મહેન્દ્રસિંહ ધોનીએ આઇપીએલ ૨૦૨૪માં રમવાના આપ્યા સંકેત
નવી દિલ્હી: ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ઇન્ડિયન પ્રિમિયર લીગની આગામી સીઝનમાં રમવાના સંકેત આપ્યા હતા. એક કાર્યક્રમ દરમિયાન ધોનીએ આ અંગેના સંકેત આપ્યા હતા. વાસ્તવમાં ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિએ ધોનીને નિવૃત ક્રિકેટર ગણાવ્યો હતો. જેને અધવચ્ચે ટોકતા ધોનીએ કહ્યું હતું…
“કાર્તિકી એકાદશીએ ફડણવીસને પૂજા નહીં કરવા દઇએ
મરાઠા આંદોલનકારીઓની ચેતવણી મુંબઇ: મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માગને લઈને ચાલી રહેલું આંદોલન હવે જોર પકડી રહ્યું છે. તેની અસર હવે રાજ્યભરમાં જોવા મળી રહી છે. મરાઠા આરક્ષણની માગ કરી રહેલા દેખાવકારોએ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ચેતવણી આપી છે કે…
મુસ્લિમ મરણ
દાઉદી વ્હોરારસુલભાઇ મહમદઅલી ચીત્તલવાળાના બૈરો તે કાદરભાઇ કરીમભાઇના દીકરી. તે ફિરોઝભાઇ હાતીમભાઇ રશીદાબેન ઊનવાલાના માસાહેબ. તે રકૈયાબાઇ જુમાનાબાઇ જુઝરભાઇ ઊનવાલાના સાસુ કુલસમબાઇ રસુલભાઇ ચીત્તલવાળા તા. ૨૪-૧૦-૨૩ મંગળવારના રોજ મુંબઇ મુકામે ગુજરી ગયા છે.
વાહનવ્યવહાર પ્રધાન સંઘવીની દિવાળીનો લાભ લઇ લૂંટ ચલાવતા ખાનગી બસ સંચાલકોને ચીમકી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: માર્ગ અને વાહન-વ્યવહાર પ્રધાન હર્ષ સંઘવીએ સુરતના અઠવાલાઇન્સ સ્થિત સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી તેમાં ગુજરાત એસ.ટી. નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્ર્નોનું સુખદ નિરાકરણ આવતા એક તરફ કર્મચારીઓને શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા તો બીજી તરફ દિવાળી દરમિયાન…
સુરતમાંથી અલકાયદાના વોન્ટેડ આરોપી સાથે સંકળાયેલો બંગલાદેશી ઝડપાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા બંગલાદેશી ઇસમની ધરપકડ કરવામાં આવી હતી. બોગસ ડોક્યુમેન્ટના આધારે ખોટું નામ ધારણ કરીને ગેરકાયદેસર રીતે તે ભારતમાં રહેતો હતો. એનઆઈએની તપાસમાં ઝડપાયેલો બંગલાદેશી અલ કાયદાની સાથે સંકળાયેલો હોવાનું બહાર આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા…
રાજ્યમાં છેલ્લા ૪૮ કલાકમાં ૯ લોકોનાં હાર્ટએટેકથી મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ૪૮ કલાકમાં નવ લોકોના હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યાં હતાં. ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલફેલાયો છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ચાર લોકો હાર્ટ એટેક આવવાથી મોતને ભેટ્યાં હતાં. જેમાં રાજકોટમાં બે, અમદાવાદમાં…
બનાસકાંઠાના ડીસામાંથી શંકાસ્પદ ઘીનો ૫૬૬.૭ લિટરનો જથ્થો જપ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: બનાસકાંઠા જિલ્લાના ડીસામાંથી ફૂડ વિભાગે રૂ. ૨.૪૮ લાખની કિંમતનો ૫૬૬.૭ લિટર શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ ઘીના નમૂના ચકાસણી માટે લેબમાં મોકલ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુરની ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા ડીસામાં…
રખડતાં ઢોર અને ટ્રાફિક મામલે હાઈ કોર્ટે અધિકારીઓને ઝાટક્યા
જોકે ચાર્જફ્રેમ કરતાં પૂર્વે ૭ દિવસમાં સુધારો દેખાડવાનો મોકો આપ્યો (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં રખડતાં ઢોર અને ટ્રાફિક સમસ્યા સહિતના મુદ્દે શુક્રવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. શુક્રવારે હાથ ધરવામાં આવેલી સુનાવણીમાં અમદાવાદ સિટી પોલીસ કમિશનર, અમદાવાદ મનપા પોલીસ કમિશનર,…
- શેર બજાર
સતત છ સત્રના ઘટાડા બાદ વૅલ્યુ બાઈંગને ટેકે સેન્સેક્સ અને નિફ્ટીમાં એક ટકાનું બાઉન્સબૅક
નિફ્ટીએ ૧૯૦ પૉઈન્ટની તેજી સાથે પુન: ૧૯,૦૦૦ની સપાટી અંકે કરી (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સતત છ સત્ર સુધી સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં એકતરફી નરમાઈ જોવા મળ્યા બાદ આજે સપ્તાહના અંતિમ સત્રમાં ખાસ કરીને ઑટો, આઈટી, ફાઈનાન્સિયલ અને એનર્જી સ્ટોક્સમાં વૅલ્યૂ બાઈંગ નીકળ્યું…
- વેપાર
ચાંદીમાં ₹ ૬૫૪ ગબડી, સોનામાં ₹ ૧૫૯નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મધ્યપૂર્વના દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવને ધ્યાનમાં લેતાં આજે લંડન ખાતે સોનામાં રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી જળવાઈ રહી હતી, પરંતુ અમેરિકી ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખે તેવી શક્યતાને કારણે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે…