Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 764 of 928
  • નેશનલ

    દુબઈથી આવેલો મહાદેવ ઍપનો સૂત્રધાર ઍરપોર્ટ પર ઝડપાયો

    મુંબઈ: દુબઈથી મુંબઈ આવેલા મહાદેવ બુક બૅટિંગ ઍપના ડિરેક્ટર મૃગાંક મિશ્રાને ઍરપોર્ટ પરથી તાબામાં લેવાયો હતો. દુબઈથી ઍપનું કથિત સંચાલન કરનારા મિશ્રા સામે લૂકઆઉટ સર્ક્યુલર (એલઓસી) બહાર પાડવામાં આવ્યું હતું. પકડાયેલા આરોપીને રાજસ્થાન પોલીસના તાબામાં સોંપાયો હતો અને તેની જાણ…

  • ગાઝાનાં નગરોમાં ભારે તોપમારો કરાયો

    ખાન યુનિસ (ગાઝા પટ્ટી): ઇઝરાયલે મંગળવારે વહેલી સવારે જ્યાં નાગરિકોને આશ્રય લેવાનો આદેશ આપ્યો હતો એ ગાઝામાં દક્ષિણનાં નગરો ખાન યુનિસ અને રફાહ નજીક તીવ્ર બોમ્બમારો થયાંની જાણ પેલેસ્ટિનિયનોએ કરી હતી. સ્થાનિક અહેવાલો અનુસાર ખાન યુનિસના પશ્ર્ચિમ અને દક્ષિણપૂર્વમાં અને…

  • ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને યોગી સરકારની ‘દિવાળી’ ભેટ

    બુલંદશહેર: ઉત્તર પ્રદેશની યોગી સરકાર દિવાળી પર ગરીબ મહિલાઓને મોટી ભેટ આપવા જઈ રહી છે. આવતા મહિને ઉત્તર પ્રદેશ સરકાર ઉજજવલા યોજનાના લાભાર્થીઓને એક એલપીજી સિલિન્ડર મફત આપશે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે બુલંદશહેરમાં એક કાર્યક્રમ દરમિયાન આ જાહેરાત કરી હતી.…

  • નેશનલ

    કલાકારોનું સન્માન

    નવી દિલ્હીમાંના વિજ્ઞાન ભવનમાં મંગળવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને હસ્તે ૬૯મા નેશનલ ફિલ્મ એવોર્ડસ એનાયત કરવામાં આવ્યા હતા. પ્રથમ તસવીરમાં રાષ્ટ્રપતિએ વહીદા રહેમાનને દાદાસાહેબ ફાળકે એવોર્ડસથી સન્માનિત કર્યાં હતાં. શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ અલુ અર્જુનને અને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડસ આલિયા ભટ્ટને આપવામાં…

  • ક્રિકેટર ધનુષ્કા ગુણાથિલાકાને મળી રાહત: શ્રીલંકન બોર્ડે પ્રતિબંધ હટાવ્યો

    કોલંબો: ક્રિકેટ શ્રીલંકાએ મંગળવારે ધનુષ્કા ગુણાથિલાકાનો આજીવન પ્રતિબંધ હટાવી લીધો છે. નોંધનીય છે કે ધનુષ્કા ગુણાથિલાકા પર ઓસ્ટ્રેલિયામાં એક મહિલાએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. જોકે આ મામલે કોર્ટે નિર્દોષ જાહેર કરતા ધનુષ્કા ગુણાથિલાકા પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.…

  • આપણું ગુજરાત

    રાજકોટના રાજવી પેલેસમાં હાથમાં તલવાર સાથે ક્ષત્રિય બહેનોએ ગરબાની રમઝટ બોલાવી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજકોટના રાજવી પેલેસમાં ક્ષત્રિયાણીઓ દ્વારા છેલ્લા ૧૬ વર્ષથી તલવાર રાસ, થાળી રાસ, તાળી રાસ, બુલેટ પર તલવાર સહિતના અનેક રાસ કરવામાં આવે છે. રાજવી પેલેસમાં ક્ષત્રિયાણીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. ક્ષત્રિયાણીઓએ બુલેટ પર તલવાર રાસ, એક હાથમાં…

  • અમદાવાદમાં નવરાત્રીમાં રાત્રે ૨૧૦૦ ટ્રાફિક પોલીસ જવાનો અનેક પ્રકારના ગુનાહિત કૃત્યો અટકાવશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં મા આદ્યશક્તિની આરાધનાનું પર્વ એટલે કે નવરાત્રીના તહેવાર દરમિયાન રસ્તા પર ઓવર સ્પીડિંગ વાહન ચલાવતાં તત્ત્વો સામે તેમ જ રોડ પર રોમિયોગીરી કરતા રોડ રોમિયો સામે કડક કાર્યવાહી કરવાનો એક્શન પ્લાન ટ્રાફિક પોલીસ દ્વારા ઘડી કાઢવામાંઆવ્યો…

  • રાજકોટમાં ઢોર નિયંત્રણ કાયદાનો કડક અમલ શરૂ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ઢોર નિયંત્રણ કાયદાની અમલવારી માટેની દરખાસ્ત મંગળવારે મંજૂર કરવામાં આવી હતી. જેના કારણે રાજ્ય સરકારે નક્કી કરેલ ઢોર નિયંત્રણ કાયદાની દંડની અમલવારી આવતી બુધવારથી રાજકોટમાં શરૂ કરવામાં આવશે. જેમાં રખડતું ઢોર પકડાય,…

  • નવરાત્રી દરમિયાન અમદાવાદમાં વરસાદ નહીં પડે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: નાની ગલીઓથી મોટા પાર્ટી પ્લોટ અને ક્લબમાં ડીજેના ધમધમાટ સાથે ગરબા ચાલુ થઈ ગયાં છે. આવામાં ખેલૈયાઓને માથે વરસાદના વિઘ્નની ચિંતા તોળાતી હતી. કેટલાક હવામાનશાસ્ત્રીઓએ નવરાત્રી દરમિયાન વરસાદ વિલન બનશે તેવી આગાહી કરી હતી. મંગળવારે રાજ્યના અમુક…

  • અમદાવાદમાં વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ ઈવેન્ટમાં ૧૨,૫૭૧ કરોડના ૪૮૪ એમઓયુ થયા

    અમદાવાદ: શહેરમાં આયોજિત આ ઈવેન્ટમાં વિવિધ ક્ષેત્રે રૂ.૧૨૫૭૧ કરોડનાં સંભવિત રોકાણો માટેના ૪૮૪ એમઓયુ થયા હતા. આનાં પરિણામે અંદાજે ૧૭ હજાર જેટલી રોજગારીની તકો ભવિષ્યમાં ઊભી થશે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત – વાઇબ્રન્ટ અમદાવાદ ઇવેન્ટના અધ્યક્ષ…

Back to top button