ખીચડી કૌભાંડ પાલિકાના નાયબ આયુક્તને ઈડી સમક્ષ સોમવારે હાજર થવા ફરમાન
મુંબઈ: કોવિડ – ૧૯ની મહામારી દરમિયાન સ્થળાંતરિત મજૂરોને ખીચડી વિતરણમાં કથિત સ્વરૂપે થયેલી ગેરરીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસ સંદર્ભે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા મુંબઈ મહાનગરપાલિકાના નાયબ આયુક્તને સોમવારે હાજર રહેવા કહેણ મોકલવામાં આવ્યું છે. આ તપાસસંદર્ભે નાયબ આયુક્ત સંગીતા હસનાળેના…
વડાલામાં મહિલાની હત્યા બાદ મૃતદેહના ટુકડા કરી સળગાવવાનો પ્રયાસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડાલામાં બૉમ્બ પોર્ટ ટ્રસ્ટ (બીપીટી) પરિસરમાં મહિલાનો અર્ધબળેલો મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. માથા પર વજનદાર વસ્તુ ફટકારી મહિલાની હત્યા કર્યા બાદ તેના મૃતદેહના ત્રણ ટુકડા કરવામાં આવ્યા હતા. મૃતદેહના ટુકડાને ગૂણીમાં ભરી બીપીટી પરિસરમાં…
અંડરવર્લ્ડનો અડ્ડો ગણાતી દગડી ચાલ ગગનચુંબી ઈમારતોમાં ફેરવાશે
મુંબઈ: મુંબઈ શહેરના ઈતિહાસમાં દગડી ચાલ અને અરુણ ગવળી એકબીજા સાથે સજજડ નાતો ધરાવે છે. ૨૦૦૭માં શિવસેનાના નગરસેવકના હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા એક સમયના અંડરવર્લ્ડ ડોન અરુણ ગવળીએ નાગપુર જેલમાં આ મહિને રજાની માગણી (ફર્લો) કરી હતી…
ફેશન સ્ટ્રીટ નવા રૂપ રંગ સજશે: પાલિકાએ નીમ્યો સલાહકાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈગરા જ નહીં પણ મુંબઈ ફરવા આવતા પર્યટકોમાં કપડા ખરીદવા માટેના મનપસંદ સ્થળ ગણાતા ફેશન સ્ટ્રીટની કાયાપલટ કરવાનો નિર્ણય મુંબઈ મહાનગરપાલિકાએ લીધો છે. અહીં રહેલી દુકાનોની ડિઝાઈનમાં ફેરફાર કરવાની સાથે જ લોકોને ચાલવા માટે રહેલી જગ્યાની અછતને…
ખોટી પ્રવૃત્તિઓને રોકવાનો સમય આવી ગયો છે: પવારનો મોદીને જવાબ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દેશમાં એકમતની આવશ્યકતા છે, ખોટી પ્રવૃત્તિને રોકવાનો સમય આવી ગયો છે. આથી દેશના હિતમાં સમવિચારી પક્ષોએ એક થવાની આવશ્યકતા આવી છે. દેશના હિત માટે એકતાનો વિચાર લઈને આગળ જવાનું છે અને તેને માટે પ્રયાસો કરવા આવશ્યક છે,…
દેવેન્દ્ર ફડણવીસ ફરીથી મુખ્ય પ્રધાન બનશે?: ભાજપે રાજકીય ભૂકંપના સ્પષ્ટ સંકેત આપ્યા
મુંબઈ: એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે બે દિવસ પહેલા જ દિલ્હીની ઓચિંતી મુલાકાત લીધા બાદ મહારાષ્ટ્ર ભાજપમાંથી દેવેન્દ્ર ફડણવીસ “હું પાછો આવીશ” કહેતો એક વિડિયો સોશિયલ મીડિયા દ્વારા શેર કરવામાં આવ્યો હતો. આને પગલે ફરી એકવાર રાજ્ય માં રાજકીય ભૂકંપના…
‘મેટ્રા-૫’ રૂટના પ્રથમ તબક્કામાં સ્ટેશનોનું કામ પૂર્ણ
મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ આખરે ‘થાણે – ભિવંડી કલ્યાણ મેટ્રો-૫’ રૂટના પ્રથમ તબક્કાના કામમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન પૂર્ણ કર્યું છે. થાણે – ભિવંડીના પ્રથમ તબક્કામાં તમામ સ્ટેશનોના સ્લેબનું કામ પૂર્ણ થઈ ગયું છે. જેથી હવે સ્ટેશન અને…
૩૦૦ કરોડના મેફેડ્રોનની જપ્તિના કેસમાં ડ્રગ બનાવવાની ફોર્મ્યુલા પૂરી પાડનારો પકડાયો
મુંબઈ: નાશિકમાં ડ્રગ્સ બનાવતી ફૅક્ટરી પર દરોડો પાડી ૩૦૦ કરોડ રૂપિયાનું મેફેડ્રોન (એમડી) જપ્ત કરવાના કેસમાં મુંબઈની સાકીનાકા પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીએ ફૅક્ટરી ધમધમતી કરવા માટે ડ્રગ બનાવવાની ફોર્મ્યુલા અને માણસો પૂરા પાડ્યા હોવાનું તપાસમાં…
‘સિક્સ-જી’માં ભારત વિશ્ર્વનું નેતૃત્વ કરશે: મોદી
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દાવો કર્યો હતો કે ભારત ‘સિક્સ-જી’ ટેક્નૉલૉજીમાં વિશ્ર્વનું નેતૃત્વ કરશે. ભારત એક સમયે મોબાઇલ ફૉનનો આયાતકાર દેશ હતો, પરંતુ હવે મૉબાઇલ ફૉનનો અગ્રણી નિકાસકાર બની ગયો છે. મોદીએ અહીં શુક્રવારે ‘ઇન્ડિયા મોબાઇલ કૉંગ્રેસ’ને…
કાંદાના રિટેલ ભાવમાં ૫૭ ટકાનો ઉછાળો
નવી દિલ્હી: દેશમાં રિટેલ સ્તરે કાંદાના ભાવમાં ૫૭ ટકા જેટલો ઉછાળો આવતા સરેરાશ ભાવ કિલોદીઠ રૂ. ૪૭ની સપાટી સુધી પહોંચતા ગ્રાહકોને રાહત માટે કેન્દ્ર સરકારે બફર સ્ટોકમાંથી કિલોદીઠ રૂ. ૨૫ના રાહતના ભાવે વેચાણ કરવાનો નિર્ણય લીધો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના…