ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીને ઇમેઇલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી: ૨૦ કરોડ રૂપિયા માગ્યા
મુંબઈ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મૂકેશ અંબાણીને ઇમેઇલ પાઠવવામાં આવ્યો હતો, જેમાં તેમને જાનથી મારી નાખવાની ધમકી આપીને ૨૦ કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. આ પ્રકરણે ગામદેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ આદરી હતી.…
હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ટાટા પાવરને પર્યાવરણીય નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ
મુંબઈ: મુંબઈમાં હવાની ગુણવત્તા બગડવાને કારણે મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (એમપીસીબી) એ કડક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. તેના ભાગરૂપે, ૨૭ ઓક્ટોબરે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, ટાટા પાવર કંપની, એજીસ લોજિસ્ટિક્સ અને સીલોર્ડ ક્ધટેનર જેવા ઇંધણ ઉત્પાદન ઉદ્યોગોને પર્યાવરણીય…
- આમચી મુંબઈ
સોળે કળાએ:
શરદ પૂનમની રાત્રે ગ્રહણ હોવા છતાં સોળે કળાએ ખિલેલો ચંદ્ર આકર્ષક અને અનન્ય તેજોમય ભાસતો હતો. (જયપ્રકાશ કેળકર)
પ્રજાસત્તાક દિન, હિંદુ સ્વરાજ્યના ૩૫૦મા વર્ષ નિમિત્તે ૩૫૦ કિલ્લાઓ પર ભગવો લહેરાવાશે
મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજના હિન્દુ સ્વરાજ્યના ૩૫૦મા વર્ષ નિમિત્તે ૨૬મી જાન્યુઆરી ૨૦૨૪ના અખિલ મહારાષ્ટ્ર પર્વતારોહણ મહાસંઘ વતી રાજ્યના ૩૫૦ કિલ્લાઓ પર તિરંગો અને ભગવો ધ્વજ લહેરાવવામાં આવશે તેમજ શિવ પ્રતિમાનું પૂજન કરવામાં આવશે. આ માટે કિલ્લાઓને અલગ-અલગ વિભાગોમાં વહેંચવામાં આવ્યા…
- નેશનલ
સરકારે પરંપરાગત તેમ જ ઊભરતા ક્ષેત્રમાં રોજગારની તક વધારી: મોદી
રોજગાર મેળાને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ‘રોજગાર મેળા’ને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધ્યું હતું, અને સરકારી કાર્યાલય તેમજ સંગઠનમાં જોડાયેલા નવા નોકરિયાતોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. (પીટીઆઈ) નવી દિલ્હી: અમારી સરકારે પરંપરાગત તેમ જ રિન્યૂએબલ…
- નેશનલ
દિવાળીના દીવડાં:
બિકાનેરમાં માટીનાં અલગ-અલગ આકારના દીવડાં તૈયાર કરીને ગ્રાહકની રાહ જોઈ રહેલો દુકાનદાર, દિવાળી કેવી જશે એ પણ વિચારી રહ્યો હોય એમ લાગે છે. (પીટીઆઈ)
કઝાકિસ્તાનમાં કોલસાની ખાણમાં આગ લાગતા ૨૧ કામદારનાં મોત
દુર્ઘટના સમયે ખાણમાં અંદાજે ૨૫૨ લોકો કામ કરતા હતા લંડન: મધ્ય કઝાકિસ્તાનમાં કોલસાની ખાણમાં આગ લાગવાથી ૨૧ કામદારોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં, તેમ ઓપરેટિંગ કંપની આર્સેલર મિત્તલ ટેમિર્ટાઉએ એક નિવેદનમાં જણાવ્યું હતું.આગ લાગી ત્યારે કોસ્ટેન્કો કોલસાની ખાણમાં લગભગ ૨૫૨ લોકો…
પાક. પોલીસે ૧૦ આતંકવાદીની ધરપકડ કરી
લાહોર: પાકિસ્તાનના પંજાબની આતંકવાદ વિરોધી પોલીસે શનિવારે પ્રાંતમાં અલ-કાયદા સહિત વિવિધ પ્રતિબંધિત સંગઠનોના ૧૦ શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરીને પ્રાંતમાં “મોટું આતંકવાદી કાવતરું” નિષ્ફળ કરવાનો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમણે આ સપ્તાહ દરમિયાન પંજાબના વિવિધ જિલ્લાઓમાં ૧૧૭ ગુપ્ત…
ભારત સામેની પાંચ મેચની ટી-૨૦ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર કરવામાં આવી
નવી દિલ્હી: વર્લ્ડ કપ ૨૦૨૩ પત્યા બાદ નવેમ્બર-ડિસેમ્બરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ઝ૨૦ સીરિઝ રમાવાની છે. આ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત કરવામાં આવી છે. વિકેટકીપર બેટ્સમેન મેથ્યુ વેડને ટીમની કમાન સોંપવામાં આવી છે. એરોન ફિન્ચની નિવૃત્તિ બાદ…
યુ.એસ.માં લેવિસ્ટન ગોળીબારનો આરોપી મૃત હાલતમાં મળી આવ્યો
વૉશિંગ્ટન : અમેરિકાના મેઈન રાજ્યના લેવિસ્ટન શહેરમાં બુધવારે મોડી રાત્રે બનેલી ગોળીબારની ઘટનામાં ૧૮ લોકોના મોત થયા હતા અને ૫૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. હુમલા બાદથી આરોપી ફરાર હતો, જેને કારણે શહેરમાં ભયનો માહોલ હતો. બે દિવસથીઓ સુરક્ષા અધિકારીઓ…