ખાર-ગોરેગાંવ વચ્ચે છઠ્ઠી લાઈન ૨૬ ઓક્ટો.થી પાંચમી નવેમ્બર સુધી ૨,૫૫૦ લોકલ ટ્રેન રદ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પશ્ચિમ રેલવેમાં ખાર અને ગોરેગાંવ રેલવે સ્ટેશનની વચ્ચે છઠ્ઠી રેલવે લાઈનનું કામકાજ ઝડપથી પૂરું કરવાનું લક્ષ્યાંક હાથ ધરવામાં આવ્યું છે. ખાર અને ગોરેગાંવ સ્ટેશનની વચ્ચે ૮.૮ કિલોમીટર લાંબી વધારાની લાઈનનું નિર્માણ કરવામાંઆવશે, તેથી મુંબઈ સબર્બનમાં રોજ ૨૫૦થી…
ઉદ્ધવ અને શિંદે સેના દશેરા રેલી બાળાસાહેબના વારસાની લડાઈમાં કરશે શક્તિ પ્રદર્શન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેનાના ઉદ્ધવ ઠાકરેના જૂથ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથ ફરી વખત એકબીજાની સામે આવી ગયા છે. દશેરા રેલીએ શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેનો અસલી વારસો પોતાની પાસે હોવાનો દાવો રજૂ કરવા માટે શક્તિ પ્રદર્શન આદર્યું છે. ગયા…
કાંદિવલીની આગમાં બાળક સહિત બેનાં મોત
ફરી ફાયર સેફ્ટી સિસ્ટમની મોકાણ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કાંદીવલી (પશ્ર્ચિમ)માં આવેલી ગ્રાઉન્ડ પ્લસ આઠ માળની ઈમારતમાં સોમવારે બપોરે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગમાં આઠ વર્ષના બાળક સહિત બેના મૃત્યુ થયા હતા. તો ત્રણ લોકો ગંભીર રીતે જખમી થયા હતા.…
ગોખલે પુલનુંં કામ રેલવેને કારણે અટવાયું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારા ગોપાલકૃષ્ણ ગોખલે પૂલનો એક તરફનો હિસ્સો દિવાળી સુધીમાં ખુલ્લો મુકાય એવી શક્યતા નહીંવત જણાઈ રહી છે. પશ્ર્ચિમ રેલવે દ્વારા ગર્ડર નાખવા માટે બ્લોક આપવામાં થઈ રહેલા વિલંબને કારણે પુલ માટે ગર્ડર નાખવાનું…
- આમચી મુંબઈ
મુંબઈનો જોશ: ‘લાઇફલાઇન’માં નોરતાની ઉજવણી
મુંબઈ: મુંબઈ પંચરંગી લોકોની નગરી ગણાય છે, તેથી જ મુંબઈની લોકલ ટ્રેનમાં તેની છાંટ અચૂક જોવા મળે છે. દરેક તહેવારોની ઉજવણી મુંબઈની લોકલ ટ્રેનમાં પણ અચૂક કરવામાં આવતી હોય છે. મુંબઈગરાની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં પ્રવાસીઓએ નવમા નોરતા અને દશેરા…
‘લેઝર બીમ’ સામે બોમ્બે હાઈ કોર્ટમાં જનહિત અરજી દાખલ
મુંબઈ: ગણેશોત્સવ દરમિયાન ડીજેના કર્કશ અવાજ અને આરોગ્ય પર લેઝર બીમની હાનિકારક અસરો સામે બોમ્બે હાઈ કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે.ગણેશ વિસર્જન દરમિયાન અવાજનું સ્તર ૧૦૦ને વટાવી ગયું હોવાનું આ સતત બીજું વર્ષ છે. પોલીસ દ્વારા…
નકલી દવાઓ: એફડીએની ચાંપતી નજર
મુંબઈ: રાજ્યમાં છૂટક અને જથ્થાબંધ દવાના ડીલરો બીજા રાજ્યોમાંથી મોટી માત્રામાં દવાઓ ખરીદે છે. આનાથી રાજ્યમાં નકલી દવાઓ પ્રવેશવાની શક્યતા વધી જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા રાજ્યમાં નકલી દવાઓને કાબૂમાં લેવા અને નાગરિકોને…
હવે દસમાના વિદ્યાર્થીએ કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
મરાઠા આરક્ષણ માટે ૨૪ કલાકમાં આત્મહત્યાની બે ઘટના નાંદેડ: મરાઠા આરક્ષણની માગણીને લઇ નાંદેડ જિલ્લામાં આત્મહત્યાનો સિલસિલો શરૂ જ છે. શનિવારે રાતે ૨૪ વર્ષના યુવકે આરક્ષણને લઇ જંતુનાશક દવા ગટગટાવી આત્મહત્યા કરી હતી, જ્યારે રવિવારે નાયગાંવ તાલુકામાં દસમા ધોરણના ૧૬…
ગાઝા પર હુમલાની તીવ્રતા વધારીશું: ઈઝરાયલ
ભયંકર તારાજી:ઈઝરાયલના હવાઈદળે ગાઝા પટ્ટીમાં ત્રાસવાદીઓના સ્થળો પર કરેલા બૉમ્બમારા પછી પેલેસ્ટીનિયનો કાટમાળને નિહાળી રહ્યા છે. (એપી) ગાઝા: હમાસશાસિત વિસ્તારમાં વધુ રાહત સામગ્રી મોકલવાની પરવાનગી આપ્યા બાદ ઈઝરાયલના યુદ્ધવિમાનોએ સોમવારે સવારે ગાઝામાં શરણાર્થીઓને જ્યાં આશરો લેવાનું જણાવ્યું હતું એ સહિતના…
દિલ્હીમાં વધુ ૮ પ્રદૂષણ હોટસ્પોટ મળી આવ્યા: પર્યાવરણ પ્રધાન ગોપાલ રાય
પ્રદૂષણ રોકવા માટે ધૂળ નિવારક દવાઓનો ઉપયોગ કરાશે નવી દિલ્હી: સરકારે રાજધાની દિલ્હીમાં હાલના ૧૩ ઉપરાંત વધુ ૮ પ્રદૂષણ હોટસ્પોટ ઓળખી કાઢ્યા છે અને આ સ્થળોએ પ્રદૂષણના સ્ત્રોતોની તપાસ કરવા માટે વિશેષ ટીમો તૈનાત કરવામાં આવશે, એમ દિલ્હીના પર્યાવરણ પ્રધાન…