ખોટી પ્રવૃત્તિઓને રોકવાનો સમય આવી ગયો છે: પવારનો મોદીને જવાબ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દેશમાં એકમતની આવશ્યકતા છે, ખોટી પ્રવૃત્તિને રોકવાનો સમય આવી ગયો છે. આથી દેશના હિતમાં સમવિચારી પક્ષોએ એક થવાની આવશ્યકતા આવી છે. દેશના હિત માટે એકતાનો વિચાર લઈને આગળ જવાનું છે અને તેને માટે પ્રયાસો કરવા આવશ્યક છે,…
દેવેન્દ્ર ફડણવીસ ફરીથી મુખ્ય પ્રધાન બનશે?: ભાજપે રાજકીય ભૂકંપના સ્પષ્ટ સંકેત આપ્યા
મુંબઈ: એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે બે દિવસ પહેલા જ દિલ્હીની ઓચિંતી મુલાકાત લીધા બાદ મહારાષ્ટ્ર ભાજપમાંથી દેવેન્દ્ર ફડણવીસ “હું પાછો આવીશ” કહેતો એક વિડિયો સોશિયલ મીડિયા દ્વારા શેર કરવામાં આવ્યો હતો. આને પગલે ફરી એકવાર રાજ્ય માં રાજકીય ભૂકંપના…
‘મેટ્રા-૫’ રૂટના પ્રથમ તબક્કામાં સ્ટેશનોનું કામ પૂર્ણ
મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ આખરે ‘થાણે – ભિવંડી કલ્યાણ મેટ્રો-૫’ રૂટના પ્રથમ તબક્કાના કામમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન પૂર્ણ કર્યું છે. થાણે – ભિવંડીના પ્રથમ તબક્કામાં તમામ સ્ટેશનોના સ્લેબનું કામ પૂર્ણ થઈ ગયું છે. જેથી હવે સ્ટેશન અને…
૩૦૦ કરોડના મેફેડ્રોનની જપ્તિના કેસમાં ડ્રગ બનાવવાની ફોર્મ્યુલા પૂરી પાડનારો પકડાયો
મુંબઈ: નાશિકમાં ડ્રગ્સ બનાવતી ફૅક્ટરી પર દરોડો પાડી ૩૦૦ કરોડ રૂપિયાનું મેફેડ્રોન (એમડી) જપ્ત કરવાના કેસમાં મુંબઈની સાકીનાકા પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીએ ફૅક્ટરી ધમધમતી કરવા માટે ડ્રગ બનાવવાની ફોર્મ્યુલા અને માણસો પૂરા પાડ્યા હોવાનું તપાસમાં…
‘સિક્સ-જી’માં ભારત વિશ્ર્વનું નેતૃત્વ કરશે: મોદી
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દાવો કર્યો હતો કે ભારત ‘સિક્સ-જી’ ટેક્નૉલૉજીમાં વિશ્ર્વનું નેતૃત્વ કરશે. ભારત એક સમયે મોબાઇલ ફૉનનો આયાતકાર દેશ હતો, પરંતુ હવે મૉબાઇલ ફૉનનો અગ્રણી નિકાસકાર બની ગયો છે. મોદીએ અહીં શુક્રવારે ‘ઇન્ડિયા મોબાઇલ કૉંગ્રેસ’ને…
કાંદાના રિટેલ ભાવમાં ૫૭ ટકાનો ઉછાળો
નવી દિલ્હી: દેશમાં રિટેલ સ્તરે કાંદાના ભાવમાં ૫૭ ટકા જેટલો ઉછાળો આવતા સરેરાશ ભાવ કિલોદીઠ રૂ. ૪૭ની સપાટી સુધી પહોંચતા ગ્રાહકોને રાહત માટે કેન્દ્ર સરકારે બફર સ્ટોકમાંથી કિલોદીઠ રૂ. ૨૫ના રાહતના ભાવે વેચાણ કરવાનો નિર્ણય લીધો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના…
અમેરિકા અને ચીનનાં યુદ્ધવિમાનો અથડાતાં બચ્યાં
બેંગકોક: અમેરિકાના લશ્કરે દાવો કર્યો હતો કે દક્ષિણ ચીનના દરિયાઇ વિસ્તાર પરથી ઊડી રહેલા અમેરિકાના ‘બી-ફિફ્ટિટૂ બૉમ્બર’ની અંદાજે ૧૦ ફૂટ નજીક ચીનનું એક લડાયક વિમાન આવી ગયું હતું, પરંતુ તેઓ વચ્ચેની અથડામણ ટળતા મોટી દુર્ઘટના થતાં રહી ગઇ હતી. ચીન…
એશિયન પેરા ગેમ્સમાં ભારતે જીત્યા ૯૯ મેડલ
હોંગઝોઉ: એશિયન પેરા ગેમ્સમાં પાંચમા દિવસે ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ભારતે ટૂર્નામેન્ટ્સમાં અત્યાર સુધીમાં કુલ ૯૯ મેડલ જીત્યા હતા જેમાં ૨૫ ગોલ્ડ, ૨૯ સિલ્વર અને ૪૫ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. સુહાસ યથિરાજે મેન્સ સિંગલ બેડમિન્ટન ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો…
ઇઝરાયલનો ગાઝા પર બીજો મોટો હુમલો: ભારે જાનહાનિ
દેર અલ-બલાહ (ગાઝા પટ્ટી): ઇઝરાયલના ભૂમિદળે યુદ્ધ વિમાનો અને ડ્રૉન્સની મદદથી ગાઝા પર ભૂમિ માર્ગે બીજો મોટો હુમલો કર્યો હતો. ગાઝા શહેરના સીમાડે અનેક લક્ષ્યનો નાશ કરાયો હોવાનો દાવો કરાય છે. ઇઝરાયલનું લશ્કર ‘હમાસ’ દ્વારા શાસિત આ વિસ્તારમાં મોટા પાયે…
મહેન્દ્રસિંહ ધોનીએ આઇપીએલ ૨૦૨૪માં રમવાના આપ્યા સંકેત
નવી દિલ્હી: ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ઇન્ડિયન પ્રિમિયર લીગની આગામી સીઝનમાં રમવાના સંકેત આપ્યા હતા. એક કાર્યક્રમ દરમિયાન ધોનીએ આ અંગેના સંકેત આપ્યા હતા. વાસ્તવમાં ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિએ ધોનીને નિવૃત ક્રિકેટર ગણાવ્યો હતો. જેને અધવચ્ચે ટોકતા ધોનીએ કહ્યું હતું…