- નેશનલ
ઇઝરાયલી સૈનિકો ઉત્તર ગાઝામાં પ્રવેશ્યા
નિરીક્ષણ: દક્ષિણ ગાઝાપટ્ટીના ખાન યુનુસ નગર પર ઈઝરાયલે કરેલા હવાઈહુમલા બાદ ઈમારતના કાટમાળનું નિરીક્ષણ કરી રહેલા પૅલેસ્ટાઈનવાસીઓ. (એજન્સી) જેરુસલેમ: ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે તેના સૈનિકો અને ટેન્કો ગુરુવારે રાત્રે ઉત્તર ગાઝામાં થોડા સમય માટે પ્રવેશ્યા હતા. બે અઠવાડિયાથી વધુના…
- નેશનલ
ઉદ્ઘાટન:
અહમદનગર જિલ્લામાં ગુરુવારે નિલવંદે ડેમના જળ પૂજન અને ડેમના લૅફ્ટ બૅંક કેનાલ નૅટવર્કના ઉદ્ઘાટન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મહારાષ્ટ્રના ગવર્નર રમેશ બાયસ, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર.(એજન્સી)
કર્ણાટકના ચિકબલ્લાપુરમાં માર્ગ અકસ્માતમાં ૧૩ પ્રવાસીનાં મોત
ચિકબલ્લાપુર: ગુરુવારે સવારે એક ખાનગી વાહન હાઈવે પર ઊભા રહેલા ટેન્કર સાથે અથડાતા ૧૩ પ્રવાસીનાં મૃત્યુ થયાં હતા. નેશનલ હાઈવે ૪૪ પર સવારે સાત કલાકે અકસ્માત થયો હતો. જેમાં ચાર મહિલા સહિત ૧૩ પ્રવાસીનાં મોત થયા હતા. એક એસયુવી (સ્પોર્ટ્સ…
કતારમાં આઠ ભારતીયોને મૃત્યુદંડની સજા
નવી દિલ્હી: કતારમાં ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને મુત્યુદંડની સજા કરવામાં આવી છે. આ અંગે ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે કહ્યું હતું કે, આ કેસ પર નજર રાખવામાં આવી રહી છે અને તમામ કાયદાકીય વિકલ્પો અજમાવવામાં આવશે. અલ દહરા કંપનીના આ…
ટ્રમ્પને અયોગ્ય ટિપ્પણી કરવા બદલ ૧૦,૦૦૦ ડૉલરનો દંડ
ન્યૂ યોર્ક : અમેરિકાના ભતૂપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને બુધવારે અયોગ્ય ટિપ્પણી કરવા બદલ જજે ૧૦,૦૦૦ ડોલરનો દંડ કર્યો હતો. આ અગાઉ સોશિયલ મીડિયા પર એક અન્ય અયોગ્ય ટિપ્પણીના પગલે ટ્રમ્પને ૫,૦૦૦ ડૉલરનો દંડ કરવામાં આવ્યો હતો. ટ્રમ્પ સામે ન્યૂયોર્કની સિવિલ…
માઈક જોન્સન યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના નવા સ્પીકર તરીકે ચૂંટાયા
વોશિંગ્ટન: લુઇસિયાનાના રિપબ્લિકન કૉંગ્રેસમેન માઈક જોન્સનને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા છે, જેણે અમેરિકી રાજનીતિમાં ત્રણ સપ્તાહની અનિશ્ચિતતાનો અંત લાવી દીધો છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકરનું પદ દેશના સૌથી શક્તિશાળી રાજકીય પદોમાંનું એક છે અને યુએસ પ્રમુખ પછી…
અમેરિકામાં આડેધડ ગોળીબાર: ૧૮નાં મોત
લેવિસ્ટન: અમેરિકામાં એક શખસે બુધવારે મેન રાજ્યના લેવિસ્ટનમાં એક રેસ્ટોરન્ટ અને બોલિંગ એલીમાં આડેધડ ગોળીબાર કરી ૧૮ લોકોની હત્યા કરી હતી. હત્યારો અપરાધને અંજામ આપી ભાગી ગયોહતો. આરોપીને ઝડપી લેવા સેંકડો અધિકારીઓએ શોધખોળ શરૂ કરી હતી. તેમજ રહેવાસીઓ આ ઘટનાથી…
- નેશનલ
શૅરબજારના છ સત્રમાં ૨૦ લાખ કરોડનું ધોવાણ
નિલેશ વાઘેલામુંબઈ: શેરબજારનો આખલો ઘાયલ થઇ ગયો છે અને મંદીવાળા હાવી થઇ ગયાં છે. ઓક્ટોબર સામાન્ય રીતે રોકાણકારો માટે સારો કહેવાય છે પરંતુ પાછલા છ જ સત્રમાં બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓના મૂલ્યમાં રૂપિયા વીસ લાખ કરોડથી વધુનું ધોવાણ થઇ ગયું…
કેટલાક લોકોએ ફક્ત ખેડૂતોના નામે રાજકારણ જ કર્યું છે: વડા પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે શિરડીમાં આવ્યા હતા ત્યારે તેમણે એનસીપીના સ્થાપક સિનિયર પવારનું નામ લીધા વગર તેમની આકરી ટીકા કરતાં એમ કહ્યું હતું કે કેટલાક લોકો ફક્ત ખેડૂતોના નામે રાજકારણ કરી રહ્યા છે. મોદીએ કહ્યું હતું…
આજથી ‘હાલાકી’ અપરંપાર પશ્ર્ચિમ રેલવેમાં રોજની ૨૫૦થી વધુ લોકલ કૅન્સલ
મુંબઈ: પશ્ર્ચિમ રેલવેમાં છઠ્ઠી લાઈન માટે કામકાજ ચાલી રહ્યું છે, જેની લાંબા ગાળે ટ્રેનની મૂવમેન્ટથી લઈને નવી સર્વિસમાં વધારો થઈ શકે છે, પરંતુ આગામી પંદરેક દિવસ લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં પ્રવાસીઓને મુશ્કેલી પડી શકે છે. પશ્ર્ચિમ રેલવેમાં રોજની હજારથી વધુ…