ખંડણીના કેસમાં વોન્ટેડ ગેન્ગસ્ટર રવિ પૂજારીના સાગરીતની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ
થાણે: ખંડણીના કેસમાં વોન્ટેડ ગેન્ગસ્ટર રવિ પૂજારીના સાગરીતની છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે ગુરુવારે ધરપકડ કરેલા આરોપીની ઓળખ વિજય પુરુષોત્તમ સાળવી ઉર્ફે વિજય તાંબટ તરીકે થઇ હોઇ તેની વિરુદ્ધ મહારાષ્ટ્ર ક્ધટ્રોલ…
મંદિરમાં પૂજા કરીને ઘરે જઇ રહેલી મહિલાના દાગીના પડાવ્યા: બે જણ સામે ગુનો દાખલ
મુંબઈ: બોરીવલી પૂર્વમાં મંદિરમાં પૂજા કરીને ઘરે જઇ રહેલી ૫૩ વર્ષની મહિલાને રસ્તામાં રોક્યા બાદ તેને વાતોમાં પરોવીને બે ગઠિયાએ દાગીના પડાવ્યા હતા. કસ્તુરબા માર્ગ પોલીસે આ પ્રકરણે બે જણ સામે ગુનો દાખલ કર્યો હતો. કાંદિવલી પૂર્વના સમતાનગર વિસ્તારમાં રહેતી…
ગેરકાયદે વસવાટ કરતા ૧૭ બાંગ્લાદેશી પકડાયા
મુંબઈ: ભારતમાં ઘૂસણખોરી કરી મુંબઈ અને પાલઘરમાં ગેરકાયદે વસવાટ કરતા ૧૭ બંગલાદેશીને બોરીવલી પોલીસે ઝડપી પાડ્યા હતા. આરોપીઓએ બનાવટી દસ્તાવેજોને આધારે આધારકાર્ડ, પેનકાર્ડ અને પાસપોર્ટ મેળવ્યા હોવાનું તપાસમાં જણાયું હતું. બોરીવલી પોલીસે મળેલી માહિતીને આધારે ગુરુવારે બોરીવલી પશ્ર્ચિમમાં એલ.ટી. રોડ…
શિવાજીની પ્રતિમા જમ્મુ – કાશ્મીરમાં સ્થાપના માટે રવાના
મુંબઈ: જમ્મુ – કાશ્મીરના કુપવાડામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું સ્થાપન કરવા માટે મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે રવાના કરી હતી.રાજ ભવન દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્ર અનુસાર કુપવાડા ખાતે રાષ્ટ્રીય રાઈફલ્સ૪૧ મરાઠા લાઈટ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટને…
લલિત પાટીલ કેસ ઉદ્ધવ ઠાકરે સાથે કનેક્શનનો ફડણવીસનો આક્ષેપ
મુુંબઇ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ડ્રગ્સ માફિયા લલિત પાટીલનું નામ ચર્ચામાં છે. સાસૂન હૉસ્પિટલમાં પોલીસ કસ્ટડીમાં હોવા છતા લલિત પાટીલ નાસી છૂટ્યો હતો. આ પછી વિપક્ષે શિંદે-ફડણવીસ સરકાર પર સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. જેના જવાબમાં ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ…
ડૉક્ટર દંપતી સાથે છેતરપિંડી આચરનારો યુવક બે મહિના બાદ ભોપાલથી ઝડપાયો
મુંબઈ: મલાડના ડોક્ટર દંપતી સાથે રૂ. ત્રણ લાખની છેતરપિંડી આચરનારા આરોપીને બે મહિના બાદ પોલીસે ભોપાલથી ઝડપી પાડ્યો હતો. દંપતીના પૈસા આરોપી વિમલ સાહુના બેન્ક ખાતામાં ટ્રેસ થયા હતા. સાહુ વિદ્યાર્થી છે અને ભોપાલમાં વ્યવસાય ધરાવે છે. ૭૦ વર્ષના ફરિયાદી…
દેશ-વિદેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ સાથે મુંબઇ યુનિવર્સિટીના કરાર
મુંંબઇ: મુંબઇ યુનિવર્સિટીએ મહારાષ્ટ્ર જાહેર યુનિવર્સિટી અધિનિયમ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણની તર્જ પર બહુવિધ શિક્ષણને પ્રોત્સાહન આપવા અને ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં વિવિધ તકો પૂરી પાડવા માટે દેશ અને વિદેશની ૩૬ પ્રખ્યાત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ સાથે શૈક્ષણિક સમજૂતી કરારો કર્યા…
આજથી ત્રણ દિવસ રાત્રે ૧૨ વાગ્યા સુધી ગરબાની ધૂમ
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આપી મંજૂરી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના નેતા અને વિધાન પરિષદમાં ભાજપના નેતા પ્રવીણ દરેકરે લખેલા પત્રને આધારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને શુક્રવારે ખેલૈયાઓને મોટી ભેટ આપવાનો નિર્ણય લેતાં હવે આગામી ત્રણ દિવસ એટલે કે શનિવાર, રવિવાર અને…
શરદ પવાર ફરી ઊતરશે લોકસભાના જંગમાં? માઢા બેઠક પર એનસીપીની ઢીલી પકડને ફરી કસવા નેતાઓનો ભરોસો સિનિયર પવાર પર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રની સરકારમાં અજિત પવાર સામેલ થયા બાદ હવે એનસીપીની ચિંતામાં વધારો થયો હોવાનું સ્પષ્ટપણે અનુભવાઈ રહ્યું છે. લોકસભાની ચૂંટણીમાં ફક્ત એક બારામતી બેઠક પર વિજયની ખાતરી ધરાવતી એનસીપીએ શરદ પવારની જૂની બેઠક માઢાને ફરી પોતાને હાથ કરવા…
દિવાળી પહેલાં જ પશ્ર્ચિમ રેલવેમાં ૧૩ દિવસનો બ્લોક
મુંબઈ-ગુજરાતની ૨૩૦થી વધુ ટ્રેનસેવા પર થશે અસર (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પશ્ર્ચિમ રેલવેમાં ખાર અને ગોરેગાંવ રેલવે સ્ટેશનની વચ્ચે છઠ્ઠી લાઈનના નિર્માણ કાર્ય માટે ૨૬મી ઓક્ટોબરથી સાતમી નવેમ્બર વચ્ચે બ્લોક નિર્ધારિત કર્યો હોવાથી મુંબઈ-ગુજરાત સહિત રાજસ્થાન, દિલ્હીની ટ્રેનસેવા પર અસર થશે.…