ગેરકાયદે બાંધકામ કરનાર ઉમેદવાર નહીં લડી શકે પાલિકાની ચૂંટણી
મુંબઈ: ગેરકાયદે બાંધકામ કરનાર વ્યક્તિ હવેથી રાજકીય પક્ષોની મહાપાલિકા અને નગર પરિષદોની ચૂંટણીઓ નહીં લડી શકે, કારણ કે મહાપાલિકા ચૂંટણી લડનાર ઉમેદવારે અરજી ફોર્મ ભરતા પહેલા પોતાના કુટુંબના કોઈ વ્યક્તિએ કોઈપણ પ્રકારનું ગેરકાયદે બાંધકામ કર્યું નથી તેનું પ્રમાણપત્ર રજૂ કરાવવું…
દિવાળી પહેલા કાપડ ઉદ્યોગમાં મંદી: ઉત્પાદનમાં ૪૦ ટકા ઘટાડો
મુંબઈ: યુક્રેન-રશિયા અને હમાસ-ઈઝરાયલ યુદ્ધ, નિકાસમાં ઘટાડો, દેશમાં ઘટતી માંગણી અને મંદીને લીધે મહારાષ્ટ્રના ઇચલકરંજીના કાપડ ઉદ્યોગ પર આડ અસર થઈ રહી છે. મશીન વડે બનાવવામાં આવેલા કાપડ ઉત્પાદનમાં ૩૫ થી ૪૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તૈયાર કાપડ (ગારમેન્ટ)…
કાયદાકીય પ્રતિબંધ વિના બાળકને લઈ જવા માટે ‘જૈવિક’પિતા સામે અપહરણનો ગુનો નોંધી શકાય નહીં: હાઇ કોર્ટ
મુંબઈ: કાયદાકીય પ્રતિબંધ વગર તેના બાળકનું અપહરણ કરવાના આરોપમાં જૈવિક (બાયોલોજિકલ) પિતા પર કેસ કરી શકાતો નથી, બોમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચે ૩૫ વર્ષીય વ્યક્તિ સામે નોંધાયેલી એફઆઈઆરને રદ કરીને ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ વિનય જોશી અને વાલ્મિકી એસએ મેનેઝીસની…
શાહરુખ ખાનના જન્મદિને ફૅન્સના મોબાઈલ ચોરાયા
મુંબઈ: બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાનને જન્મદિનની શુભેચ્છા આપવા તેના મન્નત બંગલો બહાર એકઠા થયેલા ફૅન્સના ૧૬ મોબાઈલ ફોન ચોરાયા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.શાહરુખ ખાનને જન્મદિનની શુભેચ્છા આપવા દર વર્ષે હજારો ફૅન્સ બાન્દ્રાના મન્નત બંગલો બહાર એકઠા થાય છે. આ…
મરાઠા અનામત મનોજ જરાંગેએ ઉપવાસ પાછા ખેંચ્યા: બીજી જાન્યુઆરી સુધીની આપી ડેડલાઈન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મરાઠા સમાજને અનામત આપવાનો મુદ્દો અત્યારે આખા દેશમાં ગાજી રહ્યો છે અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સર્વપક્ષી બેઠક બોલાવીને ઉપવાસ પાછા ખેંચવાની અપીલ પણ કરી હતી, પરંતુ તેણે બુધવારે કોઈપણ સંજોગોમાં ઉપવાસ છોડવાનો ધરાર નનૈયો ભણ્યો હતો.…
ઘોડબંદર રૂટ પર રાતે ભારે વાહનો પર પ્રતિબંધ
થાણે: ઘોડબંદરમાં આનંદનગર અને કાસરવડવલી વચ્ચે મેટ્રો લાઇનના નિર્માણ માટે ગર્ડરો નાખવામાં આવી રહ્યા છે. આ માટે, થાણે ટ્રાફિક પોલીસે ૨૮ નવેમ્બર સુધી ઘોડબંદર માર્ગ પર ભારે વાહનો માટે મધ્યરાત્રિના પ્રવેશ પર પ્રતિબંધ લાદ્યો છે. અહીંના વાહનો કપૂરબાવાડીથી ભિવંડી થઈને…
પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓ સામે પાલિકાના કડક પગલાં: ૪૭ એકમને તાળાં
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા હવામાં ફેલાતા પ્રદૂષણ અંગે જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાના કડક પાલન અંગે ડેવલપરોને ચેતવણી આપતી અને કારણ દર્શક નોટિસો જારી કરવામાં આવ્યા એના થોડા દિવસો પછી શહેરની હવા પ્રદૂષિત કરતી ફેક્ટરીઓ સામે પાલિકાએ કડક પગલાં લેવાનું શરૂ…
ચર્ની રોડની મહિલા હોસ્ટેલના રિડેવલપમેન્ટ માટે ₹ ૮૯ કરોડની ફાળવણી
મુંબઈ: મુંબઈના ચર્ની રોડ સ્થિત સાવિત્રીબાઈ ફૂલે મહિલા હોસ્ટેલના વ્યાપક નૂતનીકરણ માટે રાજ્ય સરકારે ૮૯ કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવવાનો નિર્ણય લીધો છે. હાલની ઈમારતની કથળતી અવસ્થા અંગે રહેવાસીઓ તરફથી કેટલાક મહિનાઓથી સતત આવતી ફરિયાદો પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.…
શિક્ષકોની લેણી રકમ: અદાલતના આદેશનું પાલન નહીં કરવા બદલ શિક્ષણ ખાતાના સચિવને વોરંટ
નાગપુર: શિક્ષકોના બાકી પગાર અને લેણી નીકળતી અન્ય રકમની ચુકવણી અંગે અદાલતે જારી કરેલા આદેશનું પાલન નહીં કરવા બદલ બોમ્બે હાઈ કોર્ટની નાગપુર ખંડપીઠ દ્વારા મહારાષ્ટ્ર સરકારના શિક્ષણ વિભાગના સચિવ અને ઉચ્ચ સચિવને બિન જામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યા છે.…
- નેશનલ
ભારત લંકાદહન કરીને વર્લ્ડકપની સૅમિફાઇનલમાં
મુંબઈમાં ૩૦૨ રનથી વિજય: શ્રીલંકાનો ૫૫ રનમાં વીંટો વળી ગયો વિજયનો મજબૂત પાયો: મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ગુરુવારે વિશ્ર્વ કપની મેચમાં ૯૨ રન કરનારો શુભમન ગિલ અને ૮૮ રન કરનારો વિરાટ કોહલી. શ્રેયસ ઐયરે ૮૨ રન કર્યા હતા. ભારતે પચાસ ઓવરમાં…