોબર મહિનાની શરૂઆતથી જ કેસર આંબાના ઝાડ પર મહોર આવવાની શરૂઆત થઈ ગઈ છે. નિષ્ણાતોના મતે આવું પહેલી જ વખત બન્યું હોઈ દોઢ મહિના પહેલાં જ આંબા પર…
નવી મુંબઈમાં સલામતી સામે પ્રશ્ર્ન: સીસીટીવી કૅમેરાના કામમાં ઢીલ
નવી મુંબઈ: નવી મુંબઈમાં પ્રવેશ કરનાર પ્રત્યેક વ્યક્તિ તેમ જ શહેરના સાર્વજનિક સ્થળ પરની હિલચાલ પર ૧૧૯૨ સીસીટીવી કૅમેરા દ્વારા નજર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પણ નવી મુંબઈ મહાપાલિકામાં બહુચર્ચિત સીસીટીવી કેમેરાના કામમાં ઢીલ જોવા મળી રહી છે. આ…