રિટેલ ફુગાવો ચાર મહિનાની નીચી સપાટીએ
નવી દિલ્હી: ખાદ્યપદાર્થોની કિંમતોમાં થયેલા ઘટાડાને કારણે રિટેલ ફુગાવો ૪.૮૭ ટકાની ચાર મહિનાની નીચી સપાટી પર પહોંચી ગયો છે. સરકારે રિઝર્વ બેન્કને એવી તકેદારી રાખવા નિર્દેશ આપ્યો છે કે, ગ્રાહક ભાવાંક પર આધારિત સીપીઆઇ ફુગાવો બંને બાજુની વધઘટ માટે બે…
તેલંગણામાં પુરુષો કરતાં મહિલા મતદારો વધુ
હૈદરાબાદ: તેલંગણામાં આ મહિનાની ૩૦મીએ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચે તેલંગણાની અંતિમ મતદાર યાદી જાહેર કરી છે. અંતિમ મતદાર યાદી અનુસાર તેલંગણામાં કુલ ત્રણ કરોડ ૨૬ લાખ ૧૮ હજાર ૨૦૫…
- નેશનલ
દિવાળીમાં અગ્નિતાંડવ: ૧૪નાં મોત
આગ: હૈદરાબાદના નામાપવ્ વી વિસ્તારમાં સોમવારે એક બહુમાળી ઈમારતમાં લાગેલી આગમાં નવ જણનાં મોત થયા હતા. આગ લાગ્યા બાદ અગ્નિશમન દળના જવાનો અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. (એજન્સી) હૈદરાબાદ: અહીંના નામપલ્લી વિસ્તારમાં રહેવાસી ઈમારતમાં લાગેલી આગમાં ગૂંગળાઈ જવાથી…
- નેશનલ
રાહત અને બચાવ કામગીરી
ઉત્તરકાશી જિલ્લાસ્થિત બ્રહ્માખલ-યમનોત્રી નેશનલ હાઈવે પર સિલ્કયારા અને દાંડલગામ વચ્ચે નિર્માણાધિન બોગદાનો હિસ્સો સોમવારે તૂટી પડ્યા બાદ રાહત અને બચાવ કામગીરી કરી રહેલી ટુકડીઓ. ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર ધામીએ ઘટનાસ્થળની મુલાકાત લઈ રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. (એજન્સી)
ઉત્તર કાશીમાં બોગદું તૂટ્યું: ફસાયેલા ૪૦ કામદારોેને ખાદ્યપદાર્થ, પાણી પૂરા પડાયા
નવી દિલ્હી: ઉત્તર કાશીમાં બ્રહ્માખલ-યમનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધિન બોગદું રવિવારે સવારે તૂટી પડતાં ૪૦ કામદાર તેમાં ફસાયા હોવાનાં અહેવાલ છે. આ બોગદું ચારધામ ઑલ વૅધર પ્રોજેક્ટનો હિસ્સો છે. દરમિયાન, મુખ્ય પ્રધાન પુષ્કર ધામી ઘટનાસ્થળે પહોંચી ગયા હોવાનું અધિકારીઓએ કહ્યું…
ભૂપેશ બઘેલ મુખ્ય સૂત્રધાર, લૂંટેલા રૂપિયાથી ગાંધી પરિવારની તિજોરી ભરી: ભાજપ
મહાદેવ ઍપ કૌભાંડ નવી દિલ્હી: મહાદેવ બૅટિંગ ઍપ કૌભાંડને મામલે ભાજપે સોમવારે છત્તીસગઢના મુખ્ય પ્રધાન અને કૉંગ્રેસના નેતા ભૂપેશ બઘેલ પર એમ કહીને પ્રહાર કર્યા હતા કે ભૂપેશ બઘેલ આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર હતા અને લૂંટેલા રૂપિયાથી તેમણે જ ગાંધી…
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં માર્ગ અકસ્માતમાં ૧૨નાં મોત
લાહોર: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બે જુદા જુદા અકસ્માતમાં મહિલા અને બાળકો સહિત ૧૨ લોકોનાં મોત થયા હતા. રવિવારે સાંજે લાહોરના પોશ વિસ્તારમાં ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટીમાં બે કાર વચ્ચે અકસ્માત થતા એક જ પરિવારના છ સભ્યોના મૃત્યુ થયા હતા. એક કિશોરે…
એક જ દિવસમાં હમાસના ૧૫૦ આતંકીઓને ઠાર કર્યા હોવાનો ઇઝરાયલી સેનાનો દાવો
સેનાએ અલ-શિફા હૉસ્પિટલમાં હમાસના કમાન્ડ સેન્ટરનો ઘેરાવ કર્યો ગાઝા: ઇઝરાયલના સૈનિકોએ એક દિવસની લડાઇમાં ૧૫૦ હમાસ આતંકવાદીઓને ઠાર કર્યા હોવાનો દાવો કર્યો છે. આ જંગ ગત અઠવાડિયાના અંતમાં ગાઝામાં અલગ-અલગ સ્થળો પર લડાઇ હતી. પરંતુ આ વખતે ભીષણ યુદ્ધ અલ-શિફા…
- એકસ્ટ્રા અફેર
બેસતા વરસે હળવામળવાની પરંપરા જીવંત કરીએ
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ હિંદુઓનો સૌથી મોટો તહેવાર મનાતી દિવાળી આવીને જતી રહી ને વચ્ચે પડતર દિવસ પછી હવે આજે બેસતું વરસ છે. વિક્રમ સંવતના ૨૦૭૯ના વરસે વિદાય લીધી અને આજથી વિક્રમ સંવતનું ૨૦૮૦નું વરસ બેસી જવાનું છે. દુનિયાભરના…
- વેપાર
સોનું ₹ ૬૦,૦૦૦ની નીચે ખાબક્યું, ચાંદીએ ₹ ૧,૦૧૬ના કડાકા સાથે ₹ ૬૯,૫૦૦ની સપાટી તોડી
મુંબઇ: વિશ્ર્વબજારના નરમાઇના અહેવાલ સાથે ઝવેરી બજારમાં સપ્તાહનો પહેલો દિવસ નિરસ રહ્યો હતો. પર્યાપ્ત લેવાલીના અભાવે સોનું રૂ. ૬૦,૦૦૦ની નીચે ખાબક્યુ, ચાંદી રૂ. ૧૦૧૬ના કડાકા સાથે રૂ. ૬૯,૫૦૦ની સપાટી તોડી નાંખી હતી.આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ઘટાડા સાથે ઔંશદીઠ ૧૯૩૭ ડોલર અને…