રાંધણગૅસમાં ભાવવધારો
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય બૅન્ચમાર્કના ધોરણે કોમર્શિયલ રાંધણગૅસના ભાવમાં બુધવારે પ્રતિસિલિન્ડર રૂ. ૧૦૧.૫૦નો વધારો જાહેર કરવામાં આવ્યો હતો. તેલ કંપનીઓએ હૉટેલ અને રેસ્ટોરાં સહિત વિવિધ સંસ્થાનોમાં વપરાતા કોમર્શિયલ એલપીજી ગૅસ સિલિન્ડરના ભાવમાં પ્રતિસિલિન્ડર રૂ. ૧૦૧.૫૦નો વધારો જાહેર કર્યો હતો જેને કારણે…
મરાઠાઓને અનામત આપીશું: શિંદે
અન્ય સમાજના ક્વૉટાને અસર નહિ થાય મુંબઈ: રાજ્યના અન્ય સમાજના વર્તમાન ક્વૉટા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કર્યા વિના મરાઠા સમુદાયના લોકોને અનામત આપવાનો સર્વપક્ષી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે કહ્યું હતું. પત્રકારોને આપેલી મુલાકાતમાં…
- નેશનલ

ડૉલર સામે રૂપિયો ૧૦ પૈસા તૂટીને ઐતિહાસિક નીચી સપાટીએ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારો, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો ઈક્વિટીમાં સતત બાહ્યપ્રવાહ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૦ પૈસા તૂટીને ૮૩.૩૪ની સપાટીએ બંધ રહ્યો…
દક્ષિણ આફ્રિકાનો ૧૯૦ રનથી વિજય
પુણે: દક્ષિણ આફ્રિકાએ ન્યૂ ઝીલેન્ડને ૧૯૦ રનથી હરાવ્યું હતું. ન્યૂ ઝીલેન્ડની ટીમ ૩૫.૩ ઓવરમાં ૧૬૭ રન કરીને આઉટ થઇ ગઇ હતી. અગાઉ પ્રથમ બેટિંગ કરતા સાઉથ આફ્રિકાએ ૩૫૭ રન ફટકાર્યા હતા. આફ્રિકાએ ૫૦ ઓવરમાં ચાર વિકેટે ૩૫૭ રન કર્યા હતા.…
મોદીએ એશિયન પેરા ગેમ્સના ભારતીય ખેલાડીઓ સાથે કરી મુલાકાત
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં ભારતની એશિયન પેરા ગેમ્સના ભારતીય ખેલાડીઓનું સન્માન કરી તેમને સંબોધિત કર્યા હતા. દરમિયાન કેન્દ્રીય રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુર પણ હાજર રહ્યા હતા. વડા પ્રધાનને તેમની વચ્ચે જોઈને ખેલાડીઓ…
- આમચી મુંબઈ

સ્ટ્રીટ લાઇટ?…:
સૂર્યાસ્ત સમયે વીજળીના થાંભલાની બરાબર ઊપર આવેલા સૂરજને જોઇને સજાવટ માટે મૂકવામાં આવેલી લાઇટ અથવા સ્ટ્રીટ લાઇટ હોવાનો ભાસ થાય છે. (જયપ્રકાશ કેળકર)
- આમચી મુંબઈ

ઝગમગાટ…:
દિવાળી નજીક આવી રહી છે ત્યારે દાદરના શિવાજી પાર્ક ખાતે કંદિલ લગાવીને સજાવટ કરવામાં આવી છે ત્યારે રાતના સમયે ઝગમગતા કંદિલ આકર્ષણ બન્યા છે. (જયપ્રકાશ કેળકર)
સરકારી હૉસ્પિટલોમાં ડૉક્ટરોના ૨૦ હજારથી વધુ પદ ખાલી
મુંબઈ: રાજ્ય સરકારે હાઈ કોર્ટમાં સ્વીકાર્યું હતું કે રાજ્યની સરકારી હૉસ્પિટલોમાં વિવિધ સ્તરે તબીબોની ૫૭,૭૧૪ મંજૂર જગ્યાઓમાંથી ૨૦,૦૦૦થી વધુ જગ્યાઓ ખાલી છે. સોગંદનામામાં પણ સરકારે જણાવ્યું હતું કે સુપર સ્પેશિયાલિટી કેડરમાં ૧,૭૦૭ મંજૂર પોસ્ટ્સમાંથી ૮૯૩ જગ્યાઓ ખાલી છે. સરકારે એવો…
પશ્ર્ચિમ રેલવેમાં હાલાકી પ્રવાસીઓ વૈકલ્પિક પરિવહન તરફ વળ્યા
ખાનગી કંપનીઓ દ્વારા કર્મચારીઓને ‘વર્ક ટુ હોમ’ની છૂટ મુંબઈ: પશ્ર્ચિમ રેલવેના ખારથી ગોરેગાંવ સ્ટેશનો વચ્ચે છઠ્ઠી લાઇનનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે, જેને કારણે દરરોજ ૩૧૬ લોકલ ટ્રેનો રદ કરવાની જાહેરાત કરાઇ છે. આ કારણે લોકલમાં મુસાફરોની ભીડ ખૂબ…
સતત પાંચમાં મહિને મુંબઈમાં પ્રોપર્ટી વેચાણમાં ઉછાળો
મુંબઈ: આ વર્ષે લગાતાર પાંચમા મહિને મુંબઈમાં દસ હજારથી વધુ પ્રોપર્ટીના વેચાણના રજિસ્ટ્રેશન નોંધાયા છે. ઑક્ટોબરમાં ૧૦૫૨૩ યુનિટનું વેચાણ થયું હતું જેને કારણે ૮૩૧ કરોડ રૂપિયાની મહેસૂલી આવક થઈ હતી. નાઈટ ફ્રેન્કની આકારણી અનુસાર ૨૦૨૩ના પ્રથમ ૧૦ મહિનામાં કુલ રજિસ્ટ્રેશનનો…


