‘મુંબઈને દિલ્હી ન બનાવો’ ત્રણ નહીં, ફક્ત બે કલાક ફટાકડા ફોડવા માટે હાઈકોર્ટનો આદેશ
કાટમાળના પરિવહન પર પણ ૧૯મી સુધી પ્રતિબંધ યથાવત્ મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે રાત્રે આઠ થી ૧૦ વાગ્યાની વચ્ચે જ ફટાકડા ફોડવાની મંજુરી આપી છે અને કહ્યું છે કે પ્રદૂષણના મામલે મુંબઈ દિલ્હી ન બનવું જોઈએ. મુંબઈ સહિત એએમઆર વિસ્તારમાં દિવાળી…
સી-લિંક પર વિચિત્ર અકસ્માતમાં અંકલેશ્ર્વરના દંપતી સહિત ત્રણનાં મોત
એક કાર સાથે ટકરાયા પછી ડ્રાઈવરે ઇનોવા પૂરપાટ દોડાવી ટોલ બૂથ નજીક ઊભેલાં વાહનોને અડફેટે લીધાં (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગુજરાતના અંકલેશ્ર્વર જઈ રહેલા પરિવારની કારને બાન્દ્રા-વરલી સી-લિંક પર નડેલા વિચિત્ર અકસ્માતમાં દંપતી સહિત ત્રણ જણે જીવ ગુમાવ્યા હતા, જ્યારે છ…
- આમચી મુંબઈ
શુકનવંતી ક્ષણો…
દિવાળીનો શુભારંભ થઇ ગયો છે અને શુક્રવારે ધનતેરસની શુકનવંતી ક્ષણોમાં શુકનનું સોનું લેવા ઝવેરી બજારની જ્વેલર્સની દુકાનોમાં રીતસરની લોકોએ લાઇન લગાવી હતી, જ્યારે ચોપડા પૂજન માટે ચોપડા ખરીદી કરવા પણ ભીડ જોવા મળી હતી. (જયપ્રકાશ કેળકર)
લોકલ ટ્રેનોમાં ડિજિટલ ટિકિટ પાંચ કિલોમીટરના વિસ્તારમાં બુક થઈ શકશે
મુંબઈ: મુંબઈની પશ્ર્ચિમ અને મધ્ય રેલવેની લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા વધુ ને વધુ પ્રવાસીઓ ડિજિટલ ટિકિટને પ્રાધાન્ય આપી યુટીએસ ઍપથી ટિકિટ લઈ રહ્યા હોવાથી પ્રવાસીઓને ટિકિટ બુક કરવામાં વધુ સુગમતા રહે એ માટે રેલવે સત્તાવાળાઓ ઍપની ગુણવત્તા સુધારી રહ્યા છે.…
મુંબઈમાં ત્રણ દિવસમાં પીયુસી ઉલ્લંઘન માટે ૨,૪૬૦થી વધુ વાહનો સામે કાર્યવાહી
મુંબઈ: મંગળવાર અને ગુરુવાર એમ ત્રણ દિવસમાં મુંબઈ ટ્રાફિક પોલીસે પીયુસી ઉલ્લંઘન બદલ ૨,૪૬૦ વાહનો સામે કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી ગેરરીતિ કરતા વાહનચાલકો પર કાર્યવાહી કરીને હવાના પ્રદૂષણને કાબૂમાં લેવા પોલીસની ચાલી રહેલી ઝુંબેશનો એક ભાગ છે.હવામાં પ્રદૂષણ ફેલાવતા…
કલ્યાણમાં દસ ઘર પર વૃક્ષ ધરાશાયી
દિવાળી ટાંણે વરસાદ બન્યો વિલન મુંબઇ: દિવાળી ટાંણે જ મુંબઇ, થાણે, કલ્યાણ, નવી મુંબઇમાં કમોસમી વરસાદે હાજરી પુરાવી હતી. દિવાલીની ખરીદી માટે બજારોમાં લોકોનો ઘોડાપૂર ઉમટ્યો હતો. દરમીયાન વરસાદ વિલન બની ગયો હતો. અચાનક પડેલા વરસાદને કારણે લોકોને ભારે હેરાનગતી…
ડીઆરપીને આપેલા ₹ ૫૦૦ કરોડ મ્હાડાને પાછા મળ્યા
મુંબઈ: મ્હાડાએ ધારાવી રિહેબિલિટેશન પ્રોજેક્ટ (ડીઆરપી) માટે પોતાના ભંડોળમાંથી ૨૦૦ કરોડ રૂપિયા અને રેલવે સાઇટ હસ્તગત કરવા માટે મહારાષ્ટ્ર નિવારા ફંડમાંથી ૩૦૦ કરોડ રૂપિયા એમ કુલ ૫૦૦ કરોડ રૂપિયા આપ્યા હતા. આ ભંડોળ પાછું મેળવવા માટે મ્હાડા સતત પ્રયત્ન કરી…
સિડકોમાં ૧૦૦ પદ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ
મુંબઈ: સિડકો કોર્પોરેશને કર્મચારીઓ પર કામનું ભાર વધતાં ૧૦૦ પદ માટે ભરતી કરવાનું નક્કી કર્યું છે. માહિતી મુજબ હાલમાં સિડકોના હિસાબી વિભાગમાં ૪૮ ટકા જગ્યાઓ ખાલી છે. આ ૧૦૦ પદ માટે ભરતી દિવાળી દરમિયાન અથવા પછી કરવામાં આવશે એવું અધિકારીજણાવ્યું…
ધનતેરસે દેશભરમાં ₹ ૫૦ હજાર કરોડથી વધુનો વેપાર
નવી દિલ્હી: પાંચ દિવસીય દિવાળી પર્વનો શુક્રવારથી (૧૦ નવેમ્બર) પ્રારંભ થયો હતો. શુક્રવારે ધનતેરસ હતી. ધનતેરસના અવસર પર દેશભરના બજારોમાં અદ્ભુત ખરીદી જોવા મળી હતી. ધનતેરસથી શરૂ થયેલા પાંચ દિવસીય દીપોત્સવને લઈને બજારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો ટ્રેડર્સ…
આઇસીસી દ્વારા શ્રીલંકાનું સભ્યપદ રદ
દુબઈ: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ શ્રીલંકાના ક્રિકેટ બૉર્ડમાં ત્યાંની સરકારની દખલગીરીને કારણે શ્રીલંકાનું સભ્યપદ રદ કર્યું હતું.શ્રીલંકાની સંસદે ગુરુવારે શ્રીલંકાના ક્રિકેટ બૉર્ડને વિખેરી નાખવા માટે ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો હતો. શાસક પક્ષ અને વિપક્ષોએ આ ઠરાવને ટેકો આપ્યો હતો. આઇસીસીના…