- શેર બજાર
નિફ્ટીએ માંડ માંડ બચાવી ૧૯૦૦૦ની સપાટી, સેન્સેક્સ ૬૪,૦૫૦ની નીચે ખાબક્યો!
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દશેરાના બંધ પછીના સત્રમાં શેરબજારમાં અફડાતફડી જારી રહી છે. વિશ્ર્વબજારમાં સુધારાના સંકેત અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં ઇઝરાયલ અને હમાસના યુદ્ધને કારણે સર્જાયેલી અનિશ્ર્ચિતતા વચ્ચે સ્થાનિક શેરબજાર પ્રારંભિક સુધારો ગુમાવીને બપોરના સત્ર પછી ગબડતું…
- વેપાર
ડૉલર સામે રૂપિયો બે પૈસા નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આગળ ધપેલી નરમાઈ અને વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ જોવા મળતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સત્ર દરમિયાન જોવા મળેલો આઠ પૈસાનો સુધારો ધોવાઈ ગયો હતો અને અંતે આગલા બંધ સામે બે પૈસાના ઘટાડા…
- વેપાર
સોનામાં ₹ ૧૩૪નો અને ચાંદીમાં ₹ ૧૦૯૦નો ઘટાડો
મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના નિર્દેશો હતા.…
- વેપાર
ધાતુમાં મિશ્ર વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે વિવિધ ધાતુઓમાં મિશ્ર વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ બ્રાસ, ઝિન્ક, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને કોપરની અમુક વેરાઈટીઓમાં ઔદ્યોગિક વપરાશકારોની માગ જળવાઈ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૧૨નો ઘટાડો…
- સ્પોર્ટસ
ઑસ્ટ્રેલિયાનો ૩૦૯ રનથી વિજય
મેક્સવેલે ફટકારી વન-ડે વર્લ્ડ કપની સૌથી ઝડપી સદી સદીઓ:નવી દિલ્હીમાં નેધરલૅન્ડસ સામે સદી કરનારા ઑસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ (૧૦૬ રન) અને ડેવિડ વોર્નર (૧૦૪ રન). ગ્લેન મેક્સવેલે ૪૦ બોલમાં કરેલી સદી વિશ્ર્વ કપની સૌથી ઝડપી હતી. ઑસ્ટ્રેલિયાએ પચાસ ઓવરમાં આઠ વિકેટે…
ભારતીય ટીમને લાગ્યો ઝટકો, હાર્દિક પંડ્યા ઈંગ્લેન્ડ અને શ્રીલંકા સામેની મેચમાંથી રહી શકે છે બહાર
નવી દિલ્હી: ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વર્લ્ડ કપની આગામી બે મેચમાં નહીં રમી શકે. હાર્દિક પંડ્યા ઇગ્લેન્ડ અને શ્રીલંકા સામેની મેચમાં ન રમે તેવી સંભાવના છે.હાર્દિક પંડ્યા ગયા અઠવાડિયે બંગલાદેશ સામેની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તેને પગની ઘૂંટીમાં…
આજે શ્રીલંકા સામે ટકરાશે ઇંગ્લેન્ડ, સેમિફાઇનલની રેસમાં ટકી રહેવા બન્ને ટીમ માટે જીત જરૂરી
બેંગલૂરુ: આજે વર્લ્ડ કપમાં ઇગ્લેન્ડ અને શ્રીલંકાની ટીમ સામસામે ટકરાશે. આ મેચ બેંગલૂરુમાં ભારતીય સમય અનુસાર બપોરે બે વાગ્યે શરૂ થશે. વર્લ્ડ કપમાં અત્યાર સુધી બંન્ને ટીમનું પ્રદર્શન અપેક્ષા અનુસાર રહ્યું નથી. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇગ્લેન્ડ અને શ્રીલંકા અત્યાર સુધી ચાર…
મારું લક્ષ્ય હંમેશાં શ્રેષ્ઠ બનવાનું છે: વિરાટ કોહલી
ચેન્નાઈ: ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વર્તમાન વર્લ્ડ કપમાં સારા ફોર્મમાં છે. કોહલીએ કહ્યું હતું કે હંમેશાથી તેનું લક્ષ્ય શ્રેષ્ઠતાનો પીછો કરવાનો નથી, પરંતુ શ્રેષ્ઠ બનવાનો છે. કોહલી વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે પાંચ…
- એકસ્ટ્રા અફેર
પાકિસ્તાનની ચોરી પર સીનાજોરી: પેલેસ્ટાઈન-કાશ્મીર એક નથી
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ છાસવારે જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવીને નરાતાર જૂઠાણાં ચલાવ્યા કરતા પાકિસ્તાને ફરી એક વાર યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં એક વાર ફરી કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો છે. આઘાતની વાત એ છે કે, પાકિસ્તાને કાશ્મીરમાં ચાલી રહેલા આતંકવાદનો ખુલ્લો…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંતઋતુ), ગુરુવાર, તા. ૨૬-૧૦-૨૦૨૩, પ્રદોષ. પંચક.ભારતીય દિનાંક ૪, માહે કાર્તિક, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન સુદ-૧૨જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૧૨પારસી શહેનશાહી રોજ ૧૨મો મોહોર, માહે ૩જો ખોરદાદ, સને…