કેદારનાથ, ગંગોત્રીના મંદિર બંધ કરાયા
રૂદ્રપ્રયાગ: હિમાલયની પર્વતમાળામાં આવેલા કેદારનાથ અને ગંગોત્રીના મંદિર શિયાળાની મોસમ માટે ભાઈબીજના તહેવારના દિવસે એટલે કે બુધવારે બંધ કરવામાં આવ્યા હતા. પરંપરાગત રીતરિવાજ અને પ્રાર્થનાઓ વચ્ચે ભગવાન શંકરને સમર્પિત આ મંદિરના દરવાજા બુધવારે સવારે સાડાઆઠ વાગે બંધ કરવામાં આવ્યા હતા.…
- નેશનલ
શૅરબજાર, સોનાચાંદીમાં ધૂમ તેજી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શૅરબજાર અને બુલિયન બજારમાં ભારતીય બેટ્સમેનની ધૂંઆંધાર બેટિંગ જેવી જ તેજીનો માહોલ રહ્યો હતો. અમેરિકાના ફુગાવાના સાનુકૂળ ડેટા પાછળ વૈશ્ર્વિક બજારોમાં તેજી વચ્ચે બુધવારના સત્રમાં ફરી ઇક્વિટી બેન્ચમાર્ક ઊછળ્યા હતા. સેન્સેક્સ ૭૪૨ પોઈન્ટ ઊછળ્યો હતો અને નિફ્ટી…
જમ્મુની બસ દુર્ઘટનામાં ૩૭નાં મોત
ડોડા: જમ્મુના ડોડાથી અત્યંત દુખદ સમાચાર આવ્યા છે. અહીં રોડ અકસ્માતમાં ૩૭ જણના જીવ ગયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ડોડામાં એક બસ બેકાબૂ થઈને લગભગ ૩૦૦ ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં ૩૭ લોકોના ઘટનાસ્થળે જ મોત…
પંજાબમાં ટ્રેન રદ થતા મુસાફરો વિફર્યા
પંજાબ: પંજાબમાં છઠ પૂજા પહેલા સ્પેશિયલ ટ્રેન કેન્સલ થતાં મુસાફરોમાં રોષ દેખાયો તેમણે ટ્રેન પર પથ્થરમારો પણ કર્યો હોવાના અહેવાલો છે. છઠ્ઠપૂજા પહેલા સમયસર ઘરે પહોંચી શકાય તે માટે આ ટ્રેનમાં મોંઘી ટિકિટો ખરીદી હોવા છતાં મંગળવારની ટ્રેન રદ થતા…
પારસી મરણ
દિલનાઝ કેકુ ઈરાની (ઉં.વ. ૭૪) તા. ૧૪-૧૧-૨૩એ ગુજરી ગયા છે. તે કેકુના વાઈફ. મરહૂમ શિરીન અને મરહૂમ નરીમાનના દીકરી. ખુશનુમા, ખુશરુ, ખુશનૂરના મધર. નાઝરીન, ફરઝીન, હિતેશના સાસુ. મહિયર, પાશનના ગ્રેન્ડ મધર. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૬-૧૧-૨૩ બપોરે ૩.૪૦ વાગ્યે.જીમી હીરાજી પાતલવાલા…
હિન્દુ મરણ
હાલાઇ લોહાણાભંડારિયા નિવાસી હાલ કાંદિવલી અ. સૌ. પૂર્ણિમાબેન રસિક ઠક્કર (ઉં. વ.૬૫) તે અમર, રાધિકા હિમાંશુ ઠક્કરના માતુશ્રી. મિત્તલના સાસુ. ચંદુભાઈ, જેન્તીભાઇ, હેમલતાબેન, અરુણાબેનના ભાભી. સ્વ. ગંગાબેન ગોરધનદાસ મંગલદાસ જટણીયાના દીકરી. સ્વ. જ્યોતિબેનના બહેન. ૧૦/૧૧/૨૩ ના રોજ શ્રીજીશરણ પામેલ છે.…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થા જૈનસરભંડા નિવાસી હાલ મુંબઈ સ્વ. ચંપાબેન ભઈલાલભાઈ રણછોડદાસ શાહના પુત્ર દિલીપભાઈ (ઉં. વ. ૬૮) તે ૧૨/૧૧/૨૩ ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે પારૂલબેનના પતિ. અશ્ર્વિનભાઇ, શૈલેષભાઇ, ગૌરાંગભાઈના ભાઈ. મેઘા સિદ્ધાર્થ સોઢા, પ્રતીક જવેલના પિતા. સ્વ. વિમળાબેન બચુભાઈ…
ગુજરાત સરકારનો ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો અંબાજીથી પ્રારંભ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અંબાજીથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, આઝાદીની લડાઇમાં આદિવાસીઓએ પોતાનું યોગદાન આપ્યુ છે. ભારતે નાની નાની વસ્તુઓ પહેલા વિદેશથી મગાવવી પડતી હવે મેક…
ગુજરાતમાં સોમનાથ, અંબાજી સહિતનાં મંદિરોમાં નવા વર્ષે દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં નવા વર્ષના આરંભ સાથે મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. રાજ્યના સોમનાથ, અંબાજી, આશાપુરા સહિતના મંદિરોમાં શિશ ઝૂકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં નવા વર્ષના પ્રારંભે ભગવાન શામળિયાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામી હતી.…
ડીસા નજીક નર્મદા કેનાલમાં ગાબડું: ૨૫ એકરનો પાક પાણીમાં ડૂબ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: બનાસકાંઠા જિલ્લાના ડીસા નજીક કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. જેમાં ૨૫ એકર જમીનમાં લોકોના પાકને ઘણું નુકસાન થયું હતું. ખેડૂતો સહિતના સ્થાનિકો સિંચાઈ વિભાગની કામગીરી પર સવાલો કરી કેનાલની કામગીરીમાં મસમોટો ભ્રષ્ટાચાર…