ઇડી દ્વારા એમવે સામે તહોમતનામું નોંધાવાયું
મલ્ટિ-લેવલ માર્કેટિંગ સ્કીમનો પર્દાફાશ નવી દિલ્હી: એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી) દ્વારા સોમવારે આક્ષેપ કરાયો હતો કે મલ્ટિ-લેવલ માર્કેટિંગ સ્કીમ ચલાવતી એમવે ઇન્ડિયાએ ‘ગુનો’ આચરીને રૂપિયા ૪,૦૦૦ કરોડથી વધુ ભેગા કર્યા હતા અને તેમાંનો મોટો હિસ્સો વિદેશમાંના બૅન્ક ખાતાંમાં જમા કરાવ્યો હતો.ઇડીએ…
- નેશનલ
વિશાખાપટ્ટનમાં જેટ્ટી વિસ્તારમાં ભીષણ આગ: ૩૫ બોટ બળીને ખાક
કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો, આગ પાછળનું કારણ અકબંધ આગ:વિશાખાપટ્ટનમમાં સોમવારે સવારે જેટ્ટી વિસ્તારમાં આગ ફાટી નીકળ્યા બાદઊઠી રહેલી અગનજ્વાળાઓ અને ધુમાડો. આગમાં માછીમારોની ૩૫ જેટલી બોટ ભડથું થઈ ગઈ હતી. (એજન્સી) વિશાખાપટ્ટનમ: વિશાખાપટ્ટનમ જેટ્ટી વિસ્તારમાં ભીષણ આગ…
ઝિમ્બાબ્વેમાં કોલેરાને કારણે ૧૫૦થી વધુનાં મોત
હરારે: ઝિમ્બાબ્વેમાં કોલેરા ફાટી નીકળવાને કારણે ૧૫૦ કરતાં પણ વધુ લોકોનાં મોત થયા હોવાનાં અહેવાલ છે.દક્ષિણ આફ્રિકાના આ દેશમાં કોલેરા બાળકો, યુવાનોથી લઈને વૃદ્ધોનો ભોગ લઈ રહ્યો છે.ઝિમ્બાબ્વેમાં ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં કોલેરાના ૮,૦૦૦ કરતા પણ વધુ કેસ નોંધાયા હોવા ઉપરાંત…
- નેશનલ
છઠ પૂજા:
જબલપુરમાં સોમવારે શ્રદ્ધાળુઓએ નર્મદા નદીના કિનારે છઠ પૂજા કરી હતી. (એજન્સી)
જાવૅર મિલૅઈ આર્જૅન્ટિનાના નવા પ્રમુખ
આર્જૅન્ટિના: આર્જૅન્ટિનાની પ્રમુખપદની ચૂંટણીમાં જાવૅર મિલૅઈનો રવિવારે વિજય થયો હતો. ચૂંટણીપ્રચાર દરમિયાન તેમણે વધતા ફુગાવા અને ગરીબીને અંકુશમાં લેવાનું વચન આપ્યું હતું. પ્રમુખપદની ચૂંટણી માટે કુલ ૯૯.૪ ટકા મતદાન થયું હતું જેમાંથી મિલૅઈને ૫૫.૭ ટકા અને નાણા પ્રધાન સર્જિઓ માસ્સાને…
- વેપાર
ડૉલર સામે રૂપિયો ૧૦ પૈસા તૂટીને ઐતિહાસિક નીચી સપાટીએ
મુંબઈ: આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠ જોવા મળી હોવા છતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં જળવાઈ રહેલી વેચવાલી, બ્રેન્ટ ક્રૂડતેલના ભાવમાં વધારો અને દેશની વિદેશી હૂંડિયામણની અનામતમાં ૪૬.૨ કરોડનો ઘટાડો થયો હોવાના નિર્દેશોને ધ્યાનમાં લેતા…
- એકસ્ટ્રા અફેર
ટ્રાવિસની બેટિંગને સલામ, આપણું ઘોડું ફરી દશેરાએ ટાયલું થયું
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી વન-ડે વર્લ્ડ કપની ફાઈનલે કરોડો ભારતીયોનાં દિલ તોડી નાખ્યાં. ફાઈનલમાં ઑસ્ટ્રેલિયા સામે ભારતીય ક્રિકેટ ટીમ સાવ વામણી પુરવાર થઈ ને સાવ શરમજનક હાર સાથે વધુ એક વર્લ્ડ કપ આપણા…
- વેપાર
શુદ્ધ સોનું ₹ ૨૮૨ ઘટીને ₹ ૬૧,૦૦૦ની અંદર, ચાંદી ₹ ૧૧૮૬ ગબડી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમને કારણે હાજરમાં સોનાના ભાવમાં નરમાઈતરફી વલણ ઉપરાંત ચાંદીના ભાવમાં પણ ૦.૭ ટકા જેટલો ઘટાડો આવ્યો હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં…
- શેર બજાર
રોકાણકારોના માનસ પર આરબીઆઈની આડઅસર યથાવત્ રહેતા બેન્ચમાર્ક નેગેટિવ ઝોનમાં લપસ્યો, નિફ્ટી ૧૯,૭૦૦ની નીચે
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિદેશી ફંડોએ ફરી ધીમી ગતિએ શરૂ કરેલી વેચાવાલી અને રિઝર્વ બેન્કે પાછલા સપ્તાહે પર્સનલ લોન સંદર્ભે રિસ્ક વેઇટેજમાં કરેલા વધારાને કારણે બજારના માનસ પર પડેલી નકારાત્મક અસર યથાવત રહેતા સપ્તાહના પહેલા દિવસે બંને બેન્ચમાર્ક નેગેટીવ ઝોનમાં વધુ…
અમદાવાદમાં ફટાકડાના હોલસેલર પાસેથી આઇ.ટી.ને ₹ સાત કરોડની રોકડ – સોનું મળ્યાં
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં લાભ પાંચ પહેલા જ નવા વર્ષના પ્રારંભે આવકવેરા વિભાગે અમદાવાદમાં આવેલા ફટાકડાના હોલસેલર પર દરોડા પાડીને કરેલા મુહૂર્તમાં અત્યાર સુધીમાં સાત કરોડ જેટલી રોકડ અને સોનાનાં દાગીના મળી આવી હતી જ્યારે કેટલાક બેન્ક એકાઉન્ટ પણ સીઝ…