મરાઠા આંદોલનકારીની આત્મહત્યા
મુંબઇ: જાલના જિલ્લામાં મરાઠા આંદોલનમાં સક્રિય રહેલા સુનીલ કાવલેએ મુંબઇમાં આત્મહત્યા કરી હોવાની માહિતી મરાઠા ક્રાંતિ મોરચાના સંયોજક વિનોદ પાટીલે તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં આપી હતી. તેમણે પોસ્ટમાં તેમના મરાઠા ભાઇઓને સંબોધતા કહ્યુ હતુ કે, ‘મરાઠી ભાઈઓ તમારી માંગણીઓ રજૂ…
શિંદેની કૅબિનેટે સરકારી કચેરીઓને સહકારી બૅન્કો સાથે વ્યવહાર કરવાની છૂટ આપી
થાણેમાં ક્લસ્ટર હાઉસિંગ સહિત આઠ મહત્ત્વના નિર્ણયો લેવાયા (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે રાજ્યની સરકારી કચેરીઓને મહારાષ્ટ્ર રાજ્ય કો ઓપરેટિવ બેંક સાથે આર્થિક વ્યવહારો કરવાની છૂટ આપી છે, એમ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે.મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ…
ફાળવણીમાં ભ્રષ્ટાચાર?: તપાસ માટે મ્હાડાની સમિતિ
મુંબઇ: પ્રધાનમંત્રી આવાસ યોજના રાજ્ય સરકારના ટેકનિકલ સલાહકાર વિભાગમાં વિવાદાસ્પદ નિમણૂકોની તપાસ કરવા માટે મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરીયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા)ના ત્રણ અધિકારીઓની એક સમિતિની રચના કરવામાં આવી છે. કમિટીને તાત્કાલિક રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યું છે. રાજ્ય કક્ષાના ટેકનિકલ…
‘એક્સ’ એટલે કે ટ્વિટરના નવા યુઝર્સને વાર્ષિક ફી ચૂકવવી પડશે
મુંબઇ: સોશિયલ મીડિયા સાઇટ એક્સ એટલે કે ટ્વિટરના નવા યુઝર્સ વાર્ષિક એક ડોલરની ફી ચૂકવવી પડશે. કંપનીના માલિક એલોન મસ્કએ ગયા મહિને સંકેત આપ્યો હતો કે એક્સના તમામ વપરાશકર્તાઓ પાસેથી ફી વસૂલવાનું શરૂ કરી શકે છે. કંપનીએ આવી સિસ્ટમ લોન્ચ…
લોકલ ટ્રેનમાં મહિલાની સુરક્ષાની સ્થિતિ ગંભીર: સુપ્રિયા સુળે
મુંબઈની લાઈફલાઈનમાં મહિલાઓની સુરક્ષાની સ્થિતિ ચિંતાજનક હોવાનો મુદ્દો એનસીપીના સંસદસભ્ય સુપ્રિયા સુળેએ ગુરુવારે ઉપસ્થિત કર્યો હતો અને રાજ્યના ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને આ મુદ્દે કાર્યવાહી કરવા માટે ટકોર કરી હતી. સમૃદ્ધિ ઠાકરે નામની એક યુવતીએ લોકલ ટ્રેનનો વિડિયો પોસ્ટ કર્યો હતો…
તહેવારોમાં આવશ્યક વસ્તુઓના ભાવ સ્થિર રહેશે
નવી દિલ્હી: તહેવારોની મોસમમાં સાકર, ખાદ્યતેલ સહિતની આવશ્યક વસ્તુઓનાં ભાવ સ્થિર રહેશે, એમ કેન્દ્રના અન્ન સચિવ સંજીવ ચોપ્રાએ ગુરુવારે કહ્યું હતું. સ્થાનિક પુરવઠા અને ઘઉં, ચોખા, સાકર, ખાદ્યતેલ સહિતની આવશ્યક વસ્તુઓની કિંમત અંગે પ્રસારમાધ્યમને માહિતી આપતા સંજીવ ચોપ્રાએ ઉપરોક્ત નિવેદન…
ઇઝરાયલની એરસ્ટ્રાઈક્સ: ગાઝાના રહેવાસીઓ સતત ભયમાં
ખાન યુનિસ (ગાઝા પટ્ટી): ગુરુવારે વહેલી સવારે ગાઝા પટ્ટીના વિવિધ સ્થળો પર ઇઝરાયલે એરસ્ટ્રાઈક્સ કરી હતી. જે સ્થળ પર બૉમ્બમારો નહીં કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું હતું તેવા સ્થળો પર પણ બૉમ્બમારો કરવામાં આવતા ગાઝાના રહેવાસીઓ સતત ભયભીત થઈ રહ્યા…
વિરાટ કોહલીની સદી સાથે ભારતનો સતત ચોથો વિજય
પુણે: પુણેમાં રમાયેલી મેચમાં ભારતે બાંગ્લાદેશ સામે સાત વિકેટે વિજય મેળવ્યો હતો. વર્લ્ડકપમાં ભારતની આ સતત ચોથી જીત છે. ટીમ ઇન્ડિયાની જીતનો હીરો વિરાટ કોહલી રહ્યો હતો. તેણે સિક્સ ફટકારી ટીમને જીત અપાવી હતી અને પોતાની સદી પણ પૂરી કરી…
શ્રેષ્ઠ ટૂરિઝમ વિલેજની યાદીમાં ધોરડોને સ્થાન
નવી દિલ્હી: વર્લ્ડ ટૂરિઝમ ઑર્ગેનાઈઝેશન (ડબ્લ્યુટીઓ) દ્વારા ગુરુવારે જાહેર કરવામાં આવેલી ૫૪ શ્રેષ્ઠ ટૂરિઝમ વિલેજની યાદીમાં ગુજરાતના ધોરડો ગામે સ્થાન મેળવ્યું છે.ભારતના અધ્યક્ષપદ હેઠળ મળેલી જી-૨૦ના વર્કિંગ ગ્રૂપની બેઠકનું ગુજરાતના ધોરડો ગામે યજમાનપદ સંભાળ્યું હતું. ડબ્લ્યુટીઓએ બૅસ્ટ ટૂરિઝમ વિલેજ ૨૦૨૩ની…
કૉંગ્રેસ નક્સલવાદને પ્રોત્સાહન આપે છે: અમિત શાહ
જગદલપુર/કોંડાગાંવ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે કૉંગ્રેસ પર નક્સલવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારના નવ વર્ષના શાસનમાં નક્સલ હિંસાની ઘટનાઓમાં બાવન ટકાનો ઘટાડો થયો છે. શાહે કહ્યું કે રાજ્યમાં ભાજપને સત્તા પર ચૂંટો,…