ડીઆરઆઈએ ૧૯ કરોડનું સોનું જપ્ત કર્યું: ૧૧ જણની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ડિરેક્ટોરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સે (ડીઆરઆઈ) મુંબઈ, નાગપુર અને વારાણસીમાં કાર્યવાહી કરી અંદાજે ૧૯ કરોડ રૂપિયાનું સોનું જપ્ત કરી ૧૧ આરોપીની ધરપકડ કરી હતી. મોટા ભાગે બંગલાદેશની સીમાથી ભારતમાં સોનું ઘુસાડનારી આ ટોળકી તપાસ એજન્સીને ગૂંચવણમાં નાખવા અલગ…
શિંદે-ઠાકરે જૂથના કાર્યકર્તાઓમાં ફેસબૂક પોસ્ટને પગલે વિવાદ દાદરમાં દશેરા રેલી પહેલાં જ વાતાવરણ ગરમ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિંદે જૂથે એક વર્ષ પહેલાં બળવો કરીને ભાજપ સાથે સત્તા સ્થાપન કરી હોવા છતાં હજી બંને જૂથો વચ્ચે નાની-મોટી વાતોમાં સંઘર્ષ થયા કરતો હોય છે. રવિવારે બંને જૂથના કાર્યકર્તા, શાખા પ્રમુખ અને ઉપશાખા પ્રમુખમાં સ્થાનિક સ્તરે વિવાદ…
કૉન્ટ્રેક્ટ કર્મચારીઓની ભરતીમાં એજન્સી માલામાલ
સાડાત્રણ કરોડના વેતન પર એક કરોડની ચુકવણી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારનો વેતન પર થઈ રહેલો ખર્ચ વધી રહ્યો હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ રાજ્ય સરકારે ભરતી પર સ્થગિતિ મૂકી દીધી હતી, પરંતુ અત્યારની એકનાથ શિંદેની સરકાર દ્વારા ભરતી ચાલુ કરવાની…
નવરાત્રિમાં આઇઆરસીટીસી દ્વારા ટે્રનોમાં ‘ઉપવાસની વાનગીઓ’
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: જો તમે નવરાત્રિનો ઉપવાસ રાખ્યો છે અને કોઇ કારણોસર ટ્રેનની લાંબી મુસાફરી કરવી પડે એમ છે, તો ફિકર નોટ! રેલવે વિભાગ તમને સાત્વિક ભોજનની વિશેષ સવલત આપી રહ્યું છે. આ ખાસ સ્ટેશનો પર નવરાત્રિ દરમિયાન વ્રતનું ભોજન…
સરકારી વાહન વાપરવા પૈસા ચૂકવવા શિયાળુ અધિવેશન દરમિયાન સરકારી પર્યટન પર પ્રતિબંધ
મુંબઈ: રાજ્ય વિધાનસભાના શિયાળુ અધિવેશન વખતે લોક પ્રતિનિધિ તેમજ અધિકારી – કર્મચારીઓ દ્વારા સરકારી વાહનોનો ઉપયોગ અંગત પ્રવાસ માટે કરવામાં આવતા હોવા પર કઠોર નિયંત્રણો મૂકવામાં આવનાર છે. અધિવેશન ચાલી રહ્યું હોય એ દરમિયાન નાગપુરની બહાર જવા પર પ્રતિબંધ ફરમાવવામાં…
મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં ઇનામ ધરાવતા માઓવાદી નેતાની ધરપકડ
મુંબઇ: મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસે નક્સલવાદી ચૈનુરામ ઉર્ફે સૂક્કુ વાટ કોર્સાની ધરપકડ કરી છે, જેના માથે ૧૬ લાખ રૂપિયાનુ ઇનામ હતુ. પોલીસને ગઢચિરોલીમાં મહારાણા છત્તીસગઢ બોર્ડર પાસે હાડેકોર નક્સલવાદીની હાજરીની માહિતી મળ્યા બાદ છટકું ગોઠવી તેની ધરપકડ કરી હતી. આ નક્સલવાદી…
- આમચી મુંબઈ
યુવક પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા હાર્ટએટેકના દરદીને પ્રાથમિક સારવાર આપવા લાઈફ સપોર્ટ ટ્રેનિંગ કેમ્પનું આયોજન
મુંબઇ : હાલમાં હાર્ટએટેકના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સાંસદ મનોજ કોટક દ્વારા હાર્ટએટેક અંગે જાગૃતિ લાવવા અને આપાતકાલીન સ્થિતિમાં દર્દીને પ્રાથમિક સારવાર આપવા માટે યુવક પ્રેરણા ફાઉન્ડેશનના માધ્યમથી આ બેસીક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં…
ઇઝરાયલે હમાસના ખાતમા માટે બાંયો ચઢાવી
*ગાઝા પટ્ટી પર કાઉન્ટડાઉન શરૂ નાગરિકોને શહેર છોડવા ૩ કલાકનું અલ્ટીમેટમ ગાઝા: ગાઝા પટ્ટી પર ઇઝરાયલનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. ઇઝરાયલના સૈનિકોએ બોમ્બમારો રોકી દીધો છે અને નાગરિકોને શહેર છોડવા માટે ત્રણ કલાકનું અલ્ટીમેટમ જારી કરવામાં આવ્યું છે. આ…
સમૃદ્ધિ એક્સપ્રેસ વૅ પર અકસ્માત: ૧૨નાં મોત
મુંબઈ: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાંથી પસાર થતા સમૃદ્ધિ એક્સપ્રેસ વૅ પર મિની બસ ક્ધટેઈનર સાથે અથડાઈ જતા ૧૨ પ્રવાસીનાં મોત થયાં હતાં જ્યારે ૨૩ને ઈજા થઈ હતી. ખાનગી બસમાં ૩૫ પ્રવાસીઓ હતા. છત્રપતિ સંભાજીનગર જિલ્લાના વૈજાપુર વિસ્તારમાં શનિવારની મધ્યરાત્રિ પછી…
અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને હરાવી અપસેટ સર્જ્યો
નવી દિલ્હી: અહીંના અરુણ જેટલી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની ૧૩મી વનડે મેચમાં અફઘાનિસ્તાને અપસેટ સર્જયો છે, જેમાં ઇંગ્લેન્ડને ૬૯ રને હરાવીને નવો ઈતિહાસ રચ્યો છે. અફઘાનિસ્તાનની ટીમે વર્લ્ડ કપની સૌથી મજબૂત ટીમ ઈંગ્લેન્ડને હરાવીને અપસેટ સર્જ્યો છે.…