હવાની ગુણવત્તા બગડતાં મુંબઈગરાઓ ઉપર બીમારીઓનું સંકટ વધ્યું
મુંબઈ: મુંબઈમાં છેલ્લા અનેક દિવસોથી હવાની ગુણવત્તા ખરાબ થઈ રહી છે. હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધી જવાને લીધે નાગરિકોના સ્વાસ્થ્ય પર તેની અસરો જોવા મળી રહી છે. મુંબઈ મહાનગરપાલિકાએ પણ ધૂળના કણો અને ધુમ્મસના કારણે બગડતી હવાને નિયંત્રણમાં લાવવા અનેક નિયમો…
મિઝોરમ, છત્તીસગઢની ચૂંટણીમાં ભારે મતદાન
આઇઝોલ અને રાયપુર: મિઝોરમ અને છત્તીસગઢ વિધાનસભાની મંગળવારે યોજાયેલી ચૂંટણીમાં ભારે મતદાન થયું હતું. મંગળવારે સાંજે છ વાગ્યે ચૂંટણી પંચે આપેલા આંકડા મુજબ મિઝોરમમાં ૭૭.૩૯ ટકા મતદાન થયું હતું, જ્યારે છત્તીસગઢ વિધાનસભાની ૨૦ બેઠક માટે અંદાજે ૭૧ ટકા મતદાન થયું…
ગુજરાતમાં હવે ગાજ્યું નકલી બિયારણ કૌભાંડ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં નકલી બિયારણનું અને ખાસ કરીને બીટી કપાસનું નકલી બિયારણ ભારે પ્રમાણમાં વેચાતું હોવાની ખેડૂતોની ફરિયાદો મળતા ખોટી બાબતમાં પોતાના પક્ષના સાથીઓ પ્રત્યે પણ કડક વલણ અપનાવતા ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ એક પત્ર લખીને કૃષિ પ્રધાન…
વર્લ્ડકપમાં સદી ફટકારનાર અફઘાનિસ્તાનનો પ્રથમ બેટ્સમેન બન્યો ઇબ્રાહિમ ઝદરાન
મુંબઇ: વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા સામે પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને ૫૦ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૨૯૧ રન કર્યા હતા. અફઘાનિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન ઈબ્રાહિમ ઝદરાને ૧૪૩ બોલમાં ૧૨૯ રનની અણનમ ઇનિંગ રમી હતી. અફઘાનિસ્તાનના બેટ્સમેન ઈબ્રાહિમ ઝદરાને ઑસ્ટ્રેલિયા સામે ઈતિહાસ રચ્યો હતો.…
બિહારમાં પછાત વર્ગના લોકો માટે અનામતનો ક્વૉટા વધારાશે
પટણા: બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારની સરકારે રાજ્યમાં અન્ય પછાત વર્ગ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને અનામતનો વધુ લાભ આપવાની પોતાની ઇચ્છા મંગળવારે જાહેર કરી હતી અને રાજ્ય વિધાનસભાના ચાલુ સત્રમાં સંબંધિત ખરડો રજૂ કરવાની બાંયધરી આપી હતી. બિહારમાં રાજ્ય…
કેન્યા અને સોમાલિયામાં ભારે વરસાદ અને પૂર: ૪૦નાં મોત
નૈરોબી: કેન્યા અને સોમાલિયામાં ભારે વરસાદ અને અચાનક પૂરના કારણે ઓછામાં ઓછા ૪૦ લોકોના મોત થયા છે અને હજારો લોકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે. સોમાલિયામાં ખરાબ હવામાનને લીધે ૨૫ લોકોના મોત અને ઘરો, રસ્તાઓ અને પુલોનો નાશ થયા બાદ…
ભારતનું ઓડિશાના દરિયાકાંઠે ‘પ્રલય’ મિસાઇલનું સફળ પરીક્ષણ
બાલાસોર: ભારતે ઓડિશાના દરિયાકાંઠે અબ્દુલ કલામ દ્વિપ ખાતેથી સપાટીથી સપાટી શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ ‘પ્રલય’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. સંરક્ષણ અધિકારીના જણાવ્યા અનુસાર આ મિસાઇલને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) દ્વારા પાડોશી દેશ ચીન અને પાકિસ્તાન સાથેની તેની સરહદો…
વર્લ્ડ કપમાં મેક્સવેલની વિક્રમી ‘ડબલ સેન્ચ્યુરી’ સાથે ઑસ્ટ્રેલિયાનો જ્વલંત વિજય
મુંબઇ: વન-ડે વર્લ્ડકપ ૨૦૨૩ની ૩૯મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને ત્રણ વિકેટથી હરાવ્યું હતું. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગ્લેન મેક્સવેલે અણનમ બેવડી સદી ફટકારી હારેલી મેચમાં ઓસ્ટ્રેલિયાને જીત અપાવી હતી. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને ૨૯૧ રન કર્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ…
- આપણું ગુજરાત
₹ ૫માં ભોજન: શ્રમિક અન્નપૂર્ણા યોજનાના વધુ ૧૫૫ કેન્દ્રોનું લોકાર્પણ ગુજરાતના મુખ્ય પ્રધાન કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત રાજ્યભરમાં વધુ ૧૫૫ ભોજનકેન્દ્રોનું લોકાર્પણ આગામી તા.૧૦ નવેમ્બરના રોજ પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલ, અમદાવાદ ખાતે આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યપ્રધાન અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ કડિયાનાકા…
પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું દિવાળીમાં રાત્રે ૮ થી ૧૦ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં દિવાળીના તહેવારને લઈને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં રાતના આઠથી ૧૦વાગ્યા સુધીમાં જ શહેરીજનો ફટાકડા ફોડી શકે તેવું જણાવ્યું છે. આ સમય સિવાય કોઈપણ વ્યકિત ફટાકડા ફોડશે તો પોલીસ જાહેરનામા ભંગનો ગુનો…