મોહિત કંબોજ સામેનો છેતરપિંડી કેસ બંધ કરવા માટેનો સીબીઆઈનો અહેવાલ કોર્ટે ફગાવ્યો
મુંબઈ: છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજથી સેન્ટ્રલ બૅન્ક ઓફ ઈન્ડિયાને 103 કરોડ રૂપિયાના ખાડામાં ઉતારી દેનાર ભારતીય જનતા પક્ષના નેતા મોહિત કંબોજ અને અન્યો સામેનો કેસ બંધ કરવા અંગે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા રજૂ કરવામાં આવેલો અહેવાલ મુંબઈની અદાલતે…
સરકારી અધિકારી પાસે ખંડણી માગી આરટીઆઈ કાર્યકર અનેબે પત્રકારની ધરપકડ
વરિષ્ઠ અધિકારીઓ પર દબાણ લાવવા આરોપી ઉપવાસ પર ઉતરવાનું નાટક કરતા (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાઈટ ટુ ઈન્ફર્મેશન (આરટીઆઈ) હેઠળ માહિતી મેળવ્યા પછી સરકારી અધિકારીઓ પાસેથી કથિત ખંડણી માગવા પ્રકરણે થાણેના ખંડણી વિરોધી પથકે નાશિકના આરટીઆઈ કાર્યકર અને બે પત્રકારની ધરપકડ…
- નેશનલ
સંવત 2079, આશ્વિનનાં ચોપડા- પૂજન અને લક્ષ્મીપૂજનનાં મુહૂર્તો
પુષ્ય નક્ષત્રમાં ચોપડા બાંધવા આપવાના મુહૂર્ત(સમય મુંબઈ સ્ટા. ટા.માં)પુષ્્ય નક્ષત્ર પ્રારંભ: શનિવાર તા. 4-11-2023,સવારે ક. 07-57, (વિષ્ટિ બપોરે ક. 12-00 સુધી)પુષ્ય નક્ષત્ર સમાપ્ત : રવિવાર તા. 5-11-23, સવારે ક. 10-29પુષ્ય નક્ષત્રના મુહૂર્તો: શનિવાર, તા. 4-11-2023ક બપોરે ક. 12-22 થી ક.…
પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી:
ચેન્નાઈમાં આવેલી ફલાઈંગ ઈન્સ્ટ્રક્ટર્સ સ્કૂલની પ્લેટિનમ જ્યુબિલિની ઉજવણી નિમિત્તે એરફોર્સ સ્ટેશન તંબારમ પરથી ફલાય પાસ્ટ શનિવારે પસાર થઈ રહેલાં વિમાનો. (પીટીઆઈ)
આપના ધારાસભ્ય વસાવા સામે પોલીસ ફરિયાદથી આદિવાસી બેલ્ટમાં વિરોધ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવાની એકતરફી જાહેરાત કરીને વિવાદ ઊભો કરનારા રાજ્યના આદિવાસી વિસ્તારના એક માત્ર આપના ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસે બે વનકર્મીઓને ધમકાવવા સહિતના આરોપ સાથે તાજેતરમાં ફરિયાદ નોંધતા દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ઘેરાં પ્રત્યાઘાત…
સુરતમાં પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદીનાં આભૂષણોની ખરીદી માટે લોકોનો અનેરો ઉત્સાહ, બજારમાં રોનક
ભારતીય સંસ્કૃતિમાં પુષ્ય નક્ષત્રનું આગવું મહત્ત્વ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: દિવાળી પહેલા શનિવારે આવેલ પુષ્ય નક્ષત્રને ખૂબ જ શુભ ગણી સુરતમાં સોના-ચાંદીના આભૂષણો અને ઇટાલિયન જ્વેલરીની સારી માગ નિકળી હતી. પુષ્ય નક્ષત્રનો સ્વામી શનિ છે અને તેમના જ વારે આ વખતે…
ભુજ, ગાંધીધામ અને અબડાસા વિસ્તારમાંથી ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપાઇ
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: પ્રાકૃતિક ખનીજ સંપત્તિથી ભરપૂર એવા સરહદી કચ્છમાં રાજકીય ઓથા હેઠળ ફાવી ગયેલા ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે ત્યારે ભુજ,ગાંધીધામ અને અબડાસા વિસ્તારમાં લાંબા સમયથી થઇ રહેલી ખનીજ તસ્કરી પર ખાણખનીજ વિભાગની ટુકડીઓએ કાર્યવાહી હાથ ધરતાં ખનીજ ચોરોમાં…
અમદાવાદમાં રખડતાં ઢોર-કૂતરાઓ સંબંધી એક મહિનામાં ૧,૩૪૬ ફરિયાદો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત હાઈ કોર્ટના કડક વલણ બાદ અમદાવાદ શહેરમાં રખડતાં ઢોર પકડવાની ઝુંબેશ સઘન બનાવવામાં આવી છે. અમદાવાદ મનપા દ્વારા રોજ ખૂબ જ મોટી સંખ્યામાં રખડતા ઢોર પકડવામાં આવે છે, પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે શહેરના નાગરિકો…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
કપોળરાજુલાવાળા (હાલ કાંદિવલી) સ્વ. પ્રવિણચંદ્ર હરિલાલ સંઘવીના પત્ની. ગં.સ્વ. શારદાબેન (ઉં.વ. ૮૨) તે શૈલેષ, મહેશ, રૂપા, સ્વ. હર્ષા તથા લીનાના માતુશ્રી. તે અલ્પા, ભરત, કેતન તથા ધર્મેન્દ્રના સાસુ. તે ઈન્દુબેન રજનીકાંત મહેતા, મૃદુલાબેન રમેશચંદ્ર મહેતા તથા સ્વ. આશા મહેશકુમાર શેઠના…