સ્માર્ટફોનના બૉક્સમાંથી નીકળ્યા સાબુ
થાણે: ભાયંદરના યુવકે ઑનલાઈન શૉપિંગ પ્લૅટફોર્મ પર ૪૬ હજાર રૂપિયાના સ્માર્ટફોનનો ઑર્ડર આપ્યો હતો, પણ તેના ઘરે પહોંચેલા મોબાઈલના બૉક્સમાંથી ત્રણ સાબુ નીકળ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.ભાયંદર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ફોનની ડિલિવરી વખતે માર્ગમાં જ કોઈએ પાર્સલ…
- આમચી મુંબઈ
પૂ. શ્રી ધીરગુરુદેવની નિશ્રામાં મહાવીર ભવન નિર્માણમાં અનુદાન: દાતા સન્માન
શ્રી વિલેપારલા સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પૂ. શ્રી ધીરગુરુદેવની નિશ્રામાં મહાવીર નિર્વાણ કલ્યાણકના ચાતુર્માસના મુખ્ય લાભાર્થી હંસાબેન ગુણવંતરાય ભાયાણી, માલિનીબેન કિશોરભાઈ સંઘવી, અમિતાબેન જગદીશભાઈ ઝોંસા અને સેવાભાવી શ્રી નરેશ માવાણી, મુકેશ ઠોસાણી, કિરણબેન ધોળકિયાનું સન્માન કરાયું હતું. રાજકોટમાં નિર્માણાધીન મહાવીર…
- આમચી મુંબઈ
ચોપાટીનાં કિનારે ૨,૫૫૦માં મહાવીર નિર્વાણ દિનની મહાઆરતીમાં મહેરામણ ઉમટ્યો
મુંબઈ: ભગવાન મહાવીરનાં ૨,૫૫૦માં નિર્વાણ વર્ષનાં પ્રારંભે જૈન ધર્મના તમામ ફિરકાઓ દ્વારા યોજાયેલી મહાઆરતીમાં ઉમટેલાં માનવ મહેરામણે હજારોની સંખ્યામાં દિપ પ્રગટાવીને ભગવાનને મોક્ષ ગતિ પ્રાપ્ત થઇ તેની ઉજવણી કરી હતી. મુંબઇનાં ગિરગામ ચૌપાટીનાં સમુદ્ર કિનારે આહલાદક દૃશ્યો વચ્ચે થયેલી ઉજવણીમાં…
રિટેલ ફુગાવો ચાર મહિનાની નીચી સપાટીએ
નવી દિલ્હી: ખાદ્યપદાર્થોની કિંમતોમાં થયેલા ઘટાડાને કારણે રિટેલ ફુગાવો ૪.૮૭ ટકાની ચાર મહિનાની નીચી સપાટી પર પહોંચી ગયો છે. સરકારે રિઝર્વ બેન્કને એવી તકેદારી રાખવા નિર્દેશ આપ્યો છે કે, ગ્રાહક ભાવાંક પર આધારિત સીપીઆઇ ફુગાવો બંને બાજુની વધઘટ માટે બે…
તેલંગણામાં પુરુષો કરતાં મહિલા મતદારો વધુ
હૈદરાબાદ: તેલંગણામાં આ મહિનાની ૩૦મીએ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચે તેલંગણાની અંતિમ મતદાર યાદી જાહેર કરી છે. અંતિમ મતદાર યાદી અનુસાર તેલંગણામાં કુલ ત્રણ કરોડ ૨૬ લાખ ૧૮ હજાર ૨૦૫…
- નેશનલ
દિવાળીમાં અગ્નિતાંડવ: ૧૪નાં મોત
આગ: હૈદરાબાદના નામાપવ્ વી વિસ્તારમાં સોમવારે એક બહુમાળી ઈમારતમાં લાગેલી આગમાં નવ જણનાં મોત થયા હતા. આગ લાગ્યા બાદ અગ્નિશમન દળના જવાનો અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. (એજન્સી) હૈદરાબાદ: અહીંના નામપલ્લી વિસ્તારમાં રહેવાસી ઈમારતમાં લાગેલી આગમાં ગૂંગળાઈ જવાથી…
- નેશનલ
રાહત અને બચાવ કામગીરી
ઉત્તરકાશી જિલ્લાસ્થિત બ્રહ્માખલ-યમનોત્રી નેશનલ હાઈવે પર સિલ્કયારા અને દાંડલગામ વચ્ચે નિર્માણાધિન બોગદાનો હિસ્સો સોમવારે તૂટી પડ્યા બાદ રાહત અને બચાવ કામગીરી કરી રહેલી ટુકડીઓ. ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર ધામીએ ઘટનાસ્થળની મુલાકાત લઈ રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. (એજન્સી)
ઉત્તર કાશીમાં બોગદું તૂટ્યું: ફસાયેલા ૪૦ કામદારોેને ખાદ્યપદાર્થ, પાણી પૂરા પડાયા
નવી દિલ્હી: ઉત્તર કાશીમાં બ્રહ્માખલ-યમનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધિન બોગદું રવિવારે સવારે તૂટી પડતાં ૪૦ કામદાર તેમાં ફસાયા હોવાનાં અહેવાલ છે. આ બોગદું ચારધામ ઑલ વૅધર પ્રોજેક્ટનો હિસ્સો છે. દરમિયાન, મુખ્ય પ્રધાન પુષ્કર ધામી ઘટનાસ્થળે પહોંચી ગયા હોવાનું અધિકારીઓએ કહ્યું…
ભૂપેશ બઘેલ મુખ્ય સૂત્રધાર, લૂંટેલા રૂપિયાથી ગાંધી પરિવારની તિજોરી ભરી: ભાજપ
મહાદેવ ઍપ કૌભાંડ નવી દિલ્હી: મહાદેવ બૅટિંગ ઍપ કૌભાંડને મામલે ભાજપે સોમવારે છત્તીસગઢના મુખ્ય પ્રધાન અને કૉંગ્રેસના નેતા ભૂપેશ બઘેલ પર એમ કહીને પ્રહાર કર્યા હતા કે ભૂપેશ બઘેલ આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર હતા અને લૂંટેલા રૂપિયાથી તેમણે જ ગાંધી…
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં માર્ગ અકસ્માતમાં ૧૨નાં મોત
લાહોર: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બે જુદા જુદા અકસ્માતમાં મહિલા અને બાળકો સહિત ૧૨ લોકોનાં મોત થયા હતા. રવિવારે સાંજે લાહોરના પોશ વિસ્તારમાં ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટીમાં બે કાર વચ્ચે અકસ્માત થતા એક જ પરિવારના છ સભ્યોના મૃત્યુ થયા હતા. એક કિશોરે…