સેનેટ ચૂંટણીમાં નવેસરથી મતદાર નોંધણી
શિંદે યુવા સેનાને રાહત, ઠાકરે જૂથને આંચકો મુંબઈ: મુંબઈ યુનિવર્સિટીની સેનેટ ચૂંટણી માટે નવેસરથી મતદાર નોંધણી કરવાનો નિર્ણય બુધવારે જાહેર કરવામાં આવતા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના શિવસેના પક્ષની યુવા સેનાનો માર્ગ મોકળો થયો છે જ્યારે અગાઉ સર્વાધિક મતદાર નોંધણી કરનાર…
હિંગોલીમાં યુવકની આત્મહત્યા: સ્યુસાઇડ નોટમાં મરાઠા ક્વોટાના મુદ્દાનો ઉલ્લેખ
છત્રપતિ સંભાજીનગર: હિંગોલી જિલ્લામાં ૨૫ વર્ષના યુવકે ગુરુવારે આત્મહત્યા કરી હતી અને મરાઠા સમુદાય માટે નોકરી અને શિક્ષણમાં આરક્ષણની માગ સાથે ચાલી રહેલા આંદોલન સાથે તેના અંતિમ પગલાને જોડતી ચિઠ્ઠી છોડી હતી. અખાડા બાલાપુર ગામમાં ગુરુવારે સવારે કૃષ્ણા કલ્યાણકર નામના…
મરાઠા આરક્ષણના વિરોધી વકીલની બે કારની તોડફોડ
મુંબઈ: મરાઠા આરક્ષણના વિરોધી વકીલ ગુણરત્ન સદાવર્તેની બે કારની કથિત તોડફોડ કરવા બદલ ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર પરેલ વિસ્તારમાં ગુરુવારે સવારે ૬.૩૦ વાગ્યે આ ઘટના બની હતી. ત્રણ જણે વકીલની બે લક્ઝરી કારના કાચ તોડ્યા…
મની લોન્ડરિંગ કેસમાં હાઈ કોર્ટે આઈટી ટ્રિબ્યૂનલનો આદેશ રદ કર્યો
મુંબઈ: વ્યક્તિની વધારાની ‘બિનહિસાબી આવક’ કરપાત્ર ગણવાના ધ ઈન્કમ ટૅક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (મુંબઈ શાખા) ના આદેશને બોમ્બે હાઈ કોર્ટે રદ કર્યો છે. એક વ્યક્તિ પર શેરબજારમાં ગેરરીતિ આચરવા અંગે આક્ષેપ કરવામાં આવ્યો છે. ટ્રિબ્યુનલે પોતાના કાર્યક્ષેત્રને ઓળંગી આ ચુકાદો આપ્યો…
બદનક્ષી કેસમાંથી મુક્ત કરવાની માગણી:ઉદ્ધવ-રાઉતની અરજી અદાલતે નકારી
મુંબઈ: શિંદે જૂથના શિવસેના નેતા રાહુલ શેવાળેએ શિવસેના (યુબીટી) અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને પક્ષના સંસદ સભ્ય સંજય રાઉત વિરુદ્ધ દાખલ કરેલા બદનક્ષી કેસમાંથી મુક્તિ માગતી તેમની અરજી ગુરુવારે અદાલતે નકારી હતી. શિવસેના (યુબીટી)ના મુખપત્ર ’સામના’માં પોતાની વિરુદ્ધ બદનક્ષીભર્યા લેખ છાપવાનો…
ગુજરાતના આઠ જેટલા ડેવલપર્સ દ્વારા રીયલ એસ્ટેટ પ્રોજેક્ટ માટે ૭૪૫૯ કરોડના એમઓયુ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આઠ જેટલા ડેવલપર્સ દ્વારા રાજ્યના અમદાવાદ, વડોદરા અને સુરત મહાનગરમાં કોમર્શિયલ પ્રોજેક્ટસ, કોમર્શિયલ એન્ડ રેસિડેન્સીયલ પ્રોજેક્ટસ માટે કુલ રૂ. ૭૪૫૯.૬૮ કરોડના એમઓયુ શહેરી વિકાસ વિભાગ સાથે કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટસ પર…
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ: ૪૦૦થી વધુ મહાનુભાવોએ કોન્ફરન્સમાં ભાગ લીધો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-૨ ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના અમલીકરણ અંગે વાઈસ ચાન્સેલર્સ અને એનઈપી કોઓર્ડિનેટર્સની એક દિવસીય કોન્ફરન્સનો શુભારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, આરોગ્ય અને તબીબી, ઉચ્ચ…
અમદાવાદ-મુંબઈ વચ્ચે બરાબર દિવાળી વખતે ૧૫ ટ્રેનો રદ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમદાવાદથી મુંબઈના રૂટ પર તા. ૨૬ ઓક્ટોબરથી ૯ નવેમ્બર દરમિયાન મુંબઈ-અમદાવાદ વચ્ચે ૧૫ ટ્રેનો રદ કરવામાં આવી છે જ્યારે ૨૪ ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરાઈ છે. જો કે મુંબઈના ખાર-ગોરેગાંવ વચ્ચે છઠ્ઠી લાઈન પર કામગીરીના કારણે ટ્રેનના વ્યવહાર…
ગુજરાતમાં ઉજાગરા- થાકના કારણે શરદી-ઉધરસ, વાઈરલ ચેપના કેસ વધ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં નવલી નવરાત્રિ અને દશેરા પર્વનું સમાપન થઈ ગયું છે. રાજ્યમાં સળંગ દસ દિવસ મોડી રાતના ઉજાગરા, અપૂરતી ઊંઘ, મોડી રાતે કરેલા બહારના તેલ-મરચાંવાળા નાસ્તા, ઠંડા પીણાં અને વહેલી સવાર સુધી ગરબા રમવાના કારણે લાગેલા ભયાનક થાકથી…
રોપવેના બીજા ફેઝનો અમલ થયા બાદ પાવાગઢમાં દૂધિયા તળાવથી મહાકાળી માતાનાં દર્શને જવા સાત મિનિટ જ લાગશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: પાવાગઢ ખાતે નવી ઊભી થઇ રહેલી વ્યવસ્થામાં દૂધિયા તળાવથી મહાકાળી માતાના દર્શને જવામાં માત્ર ૭ મિનિટનો સમય જ લાગશે એવું વહીવટદારોએ જણાવ્યું હતું. પહેલા તબક્કામાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ૧૨૫ કરોડના ખર્ચે ૩ ફેઝમાં કામ પૂરું…