કેનેડાએ ભારતમાંથી વધારાના ૪૧ રાજદ્વારીને પાછા બોલાવી લીધા
ટોરોન્ટો: કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ ગુરુવારે જણાવ્યું હતું કે ભારતમાં કેનેડાના ૬૨ રાજદ્વારીમાંથી ૪૧ને તેમના આશ્રિતો સહિત પાછા બોલાવવામાં આવ્યા છે. હવે ભારતમાં ૨૧ કેનેડિયન રાજદ્વારી છે. જૂનમાં ખાલિસ્તાનવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાના કેનેડાના આરોપના પગલે…
યુદ્ધજહાજ ઇમ્ફાલ નૌકાદળમાં સામેલ
મુંબઈ: પ્રોજેક્ટ ૧૫બી ક્લાસ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયરનું ત્રીજું યુદ્ધજહાજ ઇમ્ફાલ ભારતીય નૌકાદળમાં શુક્રવારે સામેલ કરવામાં આવ્યું હતું. ધ મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે (એમડીએલ) શુક્રવારે કોન્ટ્રાક્ટ અનુસારની અંતિમ તારીખથી ચાર મહિના વહેલું સોંપ્યું હતું. મહિલા અધિકારીઓ અને સેઇલર્સને રહેવાની સુવિધા ઉપલબ્ધ…
ગાઝામાં હૉસ્પિટલ બાદ હવે ચર્ચ પર હુમલો
ગાઝા: ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ માનવતા માટે કલંક રૂપ સાબિત થઇ રહ્યું છે, બંને પક્ષે મળીને હજુ સુધીમાં પાંચ હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. મંગળવારે ગાઝાની અલ-અહલી હોસ્પિટલ પર થયેલા રોકેટ હુમલામાં ૫૦૦થી વધુ નિર્દોષ પેલિસ્ટિનિયન નાગરિકોએ જીવ…
પ્રથમ ‘નમો ભારત’ ટ્રેન શરૂ દેશ માટે ઐતિહાસિક ક્ષણ: મોદી
શાહિબાબાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રિજ્યોનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (આરઆરટીએસ)ની પ્રથમ ટ્રેનને લીલીઝંડી દેખાડી હતી. આરઆરટીએસ કોરિડોર દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનને જોડશે. ૮૨ કિ.મી. લાંબા દિલ્હી-મેરઠ આરઆરટીએસ પ્રાયોરિટી સેક્શન પર પ્રથમ ‘નમો ભારત’ ટ્રેનને લીલીઝંડી આપ્યા બાદ…
ખંડણીના કેસમાં વોન્ટેડ ગેન્ગસ્ટર રવિ પૂજારીના સાગરીતની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ
થાણે: ખંડણીના કેસમાં વોન્ટેડ ગેન્ગસ્ટર રવિ પૂજારીના સાગરીતની છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે ગુરુવારે ધરપકડ કરેલા આરોપીની ઓળખ વિજય પુરુષોત્તમ સાળવી ઉર્ફે વિજય તાંબટ તરીકે થઇ હોઇ તેની વિરુદ્ધ મહારાષ્ટ્ર ક્ધટ્રોલ…
મંદિરમાં પૂજા કરીને ઘરે જઇ રહેલી મહિલાના દાગીના પડાવ્યા: બે જણ સામે ગુનો દાખલ
મુંબઈ: બોરીવલી પૂર્વમાં મંદિરમાં પૂજા કરીને ઘરે જઇ રહેલી ૫૩ વર્ષની મહિલાને રસ્તામાં રોક્યા બાદ તેને વાતોમાં પરોવીને બે ગઠિયાએ દાગીના પડાવ્યા હતા. કસ્તુરબા માર્ગ પોલીસે આ પ્રકરણે બે જણ સામે ગુનો દાખલ કર્યો હતો. કાંદિવલી પૂર્વના સમતાનગર વિસ્તારમાં રહેતી…
ગેરકાયદે વસવાટ કરતા ૧૭ બાંગ્લાદેશી પકડાયા
મુંબઈ: ભારતમાં ઘૂસણખોરી કરી મુંબઈ અને પાલઘરમાં ગેરકાયદે વસવાટ કરતા ૧૭ બંગલાદેશીને બોરીવલી પોલીસે ઝડપી પાડ્યા હતા. આરોપીઓએ બનાવટી દસ્તાવેજોને આધારે આધારકાર્ડ, પેનકાર્ડ અને પાસપોર્ટ મેળવ્યા હોવાનું તપાસમાં જણાયું હતું. બોરીવલી પોલીસે મળેલી માહિતીને આધારે ગુરુવારે બોરીવલી પશ્ર્ચિમમાં એલ.ટી. રોડ…
શિવાજીની પ્રતિમા જમ્મુ – કાશ્મીરમાં સ્થાપના માટે રવાના
મુંબઈ: જમ્મુ – કાશ્મીરના કુપવાડામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું સ્થાપન કરવા માટે મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે રવાના કરી હતી.રાજ ભવન દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્ર અનુસાર કુપવાડા ખાતે રાષ્ટ્રીય રાઈફલ્સ૪૧ મરાઠા લાઈટ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટને…
લલિત પાટીલ કેસ ઉદ્ધવ ઠાકરે સાથે કનેક્શનનો ફડણવીસનો આક્ષેપ
મુુંબઇ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ડ્રગ્સ માફિયા લલિત પાટીલનું નામ ચર્ચામાં છે. સાસૂન હૉસ્પિટલમાં પોલીસ કસ્ટડીમાં હોવા છતા લલિત પાટીલ નાસી છૂટ્યો હતો. આ પછી વિપક્ષે શિંદે-ફડણવીસ સરકાર પર સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. જેના જવાબમાં ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ…
ડૉક્ટર દંપતી સાથે છેતરપિંડી આચરનારો યુવક બે મહિના બાદ ભોપાલથી ઝડપાયો
મુંબઈ: મલાડના ડોક્ટર દંપતી સાથે રૂ. ત્રણ લાખની છેતરપિંડી આચરનારા આરોપીને બે મહિના બાદ પોલીસે ભોપાલથી ઝડપી પાડ્યો હતો. દંપતીના પૈસા આરોપી વિમલ સાહુના બેન્ક ખાતામાં ટ્રેસ થયા હતા. સાહુ વિદ્યાર્થી છે અને ભોપાલમાં વ્યવસાય ધરાવે છે. ૭૦ વર્ષના ફરિયાદી…