Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 704 of 928
  • મહારાષ્ટ્રના ૪૦ તાલુકા દુષ્કાળગ્રસ્ત જાહેર

    મુંબઈ: અપૂરતા વરસાદને પગલે મહારાષ્ટ્ર સરકારે રાજ્યના ૪૦ તાલુકાને મંગળવારે દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા હતા. અસરગ્રસ્ત વિસ્તારો માટે રાહતનાં યોગ્ય પગલાં લેવાનો રિલિફ ઍન્ડ રિહેબિલેશન ડિપાર્ટમેન્ટને આદેશ આપી દેવામાં આવ્યો છે. જોકે રાજ્ય સરકાર આ મામલે જલદી જ કેન્દ્ર સરકાર પાસે…

  • ચૂંટણી ટાણે નકારાત્મક રાજનીતિ કરતાં રાજકીય સંગઠનોથી સાવચેત રહેજો: મોદી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: દેશમાં કેટલાક રાજ્યોમાં ચૂંટણીનો માહોલ છે, આગામી સમયમાં લોકસભાની ચૂંટણી થવાની છે, ત્યારે દેશના કેટલાક રાજકીય સંગઠનો નકારાત્મક રાજનીતિ કરી રહ્યા છે. આવા રાજકીય સંગઠનો દેશ અને સમાજ વિરોધી હથકંડા અપનાવી દેશની એકતા તોડવાના પ્રયાસ કરી સ્વાર્થની…

  • મહારાષ્ટ્રના ચાર નેતાને બેલગાવીમાં આજે ‘નો એન્ટ્રી’

    બેંગ્લૂરુ/બેલગાવી: મહારાષ્ટ્રના ત્રણ પ્રધાન અને સાંસદ ધૈર્યશીલ માનેના બેલગાવીમાં પહેલી નવેમ્બરે પ્રવેશ કરવા પર વહીવટીતંત્રે પ્રતિબંધ મૂક્યો છે. મંગળવારે કર્ણાટક રાજ્યની રચનાનો દિવસ છે તે પ્રસંગે મહારાષ્ટ્ર એકીકરણ સમિતિ (એમઈએસ)એ ‘બ્લેક ડે’ મનાવવાનું એલાન કર્યું છે તેમાં હાજરી આપવા મહારાષ્ટ્રના…

  • સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વડા પ્રધાનના હસ્તે ₹૧૯૬ કરોડનાં વિકાસકામોની ભેટ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સરદાર પટેલ જયંતી નિમિત્તે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમાની પાદપૂજા કરીને સમગ્ર દેશવાસીઓ તરફથી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને એકતાનગર ખાતે વડા…

  • સરદાર પટેલની પ્રતિમા પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા: રાષ્ટ્રીય એકતા પરેડ યોજાઇ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે છેલ્લા છ વર્ષથી ભવ્ય એકતા પરેડ યોજવામાં આવે છે. મંગળવારે અહીં રાષ્ટ્રીય એકતા દિનના અવસરે વિશ્ર્વની સૌથી ઊંચી સરદાર સાહેબની અપ્રતિમ પ્રતિમાના સાંનિધ્યમાં વડા પ્રધાનની ઉપસ્થિતિમાં ‘યુનિટી ઈન…

  • ચેન્નઈમાં ૨જી નવેમ્બરે વાયબ્રન્ટ ગુજરાત રોડ શૉ યોજાશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અંતગર્ત નવી દિલ્હીમાં કર્ટેન રેઇઝર કાર્યક્રમ અને ત્યારબાદ મુંબઈ, ચંદીગઢ, અને જાપાનમાં આયોજિત રોડ શો બાદ ગુજરાત સરકાર હવે ૨જી નવેમ્બર, ૨૦૨૩ના રોજ ચેન્નઈ ખાતે રોડ શો યોજાશે. ગુજરાતનાં નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ…

  • ગુજરાતમાં દિવાળી પહેલાં સિંગતેલના ભાવમાં ભડકો: ₹ ૨૦નો વધારો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં દિવાળીના તહેવાર પહેલા સિંગતેલના ભાવમાં ઘચકો થયો છે. સમગ્ર ઓક્ટોબર મહિનામાં તેલના ભાવ ઘટી રહ્યા હતા. ત્યારે બરાબર દિવાળી પહેલા જ સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. સિંગતેલના ભાવમાં રૂ.૨૦ નો વધારો કરવામાંઆવ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક…

  • અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે સાત હજાર લોકો રન ઓફ યુનિટીમાં દોડ્યાં

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ ખાતે આયોજિત રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી હતી. સમગ્ર ગુજરાતમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ જગ્યા ઉપર રન ફોર યુનિટીનુ આયોજન કરવામાં…

  • ગુજરાત સરકારનો ‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશિપ પ્રોગ્રામ’ જાહેર કરાયો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત સરકારે સરદાર સાહેબની જન્મજયંતીએ ‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશિપ પ્રોગ્રામ’ જાહેર કરી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરેલી આ જાહેરાત અનુસાર વિશ્ર્વ પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ સંસ્થાન આઇઆઇએમ- અમદાવાદ ‘સી.એમ. ફેલોશિપ’ માટે ઉમેદવારોની પ્રારંભિક પસંદગીથી લઈને મેન્ટરશિપ-ફોલોઅપ…

  • પારસી મરણ

    ફીરોઝ મીનોચેર સહીયાર તે કેટી ફીરોઝ સહીયારના ધણી. તે મરહુમો ધનમાઈ અને મીનોચેર સહીયારના દીકરા. તે નાજનીન લઢ અને સાયરસના બાવાજી. તે બુરઝીન લઢના સસરાજી. તે નૌશીર, રોહિનટન તથા મરહુમ સીલ્લુના ભાઈ. તે મરહુમો ગુલબાનુ અને માનેકશા ડ્રાઈવરના જમાઈ. (ઉં.…

Back to top button