ઘોડબંદર રૂટ પર રાતે ભારે વાહનો પર પ્રતિબંધ
થાણે: ઘોડબંદરમાં આનંદનગર અને કાસરવડવલી વચ્ચે મેટ્રો લાઇનના નિર્માણ માટે ગર્ડરો નાખવામાં આવી રહ્યા છે. આ માટે, થાણે ટ્રાફિક પોલીસે ૨૮ નવેમ્બર સુધી ઘોડબંદર માર્ગ પર ભારે વાહનો માટે મધ્યરાત્રિના પ્રવેશ પર પ્રતિબંધ લાદ્યો છે. અહીંના વાહનો કપૂરબાવાડીથી ભિવંડી થઈને…
પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓ સામે પાલિકાના કડક પગલાં: ૪૭ એકમને તાળાં
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા હવામાં ફેલાતા પ્રદૂષણ અંગે જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાના કડક પાલન અંગે ડેવલપરોને ચેતવણી આપતી અને કારણ દર્શક નોટિસો જારી કરવામાં આવ્યા એના થોડા દિવસો પછી શહેરની હવા પ્રદૂષિત કરતી ફેક્ટરીઓ સામે પાલિકાએ કડક પગલાં લેવાનું શરૂ…
ચર્ની રોડની મહિલા હોસ્ટેલના રિડેવલપમેન્ટ માટે ₹ ૮૯ કરોડની ફાળવણી
મુંબઈ: મુંબઈના ચર્ની રોડ સ્થિત સાવિત્રીબાઈ ફૂલે મહિલા હોસ્ટેલના વ્યાપક નૂતનીકરણ માટે રાજ્ય સરકારે ૮૯ કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવવાનો નિર્ણય લીધો છે. હાલની ઈમારતની કથળતી અવસ્થા અંગે રહેવાસીઓ તરફથી કેટલાક મહિનાઓથી સતત આવતી ફરિયાદો પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.…
શિક્ષકોની લેણી રકમ: અદાલતના આદેશનું પાલન નહીં કરવા બદલ શિક્ષણ ખાતાના સચિવને વોરંટ
નાગપુર: શિક્ષકોના બાકી પગાર અને લેણી નીકળતી અન્ય રકમની ચુકવણી અંગે અદાલતે જારી કરેલા આદેશનું પાલન નહીં કરવા બદલ બોમ્બે હાઈ કોર્ટની નાગપુર ખંડપીઠ દ્વારા મહારાષ્ટ્ર સરકારના શિક્ષણ વિભાગના સચિવ અને ઉચ્ચ સચિવને બિન જામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યા છે.…
- નેશનલ
ભારત લંકાદહન કરીને વર્લ્ડકપની સૅમિફાઇનલમાં
મુંબઈમાં ૩૦૨ રનથી વિજય: શ્રીલંકાનો ૫૫ રનમાં વીંટો વળી ગયો વિજયનો મજબૂત પાયો: મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ગુરુવારે વિશ્ર્વ કપની મેચમાં ૯૨ રન કરનારો શુભમન ગિલ અને ૮૮ રન કરનારો વિરાટ કોહલી. શ્રેયસ ઐયરે ૮૨ રન કર્યા હતા. ભારતે પચાસ ઓવરમાં…
દારૂ નીતિ કૌભાંડ ઈડીના સમન્સ છતાં કેજરીવાલ ગેરહાજર
દિલ્હીના એક વધુ પ્રધાનને ત્યાં દરોડા નવી દિલ્હી: દિલ્હી સરકારની દારૂને લગતી આબકારી જકાતની નીતિના સંબંધમાં એન્ફોૅર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ પૂછપરછ માટે મોકલેલા સમન્સની દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે અવગણના કરી હતી અને ઈડી સમક્ષ હાજર નહોતા થયા, જ્યારે ઈડી અને…
₹ ૨,૦૦૦ની નોટ જમા કરાવવા રિઝર્વ બૅન્કની મહત્ત્વની જાહેરાત
લોકોને સરળ અને સુરક્ષિત વિકલ્પ અપાયો નવી દિલ્હી: બેંક શાખાઓમાં રૂ. ૨,૦૦૦ની નોટ જમા અને એક્સચેન્જ કરાવવાની બન્ને સેવાઓ રિઝર્વ બૅન્કે સાતમી ઑક્ટોબરથી બંધ કરી દીધી છે, પરંતુ જે લોકો તેમની રૂ. ૨,૦૦૦ની નોટ તેમના બૅન્ક ખાતામાં જમા કરાવવા માંગે…
પ્રજાને લૂંટનારાઓને નહિ છોડીએ: મોદી
નવી દિલ્હી: છત્તીસગઢને લૂંટનારાઓને બક્ષવામાં નહિ આવે એવી ખાતરી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે આપી હતી. કૉંગ્રેસની નીતિ પરિવાર, સગાવાદ અને ભ્રષ્ટાચારની હોવાનું તેમણે કહ્યું હતું. છત્તીસગઢમાં એક ચૂંટણી રેલીને સંબોધન કરતા મોદીએ કહ્યું હતું કે કૉંગ્રેસ હોય ત્યાં વિકાસ…
રાજકોટમાં રાત્રે ૧૦ વાગ્યા બાદ નહીં ફોડી શકાય ફટાકડા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજકોટ પોલીસ કમિશ્નરે દિવાળીમાં ફટાકડા ફોડવાના સમયને લઇ જાહેરનામું જાહેર કર્યું છે. જે મુજબ હવે રાજકોટમાં દિવાળીએ રાત્રિના ૮ થી ૧૦ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે.રાજકોટમાં દિવાળીના તહેવારને લઈ પોલીસ કમિશ્નરનું જાહેરનામું બહાર પડ્યું છે. આ…
એપલને નોટિસ
નવી દિલ્હી: ફોન હૅકિંગ પ્રકરણને મામલે સરકારની સાયબર સિક્યોરિટી એજન્સી ઈન્ડિયન કમ્પ્યૂટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (સીઈઆરટી)એ એપલને નોટિસ મોકલી હોવાનું આઈટી સેક્રેટરી એસ. ક્રિષ્નને ગુરુવારે કહ્યું હતું. વિપક્ષના અનેક સાંસદોને મળેલા ધમકીભર્યા સંદેશને મામલે સીઈઆરટીએ તપાસ શરૂ કરી હોવાનું તેમણે…