એપીએમસીના ગેરવહીવટ બદલ ભૂતપૂર્વ પ્રધાન સહિત આઠ સામે ગુનો
થાણે: એપીએમસી (એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી)નો કથિત ગેરવહીવટ અને રાજ્યની તિજોરીને રૂ. ૭.૬૧ કરોડનું નુકસાન પહોંચાડવા બદલ નવી મુંબઈ પોલીસે રાજ્યના ભૂતર્પૂ પ્રધાન સહિત આઠ જણ સામે ગુનો દાખલ કર્યો હતો. એપીએમસી નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં કેટલીક સંસ્થાઓની તરફેણ કરી શૌચાલયના…
છેલ્લી લીગ મેચમાં વિજય સાથે ભારતીય ટીમ અજેય
નેધરલેન્ડ્સને ૧૬૦ રનથી હરાવ્યું, નવેનવ મેચ જીતીને ભારતે ઈતિહાસ સર્જ્યો બેંગલૂરુ: વર્લ્ડ કપ ૨૦૨૩ની ૪૫મી અને છેલ્લી લીગ મેચમાં ભારતે નેધરલેન્ડ્સને ૧૬૦ રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ગ્રુપ રાઉન્ડમાં પોતાની તમામ મેચ જીતી લીધી છે. તેણે તમામ…
- નેશનલ
વન-ડે વર્લ્ડકપમાં ભારત તરફથી સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બન્યો કેએલ રાહુલ
બેંગલૂરુ: ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન કેએલ રાહુલે વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩ની છેલ્લી લીગ મેચમાં શાનદાર સદી ફટકારી છે. તેણે માત્ર ૬૨ બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. રાહુલ પહેલા સાવધાનીપૂર્વક રમી રહ્યો હતો અને બાદમાં મોટા શોટ ફટકાર્યા હતા. વર્લ્ડ…
- નેશનલ
ભારતની સંરક્ષણ ક્ષેત્રે વૈશ્ર્વિક ભૂમિકા મહત્ત્વની બની છે: મોદી
દિવાળી: હિમાચલ પ્રદેશના લેપચા ખાતે રવિવારે સલામતી દળોના જવાનોની સાથે દિવાળી ઊજવી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી. (પીટીઆઇ) લેપચા (હિમાચલ પ્રદેશ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દિવાળી નિમિત્તે અહીં સૈનિકોની સાથે ઉજવણી કરતી વખતે જણાવ્યું હતું કે ભારતની સંરક્ષણ ક્ષેત્રે…
રાજસ્થાનના બુંદીમાં માર્ગ અકસ્માતમાં પરિવારનાં ચારનાં મોત
કોટા: રાજસ્થાનના બુંદી જિલ્લામાં રવિવારે વહેલી સવારે નેશનલ હાઇવે બાવન પર કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અથડામણમાં મધ્ય પ્રદેશના એક પરિવારના ૪ સભ્યોનાં મોત થયાં હતાં. પોલીસના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના હિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની…
કચ્છ પહોંચ્યો શિયાળો નલિયા ૧૩ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું મથક
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: જમ્મુ-કાશ્મીર અને તેની આસપાસના પહાડોમાં થઇ રહેલી ભારે બરફ વર્ષાની અસર હેઠળ ઠંડી-ગરમી વચ્ચે લાંબા સમયથી અટવાયેલા કચ્છમાં આખરે શિયાળાનું આગમન થયું છે અને સર્વત્ર એકાએક ઠંડીનો ચમકારો અનુભવાઈરહ્યો છે. કચ્છના અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં આજે…
નવા સંવતના શુભ મુહૂર્તે રોકાણકારોની સંપત્તિમાં દર સેક્ધડે ₹ ૬૨ કરોડનો ઉમેરો
નિલેશ વાઘેલામુંબઇ: વિશ્ર્વબજાર પાછળ નવા સંવતનો પ્રારંભ જોરદાર તેજી સાથે થયો છે. સંવત ૨૦૮૦ના મુહૂર્તના સોદામાં પ્રરંભિક તબક્કે જ સેન્સેક્સ ૩૩૧.૧૦ પોઇન્ટ અને નિફ્ટી ૧૦૦.૮૫ પોઇન્ટ ઊછળ્યો હતો. સત્રને અંતે સેન્સેક્સમાં ૩૫૫ પોઇન્ટનો ઉછાળો નોંધાયો છે, જ્યારે નિફ્ટી ૧૯,૫૦૦ની ઉપર…
- નેશનલ
યમુનોત્રી નિર્માણાધીન ટનલ ધસી પડી: પચીસથી વધુ કામદારો ફસાયા હોવાની આશંકા
બચાવ કામગીરી: ઉત્તરકાશીમાં બ્રહ્મકાલ-યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર પર સિલ્કયારા અને ડંડલગાંવની વચ્ચે બંધાઇ રહેલા બોગદાના તૂટી પડેલા ભાગના સ્થળે ચાલતી બચાવ કામગીરી. આ ટનલમાં અંદાજે ૪૦ જણ ફસાઇ ગયા હતા. (પીટીઆઇ) ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારાથી દાંડલગાંવ સુધી નિર્માણાધીન…
ઓસ્ટિનમાં સામસામા ગોળીબારમાં પોલીસ અધિકારી અને આરોપીનાં મોત
ઓસ્ટિન (ટેક્સાસ): અહીંના એક ઘરમાં પોલીસ અને આરોપી વચ્ચેના સામસામા ગોળીબારમાં ટેક્સાસના પોલીસ અધિકારીનું મૃત્યું થયું હતું, જ્યારે આરોપી ઠાર મરાયો હતો. આ ઘરમાં બે અન્ય વ્યક્તિના મૃતદેહ પણ મળી આવ્યા હતા તેવી માહિતી પોલીસ વડા રોબિન હેન્ડરસને આપી હતી.…
મથુરામાં ફટાકડાની સાત દુકાનમાં આગ: નવને ઈજા
મથુરા: મથુરાના ગોપાલબાગ વિસ્તારમાં રવિવારે ફટાકડાની સાત દુકાન બળીને ખાખ થઈ ગઈ હતી. આગના પગલે ફાયર વિભાગના જવાન સહિત સાત જણને ઈજા થઈ હતી. ૧૦ મોટરસાઈકલ પણ બળી ગઈ હતી. અહીં હંગામી ધોરણે ફટાકડાનું બજાર ઊભું કરવામાં આવ્યું હતું. રવિવારે…