પશ્ર્ચિમ રેલવેનો ‘મહાબ્લોક’ સમાપ્ત પણ પ્રવાસીઓ પર ‘એસી’નો બોજો
સાદી લોકલની જગ્યાએ એસી ટ્રેન ગોઠવતા પ્રવાસીઓના નારાજ મુંબઇ: પશ્ચિમ રેલવે પર ખારથી સાંતાક્રુઝ વચ્ચે ચાલી રહેલું કામ આખરે પૂર્ણ થઈ ગયું છે. આ પછી સોમવારથી લોકલ સેવાઓ સામાન્ય થઈ ગઈ છે. જેના કારણે શહેરીજનો થોડી રાહત અનુભવે એ પહેલા…
સ્થગિત કરવામાં આવેલા પ્રોજેક્ટ્સ પરની અસ્થાયી મનાઈ હટાવવા મહારેરાને વિનંતી
તો ૧૪૧ પ્રોજેક્ટ ૧૦મી નવેમ્બરે રદ થશે મુંબઇ: સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં મહારેરા દ્વારા સ્થગિત કરાયેલા ૩૬૩ પ્રોજેક્ટ્સમાંથી, ૨૨૨ પ્રોજેક્ટ્સે મહારેરાને ફોર્મ સાથે દંડની રકમ ચૂકવીને બાંધકામ પર મૂકવામાં આવેલી અસ્થાયી બંદી હટાવવા વિનંતી કરી છે. જો કે આ ફોર્મની ચકાસણી…
આરટીઇનો લાભ લઇ રહી છે ખાનગી સ્કૂલો
સ્કૂલ મેનેજમેન્ટને થશે એક લાખનો દંડ મુંબઈ: સરકારી યોજનાઓનો લાભ લઈને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણની સુવિધાથી વંચિત રાખનારી ખાનગી શાળાઓને સજા થશે. એક સામાજિકસંસ્થાની ફરિયાદ બાદ સમગ્ર શિક્ષણ વિભાગની ઉંઘ હરામ થઈ ગઈ છે. મહારાષ્ટ્ર સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઈલ્ડ…
આખરે ચાર કર્મચારીના પણ શબ મળ્યાં: મૃત્યુઆંક ૧૧
મહાડ ઈન્ડસ્ટ્રીયલ આગ દુર્ઘટના મુંબઈ: રાયગઢ જિલ્લાના મહાડ સ્થિત ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી ખાનગી ફાર્માસ્યુટિકલ કંપનીની ફૅક્ટરીમાં લાગેલી આગની ઘટનામાં ગુમ ચાર કર્મચારીનાં શબ આખરે સોમવારે મળી આવ્યાં હતાં. ચાર મૃતદેહ મળતાં આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓની સંખ્યા ૧૧ પર પહોંચી હતી,…
કોર્ટે ધમકીના કેસમાં વરિષ્ઠ વકીલની આગોતરા જામીન અરજી ફગાવી
મુંબઈ: સેશન કોર્ટે ન્યાયાધીશ હોવાનું જુઠ્ઠાણું ચલાવીને અરજદારને ધમકી આપવાના મામલામાં વરિષ્ઠ વકીલ ડૉ. જી.આર. શર્માની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.૨૨ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ ફરિયાદી અજિત સિંહ દ્વારા પંત નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી એફઆઈઆર મુજબ, સીમા અરોરા, ભૂતપૂર્વ…
રોકાણ પર સારા વળતરની લાલચે ₹ ૯૬ લાખની ઠગાઇ: પાંચ સામે ગુનો
થાણે: નવી મુંબઈના નેરુલ વિસ્તારમાં રહેતા ૫૫ વર્ષના શખસને રોકાણ પર સારા વળતરની લાલચ આપીને રૂ. ૯૬ લાખની છેતરપિંડી આચરવા પ્રકરણે સાયબર પોલીસે પાંચ જણ સામે ગુનો દાખલ કર્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. ખાનગી કંપનીમાં કામ કરનારા જંગ બહાદુર સિંહનો…
હાઇવે પર કારે રિક્ષા અને બાઇકને અડફેટમાં લેતાં સિનિયર સિટિઝનનું મોત: ત્રણ ઘાયલ
મુંબઈ: મલાડ પશ્ર્ચિમમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પુરપાટ વેગે આવી રહેલી કારે રિક્ષા, ટેમ્પો અને બાઇકને અડફેટમાં લેતાં સિનિયર સિટિઝનનું મોત થયું હતું, જ્યારે ત્રણ જણને ઇજા પહોંચી હતી. સમતાનગર પોલીસે આ પ્રકરણે કારચાલક મિલન કોઠારી (૩૦) વિરુદ્ધ ગુનો દાખલ…
દારૂની મહેફિલ માણતા પોલીસ કર્મચારી સહિત પાંચ ઝડપાયા
પાટણમાં એલસીબીના દરોડા (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: પાટણ શહેરની એક હોટલમાં દારૂની મહેફિલ માણતા પોલીસ કર્મચારી સહિત પાંચ લોકો ઝડપાયા હતા. એલસીબી પોલીસે સુદામા ચોકડી પાસે આવેલા એક કોમ્પ્લેક્સના બીજા માળે ચાલતી હોટેલમાં ઓચિંતી રેડ કરી પાંચેયને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ…
હિન્દુ મરણ
ગામ રૂપાલ સ્વ. ચીનુપ્રસાદ જગન્નાથ શુકલનું સ્વર્ગવાસ તા.:-૪/૧૧/૨૩ ના થયેલ છે, બેસણું તા. ૯/૧૧/૨૩ વાર ગુરૂવારના રોજ રાખેલ છે. પત્ની વસુમતીબેન ચિનુપ્રસાદ શુક્લ, દીકરી ભારતીબેન સુરેશકુમાર જાની, પુત્ર નિતીન શુક્લ, વિપુલ શુક્લ, પ્રદીપ શુક્લ. બેસણાનું સરનામું:- ગણેશ એપાર્ટમેન્ટ ચામુંડા મંદિરની…
જૈન મરણ
ચંદ્રકાંત (ચંદુ) શાહ તે સ્વ. તારક મહેતાના જમાઈ. તે ઈશાની શાહના પતિ. તે શૈલી અને કુશાનના પિતા તા. ૪ નવેમ્બરના અરિહંતશરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. ૭ નવેમ્બરના ૫.૩૦થી ૭.૩૦ સ્થળ: જુહુ ઈસ્કોન મંડપમ હોલમાં રાખેલ છે.કચ્છી વિશા ઓશવાળ જૈનમેરાઉના…